Homeધાર્મિકશું તમે અત્યારે રામાયણ જોવો છો તો પછી તમને અશોકવાટિકા વિશે તો...

શું તમે અત્યારે રામાયણ જોવો છો તો પછી તમને અશોકવાટિકા વિશે તો ખબર જ હશે કે જ્યાં સીતામાતા ને કેદ કરવામાં આવ્યા હતા, તો પછી ત્યાં ફરવા જવું હોય તો જાણી લો કે ત્યાં કઈ રીતે જવાશે.

અશોક વાટિકા હજી પણ લંકામા અસ્તિત્વ છે અને અહી આવા ઘણા નિશાન છે, જે સાબિત કરે છે કે રાવણે ખરેખર સીતા માતાને અહી કેદ કર્યા હતા. ભારતમા યુવાનથી લઈને વૃદ્ધ સુધી બધા લોકો રામાયણની કથા જાણે છે. બધા જાણે છે કે રામ અને સીતાના લગ્ન પછી તેઓને ૧૪ વર્ષ માટે વનવાસ જવુ પડ્યુ હતુ. વનવાસ દરમ્યાન રામ અને સીતાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ સમય દરમિયાન લંકાના રાજા રાવણે સીતાનુ હરણ કર્યું હતુ અને પોતાની સાથે લંકા લાવીને અશોક વાટિકામા કેદ કર્યા હતા.

આ અશોક વાટિકા હજી લંકામા અસ્તિત્વ મા છે અને અહી આવા ઘણા નિશાન છે જે પુરાવા આપે છે કે રાવણે ખરેખર સીતા માતાને અહી કેદ કર્યા હતા. દેશમા કરવામા આવેલ લોકડાઉનને કારણે રામાનંદ સાગરની રામાયણ દૂરદર્શન ઉપર ફરીથી બતાવવામા આવી હતી.

આ સમયમા રાવણને ખરેખર કોઈ અશોક વાટિકા હતી કે નહિ તે લોકોને જાણવાનો ક્રેઝ વધી ગયો છે. જો હતી તો તે કેવી દેખાતી હતી? હવે ક્યાં છે? તો ચાલો આજે અમે તમને રાવણની અશોક વાટિકાની એક ઝલક બતાવીએ.
જ્યારે રાવણે સીતા માતાનુ અપહરણ કર્યું ત્યારે રાવણે સીતા માતાને સીધા લંકાના મહેલમા લઈ ગયો હતો.

તે સીતા માતાને રાણી બનાવવાની ઇચ્છા રાખતો હતો પરંતુ સીતામાતા આ માટે તૈયાર ન હતા અને મહેલમા રહેવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ રાવણે સીતા માતાને એક ગુફાની અંદર કેદ કર્યા જેનુ માથુ કોબ્રા સાપની જેમ ફેલાયેલુ છે. આ ગુફાની આજુબાજુ હલકુ કોતરણી કામકરેલુ જોવા મળે છે. આ પછી રાવણે સીતા માતાને અશોક વાટિકામા કેદ કર્યા. અશોક વાટિકા રાવણના મહેલમા બનાવવામા આવી હતી. જે ઝાડ નીચે સીતામાતા બેસતા હતા તે જગ્યા સીતા એલ્યા નામથી પ્રખ્યાત છે.

વર્ષ ૨૦૦૭ મા શ્રીલંકા સરકારની એક સંશોધન સમિતિએ પુષ્ટિ કરી કે સીતા એલ્યા જ અશોક વાટિકા છે. આ સ્થાન આજે પણ એવુ જ છે. એટલું જ નહી સીતાજીને શોધવા લંકામાં આગ લગાડનારા હનુમાનજીના પુરાવા પણ અહી મળી આવ્યા છે. હનુમાનજી દ્વારા લંકા સળગાવવાથી ગભરાયેલા રાવણે સીતાને અશોક વાટિકાથી કાઢી અને કોંડા કટ્ટુ ગાલામા રાખ્યા હતા. પુરાતત્ત્વ વિભાગને આવી ઘણી ગુફાઓ મળી છે જે રાવણના મહેલ સુધી જતી હતી.

રામાયણ જણાવે છે કે જ્યારે રામને ખબર પડી કે સીતાનુ રાવણ દ્વારા હરણ કરવામા આવેલ છે ત્યારે તેમણે પોતાની વાનર લશ્કરની રચના કરી અને હનુમાનજીને સીતાને લંકાથી પાછા લાવવાનો આદેશ આપ્યો. ભગવાન રામના આદેશથી હનુમાનજી લંકા પહોંચ્યા. સીતામાતા અશોક વાટિકામા બેસતા હતા તે ઝાડ પર ચડીને તેમણે સીતા માતાની પાસે ભગવાન રામની વીંટી ફેંકી હતી જેનાથી સીતા માતાને ખ્યાલ આવી ગયો કે ભગવાન રામે હનુમાનજીને મોકલ્યા છે.

આજે પણ શ્રીલંકામા એક સ્થાન છે જ્યા ભગવાન હનુમાનના પગલાઓ છે. હનુમાનજીના પગના નિશાન જે પથ્થર પર પડ્યા છે ત્યા તેના પગના આકારના ખાડાઓ બની ગયા છે. આ નિશાન આજે પણ જોઇ શકાય છે. રાવણ અને રામ વચ્ચેના યુદ્ધનો એક સમય એવો હતો જ્યારે ભગવાન રામનો નાનો ભાઈ લક્ષ્મણ બેહોશ થઈ ગયો હતો.

તે ફક્ત સંજીવની ઔષધિઓથી જ જીવીત થઈ શકે તેમ હતા. આ ઔષધિઓ ફક્ત હિમાલયમા જોવા મળે છે અને હનુમાનજી તેને લેવા માટે ત્યા ગયા અને સંજીવની બૂટીનો આખો પર્વત લઈને લકા આવ્યા. આ પર્વત આજે પણ શ્રીલંકામા હાજર છે અને તેમા હજી પણ હિમાલયની દુર્લભ વનસ્પતિઓનો ભાગ છે.

એવો દાવો કરવામા આવે છે કે શ્રીલંકામા આ ઔષધિઓની શોધ રામાયણ કાળની વાસ્તવિકતાને પુષ્ટિ આપે છે.
પુરાતત્ત્વીય વિભાગને શ્રીલંકામા એક મહેલ મળ્યો છે જે જોતા લાગે છે કે તે રામાયણ કાળ દરમિયાન બનાવવામા આવ્યો હશે.

ભગવાન હનુમાને કેવી રીતે રાવણની લંકા બાળી હતી તેનુ વર્ણન રામાયણ છે. આને કારણે આ સ્થાનની માટી કાળી હતી અને આ માટી હજી કાળી છે આ સ્થાનથી થોડે દૂર એક રાવણ અલ્લા નામનો ધોધ છે, જે ૮૨ ફૂટની ઉચાઇથી પડે છે. રામે રાવણને માર્યા બાદ વિભીષણને લંકાનો રાજા બનાવ્યો હતો.

વિભીષણે કલાનિયાં પોતાનો મહેલ બનાવ્યો હતો. તે કૈલાની નદીના કાંઠે આવેલ હતુ. પુરાતત્ત્વ વિભાગને તે મહેલના અવશેષો નદીના કાંઠે મળી આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments