Homeહેલ્થસુપરફૂડ અળસી નું વધારે પડતું સેવન કરી શકે છે તમને બીમાર.

સુપરફૂડ અળસી નું વધારે પડતું સેવન કરી શકે છે તમને બીમાર.

પોષકયુકત ફૂડ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. તેથી સમય સમય પર અમે તમને તેના ફાયદા અને ઉપયોગની પદ્ધતિઓ વિશે જણાવીએ છીએ જેથી તમે તેનુ સેવન કરીને તમારા આરોગ્યની સંભાળ લઈ શકો. થોડા દિવસો પહેલા અમે તમને સુપરફૂડ અળસીના ફાયદા વિશે જણાવ્યુ હતુ. તેમા ફાયબર, એન્ટી ઓક્સિડેન્ટ્સ, વિટામિન બી, આયર્ન અને પ્રોટીન ઉપરાંત ઓમેગા -૩ ફેટી એસિડ પુષ્કળ પ્રમાણમા હોય છે જે આપણને વજન ઘટાડવામા, રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામા અને કોલેસ્ટ્રોલને નિયંત્રણમા રાખવામા મદદ કરે છે અને આપણને કેન્સર અને ડાયાબિટીઝથી પણ સુરક્ષિત રાખે છે. આ સિવાય તે તમારી ત્વચા અને વાળ માટે પણ ખૂબ સારુ છે.

પરંતુ આજે અમે તમને આ બીજના નુકસાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમે વિચારતા જ હશો કે આપણે કયા વિશે વાત કરી રહ્યા છીએ? જે સ્વાસ્થ્ય માટે ખૂબ સારુ છે તે બીજથી શું નુકસાન થઈ શકે છે? તો ચાલો તમને જણાવી દઈએ કે કોઈ પણ વસ્તુના વધુ વપરાશથી નુકશાન થઈ શકે છે. જો તમે અળસીનુ મોટા પ્રમાણમા સેવન કરો છો તો તે તમને નુકસાન પહોંચાડી શકે છે.

હા, અળસી સ્વાસ્થ્ય માટે ઘણી સારી છે આપણે આ વાત જાણીએ છીએ પરંતુ તેનુ સેવન કેટલા પ્રમાણમા કરવુ જોઈએ? મોટાભાગના લોકો આ વાતથી અજાણ છે. તેથી અળસીના સંપૂર્ણ લાભ મેળવવા માટે તેઓ તેનો ઉપયોગ જરૂર કરતા વધુ કરે છે. પરંતુ તે જાણતા નથી કે વધારે અળસી ખાવાથી તેમના સ્વાસ્થ્યને નુકસાન થાય છે.

વધારે અળસી ખાવાથી સ્વાસ્થ્યને શું નુકસાન થાય છે? આ વિશે માહિતી મેળવવા માટે અમે શાલીમારની ફોર્ટિસ હોસ્પિટલના ડાયેટીશયન સિમરન સૈની સાથે વાત કરી. પછી તેમણે અમને તેના વિશે વિગતવાર જણાવ્યુ.
ડાયેટિશિયન સિમરન સૈની કહે છે કે અળસીને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામા આવે છે કારણ કે તેમા ઓમેગા-૩ ફેટી એસિડ્સનો ભાગ હોય છે. પરંતુ તેનુ વધુ પડતુ સેવન કરવાથી ડિસલિપિડેમિયા થઈ શકે છે.

લિપોપ્રોટીનના ચયાપચયમા ગડબડને કારણ ડિસલિપિડેમિયામાની સમસ્યા થાય છે. જેમા લિપોપ્રોટીન ખૂબ વધારે અથવા ખૂબ ઓછુ બને છે. હાઈ બ્લડ પ્રેશર અને ડિસલિપિડેમિયાની એક સાથેની હાજરી રક્તવાહિનીઓના એન્ડોથેલિયમ ઉપર ખરાબ અસર કરે છે જે મુખ્યત્વે હૃદય રોગનુ કારણ બને છે. આ ઉપરાંત બીજમા વધુ પડતા રેસા આંતરડાને નુકસાન પહોંચાડે છે કારણ કે મોટાભાગના લોકો જાણતા નથી કે વધારે ફાઇબર લેવાથી વધારે પાણી પીવુ ખૂબ મહત્વનુ છે.

વધુ અળસી ખાવાના ગેરફાયદા :-

૧) અળસી ફાઈબરથી સમૃદ્ધ હોવાને કારણે પાચકતંત્રને અવરોધિત કરી શકે છે, જે અમુક દવાઓ અને પૂરક તત્વોના શોષણને રોકી શકે છે.

૨) અળસી ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલ કરવામા મદદ મળે છે, પરંતુ જો તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય અથવા તમે કોઈ દવાઓ લેતા હશો તો તેમા મુશ્કેલીઓ પેદા કરી શકે છે.

૩) આના વધુ પડતા સેવનથી અતિસાર, ચીડિયાપણુ અને આંતરડામા સિંડ્રોમ પણ થઈ શકે છે. આંતરડાની સમસ્યાઓથી પીડિત મહિલાઓએ અળસીનુ સેવન કરવાનુ ટાળવુ જોઈએ.

૪) અમે પહેલેથી જ કહ્યુ છે કે પૂરતા પ્રવાહી વિના અળસીનુ વધુ પડતુ સેવન આંતરડામા અવરોધ પેદા કરી શકે છે. સ્ક્લેરોડર્માના દર્દીઓ માટે આ ખાસ કરીને જોખમી હોઈ શકે છે. તેથી, નિષ્ણાતની સલાહ વિના તેનુ સેવન ન કરવુ જોઈએ.

૫) અળસી પોતાની એસ્ટ્રોજન જેવી અસરને લીધે માસિકને પ્રેરિત કરે છે, તેથી સગર્ભા સ્ત્રીઓને તે ખાવાની મનાઈ હોય છે.

૬) જો તેનુ સેવન મોટા પ્રમાણમા કરવામા આવે તો ઘણા લોકોને તેની એલર્જી થઈ શકે છે. જો તેને વધુ પ્રમાણમા ખાવામા આવે તો ખંજવાળ, સોજો, લાલાશ, પિત ,ઉલટી અને ઉબકાની ફરિયાદ રહે છે તેથી અળસીને વધુ પડતા પ્રમાણમા ન લેવી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments