Homeધાર્મિકજાણો ભગવાન બુદ્ધ નેપાળી હતા કે ભારતીય ?

જાણો ભગવાન બુદ્ધ નેપાળી હતા કે ભારતીય ?

નેપાળના વડા પ્રધાન કે.પી.શર્મા ઓલીએ ભારતના વિદેશ પ્રધાન એસ.કે. જયશંકરે ભગવાન ગૌતમ બુદ્ધને ”ભારતીય મહાપુરુષ ” કહેવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને ફરીથી નેપાળના બીરગંજ નજીક અયોધ્યા હોવાનો દાવો કર્યો અને ત્યા રામ મંદિર બનાવવાની જાહેરાત કરી હતી. આ તરફ ભારતે કહ્યું કે આ ટિપ્પણી બૌદ્ધ વારસોનો ઉલ્લેખ કરે છે. ભારતીય વિદેશ મંત્રાલયે પણ એક નિવેદન જારી કરતા કહ્યુ છે કે તેમા કોઈ શંકા નથી કે ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ નેપાળના લુંબીનીમા થયો હતો.

ગૌતમ બુદ્ધનો જન્મ થયો ત્યારે નેપાળ ને નેપાળ કહેવાતુ હોત કે નહી તે સંશોધનનો વિષય હોઈ શકે પણ ભારતીય સંદર્ભ મુજબ તે સમયે ભારતની સીમાઓ ઉત્તરમા હિમાલય, પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણમાં સમુદ્રનો સમાવેશ કરતી હતી. પુરાણો અને વેદોમા પુરાવા મળે છે.

ગૌતમ બુદ્ધનો જન્મ ખ્રિસ્તના ૫૬૩ વર્ષ પહેલા નેપાળના લુમ્બિનીના જંગલમા થયો હતો. કપિલાવસ્તુની મહારાણી મહામાયા દેવી જ્યારે પોતાના ગામ દેવદહ જતા હતા ત્યારે રસ્તામા લુમ્બિનીના જંગલમાં બુદ્ધને જન્મ આપ્યો. કપિલાવસ્તુ અને દેવદહ વચ્ચે નૌતનવા સ્ટેશનથી ૮ માઇલ પશ્ચિમમા રુકમિનીદેઇ નામના સ્થળની નજીક તે સમયગાળામા લુમ્બીની વન હતુ.

તેનુ નામ સિદ્ધાર્થ રાખવામા આવ્યુ. સિદ્ધાર્થના પિતા શુદ્ધોદાન કપિલવસ્તુના રાજા હતા અને ભારતભરમા તેમનુ માન હતુ. સિદ્ધાર્થની માસી ગૌતમી તેમને લાવ્યા કારણ કે સિદ્ધાર્થની માતા તેમના જન્મ પછીના સાત દિવસ પછી મૃત્યુ પામી હતી. વૈરાગ્ય પ્રાપ્તિ પછી એક રાત સિદ્ધાર્થે પોતાની પત્ની યશોધરા અને પુત્ર રાહુલને નિંદ્રામાં જોયો.

કપાળ પર બંને હાથ મૂક્યા અને પછી ધીમે ધીમે દરવાજો ખોલ્યો અને મહેલની બહાર આવ્યા અને ઘોડા પર સવાર થઈ રાતોરાત ૩૦ કિમી દૂર ગોરખપુર નજીક અમોના નદીના કાંઠે પહોંચ્યા. ત્યાં તેમણે પોતાના રાજવી વસ્ત્રો કાઢી નાખ્યા અને માથાના વાળ દુર કારણે સન્યાસ લઈ લીધો. આ પછી તેમણે ભારતમા આખા જીવન દરમિયાન ધમ્મને પ્રોત્સાહન આપવાનુ ચાલુ રાખ્યુ.

સોળ મહાજનપદ બૌદ્ધ કાળ દરમિયાન જાણીતા છે. અંગ, મગધ, કાશી, કોસલા, વાજ્જી, મલ્લા, ચેદી, વત્સ, કુરૂ, પંચાલ, મત્સ્ય, સુરસેન, અશ્માક, અવંતિ, કંબોજ અને ગંધાર. બૌદ્ધ ગ્રંથ અગુસાદનિકય અને મહાવસ્તુ અને જૈન ગ્રંથ ભગવતી સૂત્રમાંથી ૧૬ મહાજનપદ વિશેની માહિતી પ્રાપ્ત થઈ છે.

આ મહાજનપદ ઉપરાંત ત્યા દસ ગણરાજ્ય હતા જેમ કે કપિલાવસ્તુના શાક્ય, અલ્લકાયા બુલી, કેસપુત્રનો કલામ, રામગ્રામનો કોલીય, સુષભાગિરીનો ભાગ, પાવાના ભલ્લ, કુશીનારાનો મલ્લ, યીપિલીવાનનો મોરીય, મીઠીલાનો વિદેહ અને લિચ્છા.

ઉપરોક્ત પૈકી કોશલ રાજ્યની પશ્ચિમમા ગોમતી, દક્ષિણમા રૂચિકા અથવા સિન્ડિકા, પૂર્વમા વિદેહ (મિથિલા) થી કોશલને અલગ પાડતી સદા નીર અને ઉત્તરમા હાલના નેપાળની ટેકરીઓ હતી. સરયુ નદી તેને બે ભાગમા વહેંચતી હતી. ઉત્તર કોશલ અને દક્ષિણ કોશલ. ઉત્તર કોશલની પ્રારંભિક રાજધાની શ્રાવસ્તી હતી. પાછળથી તે અયોધ્યા બની.

દશીન કોશલની રાજધાની કુશાવતી હતી. જ્યારે કાશી, મલ્લા અને શાક્ય સંઘો તેના હેઠળ આવ્યા હતા. ત્યાર બાદ અશોકના સમયમા કલીગને છોડીને સંપૂર્ણ ભારત મગધ તેને આધીન હતા. આ સમજવુ હજી બાકી છે કે નેપાળનુ નામ ક્યારે અને કેવી રીતે પડ્યુ. શું આ નામ બુદ્ધ કાળ દરમિયાન પણ અસ્તિત્વમા હતુ? જો તે ત્યાં હોત તો તેની હદ કેટલી સુધી હતી અને જો નહી તો કપિલવસ્તુ અથવા લુમ્બીની સ્વતંત્ર રાજ્યો હતા કે ભારતીય મહાજનપદ હેઠળ તેમની સ્થિતિ હતી? આવા ઘણા પ્રશ્નો છે, તેથી માનવુ રહ્યુ કે ગૌતમ બુદ્ધનો જન્મ નેપાળમા થયો હતો .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments