Homeઅજબ-ગજબએશિયાનો આ સૌથી નાનો દેશ, જેની રસપ્રદ બાબતો વિષે જાણીને તમે થઈ...

એશિયાનો આ સૌથી નાનો દેશ, જેની રસપ્રદ બાબતો વિષે જાણીને તમે થઈ જશો આશ્ચર્યચકિત…

વિશ્વમાં એવા ઘણા દેશો છે, જે ખૂબ જ નાના છે અને ત્યાંની વસ્તી પણ ખુબ જ ઓછી છે. જોકે યુરોપ ખંડમાં સ્થિત ‘વેટિકન સિટી’, વિશ્વનો સૌથી નાનો દેશ માનવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે, એશિયા ખંડમાં સૌથી નાનો દેશ કયો છે? હિંદ મહાસાગરમાં વસેલો આ દેશ ખૂબ જ સુંદર અને નાનો છે. તે શ્રીલંકાથી લગભગ 983 કિમીના અંતરે સ્થિત છે જ્યારે ભારત લક્ષદ્વિપથી 793 કિ.મી દૂર સ્થિત છે. તો ચાલો જાણીએ આ દેશ વિશેની ખાસ અને રસપ્રદ વાતો, જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો.

આ દેશનું નામ “માલદીવ” છે. વર્ષ 1965 માં, તેને અંગ્રેજોથી આઝાદી મળી હતી. સૌથી પહેલા ભારતે જ આ દેશને માન્યતા આપી હતી. માલદીવને 11 નવેમ્બર, 1968 ના રોજ, 853 વર્ષ જુની રાજાશાહીને નાબૂદ કરીને પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું. તે એશિયા ખંડમાં વસ્તી અને ક્ષેત્ર બંનેમાં સૌથી નાનો દેશ છે. 2016 ની વસ્તી ગણતરી મુજબ અહીંની કુલ વસ્તી લગભગ ચાર લાખ 28 હજાર છે.

ખરેખર માલદીવ એક ટાપુ છે. અહીં કુલ 1,192 ટાપુઓ છે, જેમાંથી ફક્ત 200 ટાપુઓ પર જ સ્થાનિક વસાહત છે, જ્યારે કેટલાક ટાપુ પ્રવાસીઓ માટે છે, જ્યાં સુંદર રીસોર્ટ અને હોટલ બનાવવામાં આવી છે. એક અનુમાન મુજબ દર વર્ષે લગભગ 6 લાખ પ્રવાસીઓ માલદીવની મુલાકાતે આવે છે.

માલદીવ એક મુસ્લિમ દેશ છે. જો કે, પહેલેથી જ આવું ન હતું. આ દેશ 12 મી સદી સુધી હિન્દુ રાજાઓ હેઠળ રહ્યો હતો, પરંતુ પાછળથી તે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર બન્યું અને ધીમે ધીમે સમય જતાં તે સંપૂર્ણપણે મુસ્લિમ વસ્તીમાં પરિવર્તિત થઈ ગયો. અહીંની સૌથી મહત્વની વાત એ છે કે, કોઈ પણ ગેર મુસ્લિમ વ્યક્તિ માલદીવનો નાગરિક બની શકતો નથી.

માલદીવ પૃથ્વી પરના બધા દ્વિપિય દેશોમાંથી સૌથી નીચે સ્થિત દેશ છે. તે દરિયાની સપાટીથી માત્ર 1.5 મીટર ઉપર છે. જો ક્યારેકે સુનામી આવે, તો આ દેશ ડૂબી જવાની સંભાવના સૌથી વધારે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, વિશ્વની પ્રથમ અંડરવૉટર કેબિનેટ બેઠક માલદીવમાં જ આયોજિત કરવામાં આવી હતી. વર્ષ 2009 માં રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે આ બેઠકની અધ્યક્ષતા કરી હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments