તમે પણ આ ગુફાના દર્શન કરવા માંગો છો તો પછી આ તમારા માટે એક સુવર્ણ તક છે તેથી આજે અમે તમને આ ગુફાને લગતા કેટલાક અદ્ભુત રહસ્યો જણાવવા જઈ રહ્યા છીએ. માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે શુભ સમયે ભક્તો માટે આ પ્રાચીન ગુફાના દરવાજા ખોલવાનો નિર્ણય કર્યો છે. આવી રીતે જો તમારે પણ આ ગુફાની મુલાકાત લેવી હોય તો આ તમારા માટે એક સુવર્ણ અવસર છે. અમે તમને ગુફાને લગતા કેટલાક ચોંકાવનારા રહસ્યો જણાવવા જઈ રહ્યા છે.
માતા વૈષ્ણો દેવી માટે જુના સમયમા ફક્ત કુદરતી ગુફાનો ઉપયોગ થતો હતો. પરંતુ વધતી ભીડને કારણે એક કૃત્રિમ માર્ગ પણ બનાવવામા આવ્યો હતો. જે ભીડને ઘટાડવામા મદદરૂપ થયો હતો. માતાની આ પવિત્ર ગુફાની લંબાઈ ૯૮ ફૂટ છે.
એવુ કહેવામા આવે છે કે ભૈરોનુ શરીર હજી પણ આ ગુફાની અંદર છે અને જે અહી આવે છે તેના પાપોનો નાશ થાય છે અને તેને જીવન અને મૃત્યુના બંધનમાંથી મુક્તિ મળે છે. આ ગુફામા આવતા ભક્તોને કંઈક જુદુ લાગે છે અને અનુભવ થાય છે કે ભગવાન પોતે અહીં હાજર હોય અને તેના ભક્તોને અહી આવતા જોતા હોય.
અહી બીજી એક ગુફા છે જેને ગર્ભજુન તરીકે ઓળખવામા આવે છે. વર્ષોથી એવુ માનવામા આવે છે કે માતા અહી એવી રીતે રહે છે જે રીતે બાળક તેની માતાના પેટમા રહે છે. તેથી અહી આવતા તમામ ભક્તોને ફરીથી ગર્ભમા જવુ પડતુ નથી.