દેશભરમા દશેરાની ઉજવણી કરવામા આવે છે. દશેરાના દિવસે વિવિધ સ્થળોએ રાવણના પુતળા દહન કરવામા આવે છે. પરંતુ આપણા દેશમા એક એવુ ગામ છે જ્યા રાવણ દહન કરવામા આવતુ નથી પરંતુ તેની પૂજા કરવામા આવે છે. આ ગામના લોકો પ્રાચીન કાળથી રાવણની પૂજા કરે છે. એટલુ જ નહી દેશભરમા દશેરાની ઉજવણી ખૂબ ધૂમધામથી કરવામા આવે છે તેમ છતા આ ગામના લોકો દશેરાના દિવસે શોકમા ડૂબેલા રહે છે અને રાવણ માટે વિવિધ પ્રકારની પૂજા-અર્ચના કરે છે.
મંડલા જિલ્લાના વન ગ્રામદુન્ગરીયામા રાવણને ગોંડવાના પ્રદેશના મહાસમ્રાટ, મહાવિદ્વાન, મહાજ્ઞાની અને ગોંડવાના રાજ્યના પૂર્વજ તરીકે ધારીને દશેરાના દિવસે રાવણની પૂજા કરવામા આવે છે. અહી રાવણનું મંદિર પણ બનાવવામા આવ્યુ છે. જે આજે પણ ઘાસ પુસથી બનાવેલુ છે. રાવણના અનુયાયીઓ આ મંદિરને ભવ્ય મંદિરમા ફેરવવા માગે છે.
દશેરાના દિવસે જ્યારે આખા દેશમા રાવણનુ પુતળુ દહન કરવામા આવે છે ત્યારે રાવણની પૂજા ગામના આ નાના મંદિરમા કરવામા આવે છે. રાવણના આ મંદિરમા રાવણની પૂજા કરવામાં આવે છે અને તેમના નામે જય જય કાર પણ કરવામા આવે છે. અહીંના લોકો કહે છે કે રાવણ એક મહાન વિદ્વાન, મહાન સંત, વેદના સાધક, મહાપ્રક્રામી અને કરુણા રાજા હતા. આ રામ-રાવણ યુદ્ધને આર્યન અને દ્રવિડનુ યુદ્ધ માને છે. તેઓ રાવણને પોતાના પૂર્વજ માનીને પૂજા અર્ચના કરે છે.