આપણા દેશમા 25 થી વધુ બૌદ્ધ મઠો છે. જ્યા બૌદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓ શીખી શકાય છે. આ તમામ મઠો દેશના જુદા જુદા ભાગોમા સ્થિત છે જે ભારતમા બૌદ્ધ ધર્મનો ઇતિહાસ દર્શાવે છે. અરુણાચલ પ્રદેશથી લદાખ સુધી ઘણા બૌદ્ધ મઠો છે જે તેમની રચના માટે જાણીતા છે. આ બધા સુંદર રીતે બનાવેલા બૌદ્ધ મઠો તમને શાંતિનો અનુભવ કરાવશે. તો ચાલો જાણીએ આમાંના કેટલાક વિશેષ બૌદ્ધ મઠો વિશે.
૧) તવાંગ મઠ, અરુણાચલ પ્રદેશ :– તવાંગ મઠ એ અરુણાચલ પ્રદેશ રાજ્યનો દેશનો સૌથી મોટો અને સૌથી પ્રખ્યાત બૌદ્ધ મઠ છે. લહાસાના પોતાલા મહેલ પછી તે વિશ્વનો બીજો સૌથી મોટો આશ્રમ છે. આ મઠ તવાંગ નદીની નજીક સ્થિત છે. દરિયાની સપાટીથી દસ હજાર ફૂટની ઉચાઇએ સ્થિત આ મઠને ”ગલદાને નમગયાલ લહત્સે” તરીકે પણ ઓળખવામા આવે છે. અહીં એક પુસ્તકાલય છે જેની સંરચના ઝૂંપડા જેવી છે છે અને તેમા બુદ્ધની છબી અને પવિત્ર ગ્રંથ છે.
૨) ફૂગતાલ મઠ, લદ્દાખ :- લદાખની દુર્ગમ ટેકરીઓમા આવેલ ફુગતાલ મઠ તેની રચના માટે જાણીતુ છે, કારણ કે તે મધપૂડો જેવુ લાગે છે. ગુફાઓમા છુપાયેલા આ મઠનો ઇતિહાસ ૨૫૦૦ વર્ષ જૂનો છે. આ મઠમા લગભગ ૨૦૦ બૌદ્ધ સાધુઓ છે. સ્મારક સિવાય એક ઓરડો અને પુસ્તકાલય પણ છે. અહી પહોંચવુ ખૂબ જ મુશ્કેલ છે કારણ કે એક ઉડી ગુફામા આ આશ્રમની સામે એક ઉડો ખાડો છે.
આવી સ્થિતિમા લોકોને અહી પહોંચવા માટે નદી ઉપરના સસ્પેન્શન બ્રિજનો ઉપયોગ કરવો પડે છે. નજીકના પાદુમ શહેરથી ત્રણ દિવસ ટ્રેકિંગ કરીને તમે અહી પહોંચી શકો છો. જુલાઈથી સપ્ટેમ્બર એ અહીંની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય છે.
૩) રુમટેક મઠ, સિક્કિમ :– રૂમટેક મઠ સિક્કિમની રાજધાની ગંગતોક નજીક આવેલુ છે અને તે ધર્મચક્રના કેન્દ્ર તરીકે પણ ઓળખાય છે. રાજધાની ગંગતોક નજીકનો રુમટેક મઠ સિક્કિમનો સૌથી મોટો મઠ છે. જ્યાં મોટી સંખ્યામા બૌદ્ધ સાધુઓ રહે છે. તેના સુંદર દૃશ્યોનો અનુભવ કરવો તમારા માટે અદ્ભુત રહેશે.
૪) મીન્ડ્રોલિંગ મઠ, દહેરાદૂન :- ભારતના સૌથી સુંદર મઠોમાંનુ એક છે મીન્ડ્રોલિંગ મઠ. આ મઠ ઉત્તરાખંડના દહેરાદૂન મા સ્થિત પર્યટક આકર્ષણનું એક મુખ્ય કેન્દ્ર છે. આ મઠનું નિર્માણ ૧૬૭૬ મા રિગ્ગિન ટેરડક લિંગપા દ્વારા કરાયુ હતુ. ભગવાન બુદ્ધની પ્રતિમા ૧૦૭ ફૂટની ઉચાઇએ સ્થિત છે.
જે ભારતનો સૌથી ઉંચો સ્તૂપ છે. અહી લગભગ ૩૦૦ બૌદ્ધ સાધુઓ છે અને આ જ કારણ છે કે જે લોકો બૌદ્ધ ધર્મનું પાલન કરે છે તેઓ મોટી સંખ્યામા આવે છે. જો તમને દહેરાદૂનની મુલાકાત લેવાની તક મળે તો ચોક્કસપણે અહી મુલાકાત લો.
૫) થિકસે મઠ, લદ્દાખ :– લેહથી ૧૯ કિલોમીટર દૂર મધ્ય લદ્દાખના થિકસે મઠમા મૈત્રેયનુ ૪૯ ફૂટ ઉચી પ્રતિમા આવેલ છે. આ મઠને તિબેટમા પોટાલા પેલેસના આધારે બનાવવામા આવ્યો છે. તેમાં દસ મંદિરો અને એસેમ્બલી હોલ છે. આ મઠ ટેકરીની ટોચ ઉપર સ્થિત લગભગ બાર માળનુ છે. અહીં બૌદ્ધ અવશેષો જેવા કે કેપ, પ્રાચીન થંગકા, મોટી તલવારો, જૂના સ્તૂપ અને ઘણુ બધુ. તમને જણાવી દઈએ કે અહીં સૌથી વધુ બૌદ્ધ સાધુઓ અને સાધ્વીઓ રહે છે.