શ્રી કૃષ્ણનો જન્મ ભગવાન વિષ્ણુના ૮ મા અવતાર તરીકે થયો હતો. તે પાપનો નાશ કરવા માટે સમય સમય પર અવતાર લે છે. ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓની કોઈ મર્યાદા નથી. તમે તેમના વિશે જેટલુ જાણશો તેટલી જ તમારી રુચિ વધશે. જ્યારે પણ આપણે ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ અથવા ચિત્ર જોતા હોઈએ છીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે દરેક જગ્યાએ તેમને વાદળી રંગમા દર્શાવવામા આવ્યા છે. હવે સવાલ એ આવે છે કે આ વાદળી રંગનુ રહસ્ય શું છે? તેનુ શરીર કેમ વાદળી છે? આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ભગવાન કૃષ્ણ અને વિષ્ણુનો રંગ કેમ વાદળી છે?
સૌ પ્રથમ અમે તમને જણાવી દઈએ કે કૃષ્ણના આ વાદળી રંગની પાછળ ઘણી માન્યતાઓ છે જે મુજબ વિષ્ણુજીનો સબધ પાણી સાથે છે. તેથી તેમના તમામ અવતારો વાદળી રંગના છે. જ્યારે આપણે પાણીની સાથે વિષ્ણુના વાદળી રંગની તુલના કરીએ છીએ ત્યારે આપણે જીવન પ્રત્યે એક અલગ દ્રષ્ટિકોણ મેળવીએ છીએ.
અન્ય દંતકથામા ઉલ્લેખ કરવામા આવ્યો છે કે ભગવાન વિષ્ણુએ દેવકીના ગર્ભાશયમા બે વાળ રોપ્યા હતા. જેમાંથી એક કાળો અને બીજો સફેદ હતો. ચમત્કારિક રૂપે બંને વાળ રોહિનીના ગર્ભાશયમા સ્થાનાંતરિત થયા હતા અને કાળા વાળ રૂપે શ્યામ વર્ણ કૃષ્ણ અને સફેદ વાળ રૂપે બાલારામને જન્મ આપ્યો હતો.
આ વાદળી રંગની પાછળ બીજી માન્યતા એ છે કે પ્રકૃતિના મોટાભાગના કાર્યોનો રંગ વાદળી હોય છે. જેમકે પાણી અને આકાશ આ કાર્યો જેવા જ ગુણો ધરાવે છે એટલે કે ધીરજ, હિંમત, સમર્પણ જેવા ગુણોને વાદળી રંગમા સૂચવવામા આવે છે. આ બધા ગુણો ભગવાન શ્રીકૃષ્ણની અંદર હાજર છે અને આ કારણે તેમને વાદળી રંગમા દર્શાવવામા આવ્યા છે.