Homeસ્ટોરીજાણો આ ખેડુત તેની વૈજ્ઞાનિક પદ્ધતિથી શેરડીની ખેતી દ્વારા કરોડોની કમાણી કરી...

જાણો આ ખેડુત તેની વૈજ્ઞાનિક પદ્ધતિથી શેરડીની ખેતી દ્વારા કરોડોની કમાણી કરી રહ્યો છે…

આપણા દેશની લગભગ 70 ટકા વસ્તી હજી પણ ગામડાંમાં વસે છે. જેનો મુખ્ય ધંધો કૃષિ છે આખા દેશને અન્ન, ફળો, શાકભાજી વગેરે આપે છે પરંતુ બદલામાં તેને તેનું મહેનતાણું પણ મળતું નથી. બધી અસંગતતાઓ, કમનસીબી અને અછત હોવા છતાં, કેટલીકવાર એવી પરિસ્થિતિ બની જાય છે કે આત્મહત્યા એકમાત્ર વિકલ્પ બની રહે છે. આવી સ્થિતિમાં, તેમની ઉપજ અને આવક વધારવા માટે, કેટલાક ખેડુતો તેમના સ્તરે જુદા જુદા પ્રયોગો અને સંશોધન કરીને તેમની સ્થિતિ સુધારી રહ્યા છે અને તેમના ખેડૂત સમાજને પણ મદદ કરે છે.

આવા જ એક ખેડૂતે, તેના અનુભવ અને પ્રયોગથી પરંપરાગત ખેતીમાં ફેરફાર કરી અને વર્ષ 2005-06 થી 2017 સુધી સતત એક એકરમાં co86032 જાતમાંથી 1000 ક્વિન્ટલ શેરડીનું ઉત્પાદન કરી દર વર્ષે 1 કરોડ આવકની કમાણી કરે છે.

મુંબઇથી 400 કિલોમીટર દૂર સાંગલી જિલ્લાની તહસીલ વાલવાના કારંદવાડીમાં રહેતા ખેડૂત “સુરેશ કબાડેએ” 19 ફૂટ લાંબી શેરડીનું ઉત્પાદન કરી બધા લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. નવ ધોરણ સુધી ભણેલ આ ખેડૂત પાસેથી ખેતી પદ્ધતિ શીખવા માટે મહારાષ્ટ્ર, કર્ણાટક, યુ.પી., ગુજરાત અને મધ્યપ્રદેશ સુધીના ખેડુતો તેમની પાસે આવે છે. પાકિસ્તાનનાં ઘણાં ખેડૂતો પણ તેમની પાસે આ પદ્ધતિ શીખવા માટે આવે છે. અન્ય ખેડૂતોની તુલનામાં સુરેશના શેરડીના પાકની વિશેષતા એ છે કે તેમની ખેતીમાં કરેલી શેરડીની લંબાઈ અન્ય ખેડૂતોની શેરડી કરતા 19 ફૂટ વધારે છે અને તેનું વજન 4 કિલો છે.

તેમણે કહ્યું, “તે પેડીની શેરડી હતી, જેની લંબાઈ 19 ફૂટ હતી અને તેમાં 47 કાતળી હતી. મારા અન્ય ખેતરોમાં પણ આવી જ શેરડી છે. હું શેરડીનું બીજ જાતે જ તૈયાર કરું છું. દેશના મોટાભાગના લોકો હજી પણ 3-4 ફૂટનું અંતર રાખી શેરડી ઉગાડે છે. પરંતુ તે શેરડીનું વાવેતર, 5 થી 6 ફૂટનું અંતર રાખીને કરે છે અને આંખથી આંખનું અંતર બે થી અઢી ફુટ રાખે છે. ખેડુતો સીધા જ ખેતરોમાં ખાતર વાવે છે, પરંતુ તે કહે છે કે હું તેને શેરડીની વચ્ચે કોદાળી વડે ખાડો કરી તેમાં નાખું છું. મારા બધા જ ખેતરમાં એક એકરમાં 1000 કિવન્ટલ પ્રતિ શેરડીનું ઉત્પાદન થાય છે. ”

લગભગ 30 એકર આધુનિક રીતે ખેતી કરનાર સુરેશ ખાસ છે કારણ કે ઉત્તર પ્રદેશમાં ઉત્તમ ઉત્પાદક ખેડૂત એકર દીઠ માત્ર 500 ક્વિન્ટલ મેળવી શકે છે. જ્યારે સરેરાશ ઉત્પાદન 400 ક્વિન્ટલ છે. સુરેશની ખેતીમાની શેરડી અન્ય વિસ્તારોના ખેડુતો બિયારણ માટે લઈ જાય છે. તેમનો પ્રયાસ એવો છે કે મિલને શેરડી આપવાને બદલે બીજમાં વધુ જાય કારણ કે તે વધુ ફાયદો આપે છે. આ વર્ષે, તેની શેરડીનું ઉત્પાદન 120 ટન થયું તે શેરડીની લંબાઈ 20 ફૂટ હતી અને એક શેરડીનું વજન 4 કિલો હોવાનું જાણવા મળ્યું છે.

