કળિયુગ વિશે ઘણી વસ્તુઓ ધાર્મિક ગ્રંથો અને પૌરાણિક કથાઓમા વર્ણવવામા આવી છે. કળિયુગના અંત વિશે વિવિધ બાબતો કહેવામા આવે છે. ધરતી ઉપર મહા પ્રલય આવવાની વાત નંદી દેવતાના જીવિત હોવા ઉપર નિર્ભર છે. એવુ કહેવામા આવે છે કે કળિયુગના અંતે માત્ર નંદી મહારાજ જીવંત થશે અને પૃથ્વીનો નાશ થશે. કદાચ આ જ કારણ છે કે દેશમા આ સ્થાન ઉપર રહેલ નંદીદેવ આ સ્થળે ધીરે-ધીરે વધી રહ્યા છે.
આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં યાંગતી ઉમા મહેશ્વર મંદિર છે. અહી નંદી દેવની પ્રતિમા છે અને આશ્ચર્યજનક વાત એ છે કે આ પ્રતિમાની આકૃતિ રહસ્યમય રીતે સતત વધી રહી છે. આને કારણે કુર્નૂલ જિલ્લાનુ આ મંદિર ખૂબ પ્રખ્યાત છે. અહી સ્થાપિત નંદી મહારાજ ૨૦ વર્ષે એક ઇંચ જેટલા વધે છે.
પહેલા મંદિરમા આવતા ભક્તો નંદીની પરિક્રમા ખૂબ જ સરળતાથી કરતા હતા પરંતુ હવે તેમ કરવુ શક્ય નથી. મૂર્તિની વધતી આકૃતિને ધ્યાનમા રાખીને મંદિરના વહીવટી વિભાગની તરફથી એક આધારસ્તંભ દૂર કરવામા આવ્યો જેથી સ્થળે વધારે જગ્યા થઈ શકે.
તે ૧૫ મી સદીમા સંગમા વંશના રાજા હરિહર બુક્કા દ્વારા બનાવવામાં આવ્યુ હતુ. એવુ કહેવામાં આવે છે કે અગસ્થ્ય ઋષિ આ સ્થળે વેંકટેશ્વર ભગવાનનુ મંદિર બનાવવા માંગતા હતા પરંતુ મૂર્તિ સ્થાપના દરમિયાન મૂર્તિના એક પગના નખ તૂટી ગયા હતા. આ બનવા પાછળનુ કારણ શોધવા માટે વિક્ષેપિત થયેલ ઋષિ અગત્સ્યએ શિવની તપશ્ચર્યા કરી અને આ પરિણામે ભોલેનાથના આશીર્વાદથી ઋષિ અગત્સ્યએ મંદિરમા ઉમા મહેશ્વર અને નંદિની સ્થાપના કરી હતી.
હવે હાલના સમયમા નંદીદેવની મૂર્તિનુ સતત વધતા કદને ધ્યાનમા રાખીને પુરાતત્ત્વ વિભાગે તેના પર સંશોધન કર્યું હતુ. એવુ જાણવા મળ્યુ હતુ કે નંદીદેવની મૂર્તિ બનાવવા માટે વપરાયેલા પથ્થર સતત વધતા જાય છે. આ તે પથ્થરનો સ્વભાવ છે. હવે આપણે મંદિરના બીજા રહસ્ય વિશે વાત કરીએ.
મંદિરના સંકુલમા એક નાનુ તળાવ છે જે પુષ્કરીણી નામ તરીકે પ્રખ્યાત છે. આમા નંદીના મોંમાંથી પાણી સતત પડતુ રહે છે. પાણી ક્યાંથી આવે છે તે આજ સુધી કોઈને ખબર નથી. લોકો કહે છે કે ઋષિ અગત્સ્યએ આ પુષ્કરિણીમા સ્નાન કરીને મહાદેવની પૂજા કરી હતી. આટલું જ નહી મંદિરની મુલાકાત લેતી વખતે બીજી એક ચોંકાવનારી બાબત બહાર આવશે.મંદિર પરિસરમા એક કાગડો જોવા મળશે. માન્યતાઓ અનુસાર ઋષિ અગત્સ્યએ કાગડાને મંદિરમા ક્યારેય ન આવવા શ્રાપ આપ્યો હતો. કાગડાઓનો અવાજ પોતાની તપસ્યામા કોઈ ખલેલ ન પહોંચાડે તે માટે તેણે આ કામ કર્યું હતુ.