ચીની મહિલા હુઆંગ ગુઓશીયાન પેટની એક વિચિત્ર બિમારીથી પીડિત છે. છેલ્લા બે વર્ષમા પેટ એટલુ વધી ગયુ છે કે તેનુ પેટનુ વજન ૧૯ કિલો થઈ ગયુ છે. હુઆંગ કહે છે કે પેટ એટલુ ભારે લાગે છે કે તેને સૂવુ અને ચાલવુ મુશ્કેલ થઈ ગયુ છે. હુ બાળકોની સંભાળ રાખવામા પણ અસમર્થ છુ. પેટનુ કદ સતત વધી રહ્યુ છે. પેટમા દુખાવો દવાઓના કારણે બંધ થયો પણ પેટનો વધારો થતો અટક્યો નથી.
હુઆંગ બે બાળકોની માતા છે. તે કહે છે કે મારુ વજન ૫૪ કિલો છે આમા પેટનુ વજન ૧૯ કિલો છે. આ મારા શરીરનો ૩૬ ટકા હિસ્સો છે. હું છેલ્લા બે વર્ષથી તેનો સામનો કરી રહી છુ. બે વર્ષ પહેલા જ્યારે મને પેટમા દુખાવાની ફરિયાદ થઈ ત્યારે મને તબીબી સલાહ આપવામા આવી હતી. દવાઓ લેવાથી પેટમા દુખાવો ઓછો થયો છે પરંતુ વધતુ પેટ અટક્યુ નથી.
સોશિયલ મીડિયાના માધ્યમથી ત્રણ લાખ રૂપિયા ભેગા કર્યા હતા. આર્થિક સંકટથી પીડાતા હુઆંગની સારવાર ઘણા ડોકટરો દ્વારા કરવામા આવી હતી. પરંતુ હજી સુધી તેનો કોઈ ફાયદો થયો નથી. હવે તે દેશના મોટા ડોક્ટરો પાસેથી સારવાર લેવા માંગે છે. આ માટે તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટ જોતા લોકો આગળ આવ્યા અને લગભગ સાડા ત્રણ લાખ રૂપિયા ભેગા કર્યા. હુઆંગને આશા છે કે આટલા પૈસાથી તેની સારવાર શક્ય બનશે.
હુઆંગ કહે છે કે જ્યારે તે બહાર જાય છે ત્યારે લોકો તેને ગર્ભવતી મહિલા માને છે. સતત શારીરિક અને માનસિક તણાવને કારણે તે ગુસ્સે થઈ જાય છે. જ્યારે નિંદ્રા પૂર્ણ ન થાય ત્યારે સ્વભાવમા ચીડિયાપણુ વધી જાય છે. દાદા-દાદી ઘરના કામમા મદદ કરે છે. આશા છે કે હુ વહેલી તકે સ્વસ્થ થઈ જાય. હુઆંગ અગાઉ પણ લીવર સિરહોસિસ, અંડાશયના કેન્સર, ગીનાઈનના ટ્યુમરથી પીડાઈ ચુકી છે. તેની છાતી અને પેટમા પાણી એકઠુ થવાની વાત પણ સામે આવી છે. પરંતુ પેટનુ કદ વધારવાનુ કારણ જાણી શકાયુ નથી.