કોઈપણ કુટુંબમાં ચાર કે ઓછામા ઓછા ૧૦ અથવા ૧૫ લોકો હોય છે. પરંતુ ઉત્તર પ્રદેશના અલ્હાબાદનુ એક એવું ગામ જ્યા ૧૦, ૨૦ અને ૫૦ નહિ પણ પૂરે પુરા ૮૨ સભ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ અલાહાબાદના ભરોચા ગામના રહેવાસી રામ નરેશના પરિવારની.
આ ગામમા ૯૮ વર્ષિય રામ નરેશ રહે છે. તેના પરિવારના સભ્યોની સંખ્યા ૮૨ છે. તેનો પરિવાર આખા શહેરમા સૌથી મોટો પરિવાર છે. આમાંથી ૬૬ લોકો પહેલાથી જ મતદાન કરે છે. આ વર્ષે લોકસભાની ચૂંટણીમા પરિવારના અન્ય આઠ સભ્યોએ મત આપ્યા હતા.
ગામમા આ પરિવારનો ક્રેઝ એટલો કે લોકસભાની ચૂંટણીઓ હોય કે વિધાનસભા હોય કે પંચાયતની ચૂંટણીઓ, અહીં નેતાઓની લહેર જોવા મળે છે. ખરેખર ચૂંટણી દરમિયાન નેતાઓ પરિવાર પાસે મત માંગવા આવે છે. એક નેતા જાય તો બીજો નેતા મત માંગવા દરવાજે ઉભો હોય છે.
ચૂંટણી દરમિયાન આખો પરિવાર સાથે મળીને મત આપવા જાય છે. ગામલોકોના કહેવા મુજબ જ્યારે આખો પરિવાર સાથે મળીને મત આપવા નીકળે છે ત્યારે મેળા જેવુ વાતાવરણ જોવા મળે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે પરિવાર પર ખર્ચ કરવામા આવતા રાશનનો ખર્ચ જાણીને તમે ચોકી જશો. રામ નરેશનો પરિવાર દરરોજ ૧૫ કિલો ચોખા અને ૧૦ કિલો લોટ ખર્ચે થાય છે. ખાવાનુ બનવાનુ કામ ઘરની મહિલા કરે છે.