ઓરંગઝેબને મોગલ કાળના સૌથી પ્રખર શાસક તરીકે ઓળખવામા આવે છે. તે પાંચમો મુગલ સમ્રાટ હતો જેમનુ શાસન ૧૬૫૮ થી ૧૭૦૭ સુધી ચાલ્યુ હતુ. આપણે જાણીએ છીએ કે ઓરંગઝેબ ધાર્મિક દૃષ્ટિકોણથી તદ્દન કટ્ટર હતા. ઇતિહાસમા તેમની છબી કંઈક એવી છે જેને કારણે લાગે છે કે તે હિન્દુઓને નફરત કરે છે.
આજે અમે તમને એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યા ઓરંગઝેબે મૂર્તિઓના માથા કાપી નાખ્યા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે ત્યારથી તે મૂર્તિઓને સુરક્ષિત રાખવામાં આવી છે. આજે પણ લોકો મંદિરમા માથા વગરની મૂર્તિઓની પૂજા કરે છે. જો કે લોકો તૂટેલી અથવા ખંડિત મૂર્તિઓની પૂજા કરતા નથી પરંતુ અહી આ મંદિરમા ભક્તો આવુ કરતા જોવા મળે છે.
લખનૌથી ૧૭૦ કિમી દૂર પ્રતાપગઢ ના ગોંડે ગામમા આ મંદિર આવેલુ છે. મંદિરનુ નામ અષ્ટભુજા ધામ મંદિર છે. મંદિરમા હાજર માથુ કપાયેલ મૂર્તિઓ ૯૦૦ વર્ષથી સાચવવામા આવી છે. ભારતના પુરાતત્ત્વીય સર્વેક્ષણમાં હાજર રેકોર્ડ અનુસાર વર્ષ ૧૬૯૯ મા મોગલ શાસક ઓરંગઝેબે હિન્દુ મંદિરો તોડી પાડવાનો આદેશ આપ્યો.
આવી સ્થિતિમા તે સમયે આ મંદિરને બચાવવા માટે અહીંના પુજારીએ મંદિરનો મુખ્ય દરવાજો એક મસ્જિદની જેમ બાંધ્યો હતો જેથી મોગલ સૈનિકો તેને મંદિર સમજી ન શકે. આવુ પણ બન્યુ હતુ જ્યારે મોગલ સેનાની નજર તેના પર પડી ત્યારે તેઓએ તેને મસ્જિદ માનવાનુ શરૂ કર્યું હતુ. પણ તે દરમિયાન એક સેનાપતિએ મંદિરમા ઘંટ લટકાતા જોયા હતો.
વિલંબ કર્યા વિના તેણે બાકીના સૈનિકોને ત્યા મોકલી દીધા અને મંદિરમા સ્થાપિત દેવી-દેવતાઓની મૂર્તિઓના માથા ઘડથી અલગ કરી નાખ્યા હતા. આજે પણ લોકો આ મૂર્તિઓ જોઈને આ જૂની વાર્તાઓને યાદ કરે છે. આ મંદિર વિશે બીજી રસપ્રદ વાત એ છે કે મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પર કંઇક લખ્યુ છે પરંતુ તે કઈ ભાષામા લખ્યુ છે તે કોઈને ખબર નથી.
પુરાતત્ત્વવિદો અને ઇતિહાસકારોએ તેને સમજવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા પરંતુ સફળતા હાથ લાગી નહિ. ૨૦૦૭ મા દિલ્હીથી પુરાતત્ત્વવિદોની એક ટીમ અહી આવી હતી. તેમણે જુબાની આપી કે આ મંદિર ૧૧ મી સદીનુ છે. આવા કેટલાક મંદિરો સિંધુ ખીણ સંસ્કૃતિમા પણ મળી આવ્યા છે.