આત્મવિશ્વાસનો અર્થ છે “પોતાના પર વિશ્વાસ કરવો.” આપણા જીવનમાં આત્મવિશ્વાસ એટલો જ મહત્વપૂર્ણ છે જેટલી ફૂલમાં સુગંધ મહત્વની હોય. આત્મવિશ્વાસ વિના, આપણું જીવન જીવંત શબ જેવું બની જાય છે. વ્યક્તિ ગમે તેટલો પ્રતિભાશાળી હોય, પણ તે આત્મવિશ્વાસ વિના કંઈ પણ કરી શકતો નથી. આત્મવિશ્વાસ એ સફળતાનો પાયો છે, આત્મવિશ્વાસ ન હોવાના કારણે વ્યક્તિ તેના દ્વારા કરવામાં આવેલા કાર્યો પર શંકા કરે છે અને નકારાત્મક વિચારોની જાળમાં ફસાઈ જાય છે. આત્મવિશ્વાસ તેવા વ્યક્તિ પાસે હોય છે જે પોતાની જાતથી સંતુષ્ટ હોય છે આત્મવિશ્વાસ માટે દ્રઢ નિશ્ચય, સખત મહેનત, ધ્યાન, હિંમત, પ્રતિબદ્ધતા વગેરે ગોનો હોવા જરૂરી છે.
આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો.
1. તમારી જાત પર વિશ્વાસ કરો, લક્ષ બનાવો અને તે લક્ષ પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ થાઓ. જ્યારે તમે તમારા લક્ષ્યોને પૂર્ણ કરો છો, ત્યારે તે તમારો આત્મવિશ્વાસ વધારી દે છે.
2. એવા લક્ષ્યો બનાવો કે જે તમે પ્રાપ્ત કરી શકો. કારણ કે ઘણી વાર તમે એવા લક્ષ્યો કરો છો જે તમે પૂર્ણ કરી શકતા નથી, તો તે તમારા આત્મવિશ્વાસને ઘટાડે છે અને તમારો વિશ્વાસ ઓછો થાય છે. લક્ષ્યાંક વાસ્તવિક હોવા જોઈએ જેથી તેને પૂર્ણ કરી શકાય.
3. ખુશ રહો, પોતાને પ્રોત્સાહિત કરો, નિષ્ફળતાથી દુઃખી ન થાઓ અને તેમાંથી શીખો કે “અનુભવ હંમેશા ખરાબ અનુભવથી જ આવે છે”
4. હંમેશાં સરળ કામ પહેલા કરો અને ત્યાર બાદ મુશ્કેલ કાર્ય કરો. કારણ કે તમે પહેલા સરળ કાર્યો કરો છો, ત્યારે સરળતાથી થઈ જાય છે અને આત્મવિશ્વાસ વધે છે જેના કારણે મુશ્કેલ કાર્યો પણ સરળ થઈ જાય છે.
5. હકારાત્મક વિચારો, નમ્ર બનો અને સારા કાર્યથી દિવસની શરૂઆત કરો.
6. આ દુનિયામાં કંઇપણ કાર્ય અશક્ય નથી. આત્મવિશ્વાસનો સૌથી મોટો દુશ્મન એ છે કે કોઈ પણ કાર્ય કરવામાં નિષ્ફળતા થવાનો “ડર” છે. ડરને દૂર કરવા માટે તમને જે કાર્યમાં ડર લાગે છે તે કાર્ય પહેલા કરો.
7. “લોકો શું કહેશે તે સૌથી મોટો રોગ છે”. મોટાભાગના લોકો કોઈ પણ કાર્ય કરતા પહેલા ઘણી વાર વિચારે છે કે તે કાર્ય કરીને લોકો તેમના વિશે શું કહેશે. તેથી તેઓ કોઈ નિર્ણય લેવામાં અસમર્થ થાય છે અને વિચારતા જ રહે છે અને સમય તેમના હાથમાંથી પાણીની જેમ પૂરો થઈ જાય છે. આવા લોકો હંમેશાં ડરમાં રહે છે અને પાછળથી અફસોસ કરે છે. તેથી, મિત્રો વધુ ન વિચારો, તમને જે યોગ્ય લાગે તે કરો, કારણ કે ભાગ્યે જ કોઈ કાર્ય હશે જે બધા લોકોને ગમે.
8. સાચું બોલો, પ્રમાણિક બનો, ધૂમ્રપાન ન કરો, પ્રકૃતિ સાથે જોડાવ, સારું કામ કરો, જરૂરિયાતમંદ લોકોને મદદ કરો. કારણ કે આવી ક્રિયાઓ તમને હકારાત્મક શક્તિ આપે છે, બીજી તરફ, ખોટી ક્રિયાઓ અને ખરાબ ટેવો આત્મવિશ્વાસ ઘટાડે છે.
9. જે કામ તમને પસંદ છે તે કામ કરો અને તમારી કારકિર્દીને તે દિશામાં આગળ વધારો કે જેમાં તમને રુચિ છે.
10. સારુ જુઓ અને તમારી ડ્રેસિંગ સેન્સને સુધારો. બીજાની દેખાદેખી ન કરો. જે તમને આરામદાયક લાગે તે કપડાં પહેરો. ઓછા કપડાં ખરીદો પણ સારા ખરીદો.
11. વ્યવહારકુશળ બનો અને હંમેશા નમ્રતા અને સ્મિતની સાથે વ્યવહાર કરો. આનાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને તે તમારા સારા મિત્રોની સંખ્યા પણ વધારશે. સારા મિત્રો હંમેશાં મદદ કરવા માટે તૈયાર હોય છે અને તે હંમેશા તમારી ખુશી દુ:ખમાં તમારી સાથે હોય છે.
12. પ્રેરક સેમિનારોમાં ભાગ લેવો, ટેલિવિઝન પ્રોગ્રામ્સ અથવા વિડિઓઝ જુઓ જે તમને પ્રેરણા આપે અથવા પ્રોત્સાહન આપે. પુસ્તકો, સ્વ-સુધારણા અને વ્યક્તિગત વિકાસના પ્રેરણાત્મક લેખો વાંચો. આવા પ્રેરણાદાયી લેખ અને પુસ્તકો આપણા મગજને તાજું કરી દે છે.
13. વર્તમાનમાં જીવો કારણ કે આપણી પાસે ભૂતકાળ કે ભવિષ્યકાળનું નિયંત્રણ નથી.
14. હકારાત્મક વિચારો, સારા મિત્રો બનાવો, બાળકોની સાથે મિત્રતા બનાવો અને આત્મચિંતન કરો.
15. ધ્યાન, યોગ અને પ્રાણાયામ કરો. તમારા માટે સમય કાઢો અને થોડા સમય માટે એકાંતમાં બેસો. તમારી સાથે વાત કરો અને અનુભવો કે તમે એક સારા વ્યક્તિ છો.
16. તમારી સફળતાઓને યાદ કરો અને કલ્પના કરો કે તમે બધું જ કરી શકો છો અને તમારા માટે કંઈ પણ અશક્ય નથી.
17. હંમેશા ચિંતા મુક્ત રહેવાની આદત પાડો, સર્જનાત્મક વિચારો અને કંઈક નવું કાર્ય કરતા રહો. સંગીત સાંભળવા, વગાડવા અથવા રચનાત્મક કાર્ય કરવા માટે દિવસમાં થોડો સમય કાઢો.
18. આત્મનિર્ભર બનો અને શક્ય તેટલું તમારુ કાર્ય જાતે જ કરવાનો પ્રયાસ કરો. આત્મનિર્ભરતાથી તમારો આત્મવિશ્વાસ વધે છે.
19. એવા કાર્ય પર વિચારવાનું બંધ કરો કે જેના પર આપણે નિયંત્રણ રાખતા નથી. “જો તમે તે વાતો અથવા પરિસ્થિતિઓના કારણે દુઃખી થાઓ છો કે જે તમારા નિયંત્રણમાં નથી, તો પછી આ સમયનો બગાડ થાય છે અને ભવિષ્યનો અફસોસ થાય છે જે તમારા આત્મવિશ્વાસ ને દૂર કરે છે.
20. દ્રઢ નિશ્ચ્ય:- તમારે તમારા લક્ષ ની સાથે વળગી રહો. સખત મહેનતથી સૌથી મુશ્કેલ કાર્ય સરળ બને છે. જો તમે લક્ષ્ય સિદ્ધ કરવા માંગતા હો, તો તમારે તેની વચ્ચે આવતા અવરોધોને દૂર કરવા પડશે. તેના માટે તમારે સખત મહેનત કરવી પડશે અને દ્રઢ નિશ્ચ્ય કરવો પડશે.
“અસફળ લોકો માટે ટકી રહેવાનું એકમાત્ર સાધન એ છે કે મુશ્કેલીની સ્થિતિમાં તેઓ તેમના લક્ષ્યોમાં ફેરફાર કરે છે.” જો તમે સફળ થવા માંગતા હો, તો તમારા લક્ષ્યોને વારંવાર બદલવાને બદલે પૂરા કરવાની ટેવ બનાવો. જો તમે તમારા લક્ષ્ય તરફ નિર્ધારિત નથી, તો તમારો આત્મવિશ્વાસ ઘટે છે છે.