Homeઅજબ-ગજબભારતમાં આવેલું છે એશિયાનું આ સૌથી સ્વચ્છ ગામ, જ્યાં બિલકુલ પણ નથી...

ભારતમાં આવેલું છે એશિયાનું આ સૌથી સ્વચ્છ ગામ, જ્યાં બિલકુલ પણ નથી થતો પ્લાસ્ટિકનો ઉપયોગ…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા વર્ષો પહેલા સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી. આ મિશન દ્વારા વડા પ્રધાને દેશને સ્વચ્છ બનાવવા માટે એક ઝુંબેશ ચલાવ્યો હતો. આ મિશનની દેશમાં ખૂબ વ્યાપક અસર પડી હતી. પરંતુ દેશમાં એક એવું સ્થળ છે જ્યાં આ અભિયાનની કોઈ જરૂર જ નથી, આ ગામ પહેલેથી જ સ્વચ્છતાના સંદર્ભમાં એક ઉદાહરણ પૂરું પાડે છે. આ ગામનું નામ “મોલીનૉગ્ન” છે અને તે મેઘાલયની પૂર્વ ખાસી હિલ્સમાં સ્થિત છે. તો ચાલો આજે જાણીએ આ સ્થળ વિશેની વિશેષ વાતો…

આ ગામની સુંદરતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે તેને ભગવાનનો બગીચો કહેવામાં આવે છે. આ ગામ ઘણા વર્ષોથી સ્વચ્છતા માટે જાણીતું છે. આ ગામમાં વૃક્ષોના મૂળ અને લાકડાંમાંથી પુલ બનાવવામાં આવ્યા છે. આ પુલો ખુબ જ સુંદર છે અને તે ટ્રેકિંગ માટે પણ વિશેષ છે.

આ સુંદર ગામમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થતો જ નથી. અહીં વાંસથી બનેલી કચરાપેટીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ગામમાં લોકો માલ-સામાનની હેરફેર માટે કાપડથી બનેલી બેગનો ઉપયોગ કરે છે. અહીંનાં બાળકો પણ સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખે છે.

આ ગામના બધા લોકો શિક્ષિત છે. આ એક આદર્શ ગામ છે. અહીં લોકો ખાતર બનાવવા માટે ખાડામાં કચરો એકત્રિત કરે છે. આ ગામ મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પણ રજૂ કરે છે. અહીં બાળકોને માતાની અટક મળે છે અને વારસાગત સંપત્તિ માતા દ્વારા ઘરની સૌથી નાની પુત્રીને આપવામાં આવે છે.

આ ગામ ઝરણાં, ટ્રેક, લીવીંગ રુટ બ્રિજ અને ડોકી નદી માટે પ્રખ્યાત છે. આ સ્થાનની પ્રાકૃતિક સુંદરતા ખુબ જ જોવા મળે છે. આ ગામમાં ઘણા રંગબેરંગી ફૂલોના બગીચા પણ છે જે સ્થળની સુંદરતામાં વધારો કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments