વિશ્વમાં ઘણી જગ્યાઓ છે જે રહસ્યોથી ભરેલી છે. પરંતુ આ રહસ્યોનુ રહસ્ય ઉકેલી શકાય તેવુ જરૂરી નથી. વિશ્વમાં આવા ઘણા રહસ્યમય ટાપુઓ અસ્તિત્વમા છે. અહી આવી ઘણી વસ્તુઓ છે જે ફક્ત સાંભળીને આશ્ચર્યજનક છે તેને જોવાનુ તો બહુ દૂરની વાત છે. તો ચાલો અમે તમને સ્કોટલેન્ડના એક રહસ્યમય ટાપુ વિશે જણાવીશુ.
સ્કોટલેન્ડમા એક આઇલેન્ડ છે જેને આઈનહેલો આઇલેન્ડ કહે છે. આ ટાપુ હૃદય આકારનુ છે અને તે પોતાની સુંદરતાથી દરેકને પોતાની તરફ ખેંચે છે. પરંતુ અહી વર્ષમા ફક્ત એક જ દિવસની મુલાકાત લેવાની મંજૂરી છે. મતલબ કે તમે વર્ષના ૩૬૫ દિવસમાંથી ૩૬૪ દિવસ અહી જઈ શકતા નથી.
આ ટાપુ એકદમ નાનો છે. આનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે તેને નકશા પર શોધવો ખૂબ મુશ્કેલ છે. આ ટાપુ વિશે ઘણી રહસ્યમય વાર્તાઓ છે. દંતકથાઓ અનુસાર આ ટાપુ ભૂત પ્રેતોનો છે. અહી દુષ્ટ આત્માઓનો વાસ છે. જો કોઈ વ્યક્તિ આ ટાપુની મુલાકાત લેવાનો પ્રયત્ન કરે છે તો પછી આ દુષ્ટ આત્માઓ આ ટાપુને હવામા અદૃશ્ય કરી દે છે.
એવુ કહેવામા આવે છે કે ઉનાળાની ઋતુમા પાણીમાંથી બહાર નીકળતા આ ટાપુ પર જળ પરી રહે છે . સ્કોટલેન્ડની હાઇલેન્ડ્સ યુનિવર્સિટીના પ્રોફેસર ડેન લીના જણાવ્યા અનુસાર લોકો અહી હજારો વર્ષો પહેલા રહેતા હતા. પરંતુ ૧૮૫૧ મા પ્લેગ રોગના ફેલાવાને કારણે અહી રહેતા લોકો ટાપુ છોડીને અન્યત્ર સ્થળાંતર કરી ગયા હતા. આ ટાપુ વિષે ઘણી બધી જાણકારી છે પરંતુ તે ક્યારે બન્યો અને કેવી રીતે બન્યો તેની માહિતી કોઈ પાસે નથી.પરંતુ આ વાતોમા કેટલો દમ છે તે જાણવુ થોડુ મુશ્કેલ છે.