કેનેડિયન ઉદ્યોગપતિ બ્લેક ડિંકિને એક કોફી બનાવી છે જેનો સ્વાદ જીભ ઉપર ચડી જાય તો તે કમાલ કરી જાય છે. પરંતુ આ વિશ્વની શ્રેષ્ઠ કોફી બનાવવાની રીત તમારા મનને ખરાબ કરી નાખશે. વિશ્વની સૌથી મોંઘી કોફીમાંની એક કોફી હાથીના છાણમાંથી બનાવવામા આવે છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર આ શ્રેષ્ઠ કોફીને બ્લેક આઇવરી કોફી કહેવામા આવે છે. એક કપ કોફીની કિંમત ૪૨૦૦ રૂપિયા છે. ચાલો આપણે જાણીએ કે જ્યારે હાથીઓ સૂક્ષ્મજીવાણુઓ અને પાંદડા ખાય છે ત્યારે સેલ્યુલેઝને કારણે તેમના છાણ માંથી નીકળેલા બીજોમા મીઠાસ આવી જાય છે.
લોકો ડીકીનના આ ઉત્પાદન પર ખુબ ચીડે છે. લોકો તેમની કોફીને ક્રેપ્પૂસિનો, બ્રૂ નંબર-૨, ગુડ ટુ લાસ્ટ ડ્રોપિંગ નામથી ચીડવે છે. પરંતુ તે તેના ઉત્પાદન વિશે ખૂબ જ ગંભીર છે અને આગળ તેના પર કામ કરી રહ્યો છે. આ કોફી વિશેની ખાસ વાત એ છે કે તેનો સ્વાદ ચા અને કોફી બંનેના મિશ્રણ જેવો છે.
આ કોફી થાઇલેન્ડના ગોલ્ડન ટ્રાયંગલ એશિયન હાથીના છાણા માંથી મળે છે. ૩૪ કિલો બીનમાંથી એક કિલોગ્રામ કોફી બનાવવામા આવે છે. તમે અનુમાન લગાવી શકો છો કે તે કેટલી ખર્ચાળ હશે. તે ફાઇવ સ્ટાર હોટલો અને શ્રેષ્ઠ રિસોર્ટ્સમા જોવા મળે છે.