જાણો એવા રહસ્યમય રેલવે-સ્ટેશન વિષે કે જે એક છોકરીના કારણે ૪૨ વર્ષ સુધી બંધ રહ્યું હતું.

337

તમે સાંભળ્યું કે જોયુ હશે કે કેટલીક તકનીકી ખામીને કારણે રેલ્વે સ્ટેશન બંધ કરવુ પડ્યુ હોય અથવા તોફાની પ્રદર્શન દરમિયાન પણ. પરંતુ તમે ક્યારેય સાંભળ્યું કે જોયુ છે કે કોઈ એક છોકરીને કારણે આખું રેલ્વે સ્ટેશન બંધ થયુ હોય. તે સાંભળીને વિચિત્ર લાગે, પરંતુ તે ખરેખર થયુ છે. તો ચાલો જાણીએ આખી વાત વિશે.

આપણે જે રેલ્વે સ્ટેશનની વાત કરી રહ્યા છીએ તે પશ્ચિમ બંગાળના પુરૂલિયા જિલ્લામા છે અને તેનું નામ બેગુંનકોડર રેલ્વે સ્ટેશન છે. આ સ્ટેશન વર્ષ ૧૯૬૦ મા બનાવવમા આવ્યુ હતુ અને સંથલની રાણી શ્રીમતી લાચન કુમારીએ તેને બનાવવામા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સ્ટેશન ખૂલુ મુક્યા પછી થોડા વર્ષો માટે બધુ બરાબર હતુ પરંતુ પછીથી અહીં કેટલીક વિચિત્ર ઘટનાઓ બનવા લાગી હતી.

તે ૧૯૬૭ નુ વર્ષ હતુ જ્યારે રેલ્વેના કર્મચારીએ સ્ટેશન પર મહિલાનુ ભૂત જોયુ હોવાનો દાવો કર્યો હતો. આ પછી અફવા ઝડપથી ફાટી નીકળી કે આ મહિલાનુ મોત આ સ્ટેશન પર ટ્રેન અકસ્માતમા થયુ છે. આ વાત રેલવે દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવી હતી પરંતુ કોઈએ વિશ્વાસ કર્યો ન હતો. તે જ સમયે જ્યારે સ્ટેશન માસ્ટર અને તેમનો પરિવાર રેલ્વે ક્વાર્ટર્સ મા મૃત હાલતમા મળી આવ્યો ત્યારે દરેક આશ્ચર્યચકિત થઈ ગયા.

અહીં રહેતા લોકોએ દાવો કર્યો હતો કે આ મોતમા છોકરીના ભૂતનો હાથ છે. તેમણે કહ્યું કે જ્યારે પણ કોઈ ટ્રેન અહીંથી સૂર્યના અસ્ત થયા પછી પસાર થતી ત્યારે સ્ત્રીનુ ભૂત તેની સાથે દોડે છે અને કેટલીકવાર આગળ પણ નીકળી જાય છે.
વળી ઘણા લોકોએ કહ્યુ કે ભૂત પાટા પર નાચતા જોવા મળ્યા છે. આ પછી તે રેલ્વેના રેકોર્ડ્સમાં નોંધાયું અને લોકો અને કર્મચારીઓએ અહીં સ્ટેશન આવવાનુ બંધ કરી દીધુ.

અહીં ટ્રેનો રોકવાનુ બંધ કરી દેવામા આવ્યુ. બધાં ડરવા માંડ્યા. એવુ કહેવામાં આવે છે કે આ સ્ટેશન પરની ભૂતની વાત પુરૂલિયા જિલ્લાથી કોલકાતા અને રેલ્વે મંત્રાલય સુધી પહોંચી હતી. એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે પણ કોઈ ટ્રેન આ સ્ટેશન પરથી પસાર થતી હોય ત્યારે સ્ટેશન પર આવતા પહેલા ટ્રેનની ગતિ વધારી દે છે જેથી તેઓ વહેલામા વહેલા સ્ટેશનને ઓળંગી શકે. જો કે ૪૨ વર્ષ પછી ૨૦૦૯ મા ગામલોકોના કહેવા પર તત્કાલીન રેલવે પ્રધાન મમતા બેનર્જીએ ફરી એકવાર સ્ટેશન ખોલ્યુ. ત્યારથી અહી કોઈ ભૂત હોવાનો દાવો કરવામા આવતો નથી પરંતુ હજી પણ લોકો સૂર્યના ડૂબ્યા પછી અહી રોકાતા નથી.

Previous articleકયા બ્લડગ્રૂપ વાળા લોકોને વધારે મચ્છર કરડે છે, જાણો.
Next articleજાણો એક અનોખા કાચબા વિષે કે જે ૧૦૦ વર્ષનો થયો અને ૮૦૦ બચ્ચાઓનો પિતા બન્યો તેની પ્રજાતિ ને લુપ્ત થતી બચાવી.