ગરમ ઉનાળાની બપોરે સ્વિમિંગ પુલની બાજુમા બેસવા અને હાથમા કોલ્ડ ડ્રિંક કરતા વધુ સારુ કંઈ નથી. પરંતુ સમસ્યા એ છે કે આપણા મનપસંદ પ્રેરણાદાયક પીણા ખાંડથી ભરપુર હોય છે અને તેનુ સેવન કરવાથી આપણુ સ્વાસ્થ્ય અને ફિગર બગડે છે. તો પછી આપણી પાસે અફસોસ સિવાય બીજુ કશું બાકી નથી. પરંતુ જો તમે આ ઉનાળાથી આ બોજથી છૂટકારો મેળવવા માંગો છો તો પછી તમે શરીરને ફ્રેશ કરનાર પીણાઓને અજમાવી શકો છો જે માત્ર સ્વાદિષ્ટ જ નથી પોષક તત્વોથી પણ સમૃદ્ધ છે અને આના ઘણા બધા સ્વાસ્થ્ય લાભ પણ છે. તો તમે શું રાહ જોઈ રહ્યા છો? આ લેખ વાંચો અને આ 3 સ્વસ્થ પીણા વિશે માહિતી મેળવો.
૧) હળદરની ચા :- હળદરમા કર્ક્યુમિન નામનો પદાર્થ હોય છે જે આપણા શરીર માટે પ્રોટેક્શન એજન્ટ તરીકે કામ કરે છે. તે મગજમા નવા ન્યુરોન્સને વધારવા અને મગજની વિભિન્ન પ્રક્રિયાઓ સામે લડીને યાદશક્તિ વધારવા, ધ્યાન કેન્દ્રિત કરવા અને સમજણશક્તિ સુધારવામા મદદ કરે છે. આ સિવાય આ પીણુ તમને અંદરથી ઠંડકની લાગણી આપે છે. ચાલો જાણીએ તમે હળદરની ચા કેવી રીતે બનાવી શકો છો.
સામગ્રી :-
– ૧/૪ ચમચી – તજ
– એક ચપટી લવિંગ
– એક ચપટી જાયફળ
– એક ચપટી મરી
– ૧/૪ ચમચી હળદર પાવડર
– ૧/૨ કપ પાણી
– સ્વાદ અનુસાર – મધ
– દૂધ
બનાવવાની રીત :-
– સૌ પ્રથમ બ્લેન્ડરમા બધા મસાલા મિક્સ કરો અને ગ્રાઇન્ડ કરો.
– ત્યારબાદ પાણી ઉકાળો અને તેમા બધા મસાલા નાખો.
– હવે તેમા દૂધ અને મધ મિક્સ કરો.
– તમારી પાસે હેલ્ધી ડ્રિંક તૈયાર છે.
૨) મીસો સૂપ :- સોયાબીનમાંથી બનાવવામા આવેલા મીસોમા આવશ્યક એમિનો એસિડ હોય છે. જે આપણા શરીર માટે ખુબજ જરૂરી હોય છે. તંદુરસ્ત આંતરડા માટે તેમા સારા બેક્ટેરિયા હોય છે અને જ્યારે આપણી આંતરિક ઇકો સિસ્ટમ તંદુરસ્ત હોય અને અનુકૂળ માઇક્રોફલોરાથી સમૃદ્ધ હોય ત્યારે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
સામગ્રી :–
– ૪ કપ પાણી
– ૧/૨ કપ – ગ્રીન ચાર્ટ
– ૧/૨ કપ સમારેલા લીલી ડુંગળી
– ૧/૪ કપ ટોફુ
– ૩-૪ ચમચી – સફેદ મીસો પેસ્ટ
– ૧- શીટ નોરી
બનાવવાની રીત :–
– ઉકાળવા માટે મધ્યમ કદના શાક વઘારવાના તપેલમા પાણી નાંખો.
– તેમાં નોરી ઉમેરો અને ગેસને ૪-૭ મિનિટ સુધી ગેસને ધીમો કરી દો.
– હવે મિસોને એક નાનો બાઉલમા કાઢો અને તેમા થોડું ગરમ પાણી નાંખો અને તે સ્મૂથ ન થાય ત્યા સુધી નીતારો. તેમા ગાઠ ન પડે તેની કાળજી લો.
– હવે તેમાં ગ્રીન ચાર્ટ, લીલી ડુંગળી, ટોફૂ નાંખીને ૫ મિનિટ માટે ગરમ કરો.
– પછી તેને ગેસ પરથી ઉતારી લો અને તેને મિસો સાથે મિક્સ કરો અને સતત હલાવો.
– તમે તેમાં સ્વાદ મુજબ વધુ મિસો અથવા મીઠું ઉમેરી શકો છો.