મહારાષ્ટ્રમાં ખેડૂત આત્મહત્યા માટે કુખ્યાત સુરેશ શેરડીમાંથી વર્ષે 50-70 લાખની આવક કમાઈ છે, જ્યારે હળદર અને કેળા સહિત તે વર્ષમાં એક કરોડથી વધુ રૂપિયાની કમાણી કરે છે. વર્ષ 2015 માં, તેણે એક એકર શેરડીનું બીજ 2 લાખ 80 હજારમાં વેચ્યું હતું. વર્ષ 2016 અને 2017 માં તેણે શેરડીના એક એકરના 3 લાખ 20 હજારમાં બિયારણ વેચ્યા છે. કર્ણાટક, મધ્યપ્રદેશના અને બહારના રાજ્યના ખેડુતો અહીંથી બિયારણ લેવા આવે છે, પરંતુ થોડા વર્ષો પહેલા તેઓ પણ એવા જ ખેડુતોમાં શામેલ હતા જે મોટા પ્રમાણમાં નાણાં રોકાણ કરવા છતાં વધુ સારૂ ઉત્પાદન મેળવી શકતા ન હતા.

નવ ધોરણ સુધી ભણેલ સુરેશ વૈજ્ઞાનીકની જેમ ખેતી કરે છે. તે સમજાવે છે, “પહેલાં મારા ખેતરમાં પણ હું એકર દીઠ 300-400 ક્વિન્ટલ ઉત્પાદન થતું હતું, ત્યારબાદ હું તેની ખામીઓ સમજી ગયોઅને પેટર્ન બદલી નાખી. હું પુષ્કળ કાર્બનિક લીલા ખાતર, ઇજેક્ટોબેક્ટર, પીએસબી અને પોટાશનો ઉપયોગ કરું છું. શેરડીનું વાવેતર કરતા પહેલાં, હું તે ખેતરમાં ચણાનું વાવેતર કરું છું. હું તેમાં સમય અને હવામાનની પણ સંભાળ રાખું છું.”

તેમણે કહ્યું, “હવે મેં ટીશૂ કલ્ચરથી પણ શેરડી ઉગાડવાનું શરૂ કર્યું છે. મારા વિસ્તારમાં કેળાની ટીશૂ કલ્ચર ફર્મ છે. હું મારા ખેતરમાં શ્રેષ્ઠ શેરડી બનાવવા માંગુ છુ. ટીશૂ કલ્ચર જેમાં પાક રોગ મુક્ત થવાની ક્ષમતા છે. સુરેશ તેના આખા ખેતરમાંથી 100 સારી શેરડી પસંદ કરે છે, તેમાંથી 10 શેરડી સ્થાનિક લેબમાં લઈ જાય છે, જ્યાં વૈજ્ઞાનિકો શેરડી પસંદ કરે છે અને એક વર્ષમાં તેમાંથી પેશી બનાવે છે. સુરેશ સમજાવે છે, “આ માટે હું લેબને આશરે 8 હજાર રૂપિયા આપું છું, જે છોડ બનાવે છે, તેમને એફ 1 કહેવામાં આવે છે, એફ -1 અને એફ -2 શેરડીનું કદ નાનું છે, જેના કારણે ઉત્પાદન ઓછું થાય છે. તેથી જ એફ – 3 બનાવ્યા પછી, હું તે શેરડીનું બીજ બનાવું છું, જેનું પરિણામ ખૂબ જ સારું છે. આપણા મહારાષ્ટ્રિયન સંત તુકારામ મહારાજજીએ 350 વર્ષ પહેલાં કહ્યું હતું કે “જો બીજ સારું હોય તો તેના ફળ પણ મધુર હોય છે.”

તે કહે છે કે કોઈપણ પાક માટે જમીન અને સારા બીજ હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે, “હું આ બંનેને ખૂબ મહત્વ આપું છું. હું મારી શેરડીના બીજ જાતે તૈયાર કરું છું, હું સારી રીતે ખેતરની ખેડ, ખાતર અને પાણી વ્યવસ્થા કરી છું. “જેના કારણે સુરેશ બીજ માટે ખેતરમાં 9-10 મહિનાના સુધી રાખે છે અને મિલ માટે 16 મહિના સુધી શેરડીમાં ખેતરમાં રાખે છે. તેઓ કહે છે કે ખેડૂતે શેરડીના બીજ વાવવા ન જોઈએ. મહારાષ્ટ્રના ઘણા ખેડૂતો તેની તકનીકીઓ અપનાવી રહ્યા છે. છેલ્લા દસ વર્ષથી, તેઓએ શેરડીના પાંદડા સંપૂર્ણ રીતે સળગાવવાનું બંધ કર્યું છે, જેના કારણે તેમના ખેતરોમાં ઘણો સુધારો થયો છે અને તેમની જમીનમાં અળસિયાની સંખ્યા પણ મોટી માત્રામાં વધી રહી છે.

સુરેશ કબડેના ખેતી ક્ષેત્રેના આ પ્રયોગ અને પરિણામને ખેડુતો તેમજ કૃષિ વૈજ્ઞાનિકોએ માન્યતા આપી અને પ્રશંસા કરી છે. આ ખેતી પદ્ધતિ ક્રાંતિકારી શોધ સાબિત થઈ રહી છે. જેના કારણે ખેડુતો તેમના મર્યાદિત વિસ્તારની ખેતીમાં અનેકગણી વધુ આવક મેળવી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments