Homeજાણવા જેવુંજાણો આ બીચ વિષે કે જેની સુંદરતા જોઇને તમે ત્યાં ફરવા જવાનું...

જાણો આ બીચ વિષે કે જેની સુંદરતા જોઇને તમે ત્યાં ફરવા જવાનું રોકી નહિ શકો.

ઘણી વાર કેરેબિયન, માલદીવ, ફીજી, શેસલ્સ વગેરે જેવા ખૂબસુરત બીચ ડેસ્ટિનેશન લાગે છે, પરંતુ શું તમે જાણો છો કે આ સુંદર બ્લુ પાણીના સમુદ્ર વિસ્તારોમાંથી એક બીચ ઇન્ડિયામા પણ છે. તે ગોવામા નથી અને તે આખા વિશ્વમા પ્રખ્યાત છે. વિશ્વાસ કરો કે તમે આ બીચની સુંદરતા જોઈને તમે ચોંકી જશો. આ અંદમાનનો રાધાનગર બીચ છે જેને ઘણી વાર ટોપ ૧૦ ની યાદીમા સામેલ કરવામા આવ્યો છે. તમે હજી સુધી અહી મુસાફરી કરી શકયા નથી તેમ છતા તેને તમારી મુસાફરીની સૂચિનો એક ભાગ બનાવી શકાય છે.


અંદમાન નો રાધાનગર બીચ દુનિયાના ૧૦ સૌથી સુંદર બીચની યાદીમા જોવા મળે છે. આ વર્લ્ડ ટ્રાવેલર્સ ચોઇસ એવોર્ડ-વિનિંગ બીચની ટ્રીપ એડવાઇઝરની સૂચિ હતી. આટલુ જ નહી ૨૦૧૮ મા તેને ‘એશિયાના ટોપ ૧૦ બીચ’ ની યાદીમા પ્રથમ નંબર મળ્યો હતો. ટાઇમ મેગેઝિન વિશ્વનો સાતમો સૌથી સુંદરબીચ ગણે છે.

હવે તમે સમજી જ ગયા હશો કે આ બીચ કેટલો સુંદર હશે અને તે વિશ્વભરના પ્રવાસીઓનુ આકર્ષણનુ કેન્દ્ર કેમ બની રહ્યુ છે. આ સફેદ રેતીનો બીચ તમને વિદેશ જેવી સુંદરતા આપશે. અહી ફીરોઝી કલરનુ પાણી છે અને અહી પર્યટકોની બહુ ભીડ જોવા નહી મળે.

તે અંદમાનના વિજયનગર બીચ અને ડોલ્ફિન યાત્રી નિવાસથી ૭ કિલોમીટર દૂર છે. જો તમે આંદામાનની સફરની યોજના કરી રહ્યા છો તો અહી જવાનુ ભૂલશો નહી.તમારી સફર યાદગાર રહેશે. આંદમાનના હેવેલોક આઇલેન્ડથી ૧૨ કિલોમીટર દૂર છે અને અહીં તમે ચારે બાજુ ઝાડ, પાણી અને સુંદર રેતી જોશો. અહી આવીને આરામ કરવાની વાત જ અલગ છે. પ્રવાસીઓ અહી સૂર્યોદય અને સૂર્યાસ્તની મજા માણવા આવે છે અને ઘણી પ્રવૃત્તિઓ પણ કરે છે.

એડવેન્ચર ટુરીઝમ માટે ઘણી સારી જગ્યા છે. જો તમે આ સ્થાન વિશે સાંભળ્યુ નઈ હોય તો જાણ્યા પછી તમને ચોક્કસપણે અહી જવાનુ મન થશે. આ બીચ નજીક એક જંગલ પણ છે જે ફિલ્મના સેટ જેવુ લાગે છે.જો તમે અંદમાનની ફ્લાઇટ લીધી હોય અને પોર્ટ બ્લેરમા હોવ તો અહીંથી તમે સી પ્લેનની મદથી હેવેલોક પહોંચી શકો છો અથવા દિવસમા બે વાર ચાલતી સરકારી ફેરી લઈ શકો છો.

આ ફેરી પોર્ટ બ્લેરથી હેવેલોક સુધી પહોચાડે છે. ઘણી વાર એરલાઇન્સ પોતાના વિમાન અહી સુધી હોચાડે છે.જો કે તમે ટ્રેન દ્વારા ચેન્નઈ અને ત્યારબાદ ફ્લાઇટ દ્વારા ત્યાં પહોચી શકો છો આ ફેરીનો ખર્ચ ૧૦૦૦-૨૫૦૦ રૂપિયા છે અને આ સિવાય અહી પહોચવા માટેનો આનાથી સસ્તો બીજો કોઈ રસ્તો નથી.

કુદરતી સૌંદર્યને માણવા અને નિહારવા ઉપરાંત તમે ઘણી પ્રવૃત્તિઓનો આનંદ પણ લઈ શકો છો. ઘણી જગ્યાએ પાણીની રમતની સુવિધા છે. અહીં લાઇફ ગાર્ડ પણ છે અને તમે સ્વિમિંગની મજા પણ લઇ શકો છો. ઘણા ક્લબોએ પાણીની રમતો જેવી સુવિધાઓ પ્રદાન કરે છે પરંતુ પેકેજ બુક કરવાથી વધુ સારુ રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments