જાણો ચોમાસામાં કેટલી અલગ-અલગ જાતની કેરીઓ આવે છે.

554

આપણા દેશમા ઘણા પ્રકારના કેરી જોવા મળે છે. ભારતમા અનેક પ્રકારની કેરીઓ છે જેને ફળોનો રાજા કહેવામા આવે છે. અલગ-અલગ નામોથી મળવાવાળી કેરીઓ વિવિધ નામોથી લઇને સ્વાદમા ઘણો ફરક છે. કેરીની કેટલીક પ્રજાતિઓ દશેરી, લંગડા, ચૌસા વગેરે જેવા ખૂબ પ્રખ્યાત છે. કેરીની બીજી એક રમુજી વાત એ છે કે કેરી વિશે બધા લોકોની અલગ-અલગ પસંદગીઓ હોય છે. તો ચાલો જાણીએ કેરીની કેટલીક વિશેષ જાતો વિશે.

૧) માલદા કેરી :- માલદા કેરીનુ નામ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના નામ ઉપરથી પડ્યુ છે. આ કેરીને ફાજલી પણ કહેવામા આવે છે. વિદેશી દેશોમા આ કેરીની માંગ છે તેથી આ કેરી વધુ નિકાસ થાય છે.

૨) ચૌસા કેરી :- ચૌસા કેરી એ સૌથી લોકપ્રિય કેરીની જાત છે. આ કેરી લીલા અને પીળા રંગની હોય છે અને તેનો સ્વાદ ભૂલી શકાતો નથી. તે સામાન્ય રીતે ઉનાળાની સિઝનના અંતે અને વરસાદની શરૂઆતમા બજારોમા ઉપલબ્ધ હોય છે.

૩) દશેહરી કેરી :- ભારતના ઉત્તરીય ભાગોમા સામાન્ય રીતે ઉગાડવામા આવતી દશેહરી કેરી તેના રસદાર સ્વાદ માટે પ્રખ્યાત છે. આ કેરીની ખેતી યુપીમા થાય છે. લખનૌની આજુબાજુના ગામો જેવા કે કાકોરી, નંદી, ફિરોઝપુર, માલિહાબાદમાં તેનુ ઉત્પાદન કરે છે.

૪) હાફૂસ કેરી :- હાફૂસને અલફાસો તરીકે પણ ઓળખવામા આવે છે. તે તેની મીઠાશ અને સ્વાદ માટે ખૂબ પ્રખ્યાત છે અને તેની આંતરરાષ્ટ્રીય બજારમા ખૂબ માંગ છે. આપણા દેશમા જોવા મળતી કેરીઓમા કેસરી રંગની હાફૂસ કેરી બધી કેરી કરતા મોઘી હોય છે. તે મુખ્યત્વે મહારાષ્ટ્રના સિંધુદુર્ગના રત્નાગીરી, દેવગઢ અને રાયગઢ જિલ્લાઓમા ઉગાડવામા આવે છે.

૫) લંગડા કેરી :- લંગડા કેરીને વધુ પસંદ કરવામાં આવે છે. તે સૌથી લોકપ્રિય કેરીમાંથી એક છે. લંગડા કેરીની વાત કરીએ તો તેને યુપીમા વધુ ઉગાડવામા આવે છે.

૬) કેસર કેરી :- આ કેરીનુ નામ કેસર રાખવામા આવ્યુ કારણ કે તેમા કેસર જેવી સુગંધ આવે છે. તેની ખેતી ગીર અભ્યારણ્યની આસપાસમા થાય છે. કેસર મોટાભાગે અમરેલી અને જૂનાગઢ જિલ્લામા ઉગાડવામા આવે છે.

૭) હિંમસાગર કેરી :- હિંમસાગર કેરી બંગાળના મુર્શિદાબાદ વિસ્તારની છે અને તે દેખાવમા પીળા રંગની અને મધ્ય કદની હોય છે. આ કેરી ખૂબ ટૂંકા ગાળા માટે મળી આવે છે એટલે કે મેથી જૂન સુધી.

૮) બદામી કેરી :- બદામી કેરીને કર્ણાટકના અલફાન્સો તરીકે પણ ઓળખવામા આવે છે. તે તેની તાજગી માટે જાણીતું છે. જ્યૂસ કંપનીઓ આ કેરીનો રસ કાઢીને વેચાણ કરે છે.

૯) તોતાપુરી કેરી :- પોપટ જેવા રંગ અને આકારના કારણે આ કેરીનુ નામ તોતાપુરી રાખવામા આવ્યુ છે. આ કેરી અથાણા અને સલાડના રૂપમા વધુ પસંદ કરવામા આવે છે. તે મુખ્યત્વે આંધ્રપ્રદેશથી આવે છે.

૧૦) બંગાનપલ્લી કેરી :- સફેદા, બેનિશાન અથવા બંગાનપલ્લી કેરી તમે તેને કોઈપણ નામથી બોલાવી શકો છો. આ કેરીનો રંગ પીળો અને સ્વાદમા ઉત્તમ છે. તેનું ઉત્પાદન આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામા થાય છે.

૧૧) પાયરી કેરી :- તે સીઝનની શરૂઆતથી જ સામાન્ય બજારમા ઉપલબ્ધ થાય છે. તે ખૂબ જ રસદાર હોય છે.

૧૨) મલ્લિકા કેરી :- પોતાના અસાધારણ મીઠા સ્વાદ માટે પ્રખ્યાત મલ્લિકા કેરી દશેરી અને નીલમની એક વર્ણસંકર વિવિધતા છે. તે જૂન અને જુલાઈની વચ્ચે બજારમા ઉપલબ્ધ હોય છે.

Previous articleજાણો ઓડીશાના આ ૭ સૌથી સુંદર અને રમણીય બીચ વિશે.
Next articleજાણો ગુજરાતના આ પ્રખ્યાત અને મુખ્ય ધાર્મિક સ્થળ વિશે કે જેની સાથે પ્રાચીન કથા જોડાયેલી છે.