જાણો આ વ્યક્તિ વિષે કે જેને બાળપણમા બનેલી આ ઘટનાને લીધે તેની ઉંમર ને વધતી રોકી દીધી અને હવે તે બાળક જેવો લાગે છે.

222

જો તમે કોઈને પૂછશો કે તમે યુવાન દેખાવા માંગતા હો તો મારો વિશ્વાસ કરો કે જવાબ હા હશે. કોણ યુવાન દેખાવા માંગતો નથી. દરેક જણ ઈચ્છે છે કે તે જુવાન દેખાય અને આ લોકો માટે લાખોનો ખર્ચ. પરંતુ માણસને જુવાન દેખાવુ ખૂબ મોંઘુ થઈ રહ્યુ છે કારણ કે આને કારણે તે લગ્ન નથી થઈ શકતા.

ઝુ શેંગકાઇ ચીનના વુહાનમા રહે છે. તે ૩૪ વર્ષનો છે પરંતુ તેના ચહેરા પર દાઢી નથી અને તે ૩૪ વર્ષનો દેખાતો પણ નથી. તે બાળક જેવો લાગે છે અને તે પણ ૧૩-૧૪ વર્ષ ના હોય તેવુ. એટલું જ નહી ઝુ નો અવાજ પણ બાળકો જેવો છે. આવી સ્થિતિમાં લોકો તેમને બાળક માને છે. તે જ સમયે ઝુ ની ઉંમરના તમામ મિત્રોએ લગ્ન કરી લીધા છે. પરંતુ પરિપક્વ શરીર ન હોવાના કારણે ઝુ લગ્ન કરી શકતા નથી. ઝુ સલૂન ચલાવે છે.

જ્યારે ઝુ ૬ વર્ષનો હતો ત્યારે તેને માથામા ઈજા થઈ હતી. આ સમય દરમિયાન માથામા લોહી નીકળ્યુ ન હતુ, પણ તેને તાવ આવી ગયો હતો. આવી સ્થિતિમા તેના માતા-પિતા તેને હોસ્પિટલમા લઈ ગયા હતા. ત્યાં તપાસ કર્યા પછી ડોક્ટરે કહ્યુ કે ઝુના માથામા લોહીની ગંઠાઇ ગઈ છે.

જો કે ડોકટરોએ તેને શસ્ત્રક્રિયા બાદ દૂર કરી દીધી હતી. તે જ સમયે દરેકને લાગ્યુ કે હવે બધું બરાબર છે. તે જ સમયે જ્યારે ઝુ ૯ વર્ષનો હતો ત્યારે તેના માતા-પિતાને લાગ્યું કે તેની ઉંમર વધી રહી છે પરંતુ તે મુજબ તેનું શરીર વધતુ નથી. આવી સ્થિતિમા જ્યારે ઝુ ને ડોકટરો પાસે લઈ જવામા આવ્યો ત્યારે જાણવા મળ્યુ કે ઝુની પીયુશીકા ગ્રંથિને નુકસાન થયુ છે. તેથી તેમનો ચહેરો અને શરીર ઉંમર પ્રમાણે વધતુ નથી.

Previous articleકેવી રીતે થઈ હતી ફોન પર હેલો કહેવાની શરૂઆત? જાણો આ રસપ્રદ કહાની વિષે…
Next articleઅમેરિકાના આ ૯૦૦ લોકોએ આત્મહત્યા કરી હતી કે પછી હત્યા કરવામાં આવી હતી ,જાણો તેની પાછળ નું કારણ.