Homeઅજબ-ગજબઅપલખણો વાંદરો! યુપીમાં એક વૃદ્ધ વ્યક્તિનું પૈસાનું બંડલ છીનવીને વાંદરાએ 500-500 રૂપિયાની...

અપલખણો વાંદરો! યુપીમાં એક વૃદ્ધ વ્યક્તિનું પૈસાનું બંડલ છીનવીને વાંદરાએ 500-500 રૂપિયાની નોટનો વરસાદ કર્યો…

યુપીના સીતાપુર જિલ્લામાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વાંદરાએ ઝાડ પર ચડીને અને અચાનક નોટોનો વરસાદ કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. આ વાત જિલ્લાના વિકાસ ભવનના  રજિસ્ટ્રી ઓફિસના બહારની છે. એક વડીલ પોતાની જમીન વેચીને ઓફિસમાંથી બહાર નીકળ્યા હતા. તેના હાથમાં નોટોનું બંડલ હતું, ત્યારે જ વાંદરાએ તેના હાથ માંથી પૈસા છીનવી લીધા અને ઝાડ પર ચડી ગયો.

કોઈ કાંઇ કરી તે પહેલાં વાંદરાએ ઝાડ પરથી 500 રૂપિયાની નોટોનો વરસાદ ચાલુ કરી દીધો. ઝાડ ઉપરથી નોટોનો વરસાદ જોવા લોકો સ્થળ ઉમટી પડ્યા. માહિતી મળતાં જ લોકોએ જમીન પર પથરાયેલી નોટોને ભેગી કરી વૃદ્ધ ને આપી. વૃદ્ધના કહેવા મુજબ તેની લગભગ 7-8 હજારની નોટો નકામી થઈ ગઈ છે.

અહેવાલ મુજબ, ખૈરાબાદ શહેરના કાસિમપુર ગામના રહેવાસી ભગવાનદીન તેની જમીન તેના પુત્રની સારવાર માટે વેચી દીધી હતી. જમીનના બદલે તેને 1 લાખ રૂપિયાથી વધુ મળ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. તમને જણાવી દઇએ કે, આગ્રામાં અગાઉ એક વાંદરાએ એક કારમાંથી આ જ રીતે પૈસા લૂંટી લીધા હતા,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments