Homeધાર્મિકજાણો એવા મંદિર વિષે કે જ્યાં લોકો ભગવાન વિશે ફરિયાદ કરે છે...

જાણો એવા મંદિર વિષે કે જ્યાં લોકો ભગવાન વિશે ફરિયાદ કરે છે અને દેવી-દેવતાઓને આવી સજા મળે છે.

જ્યારે આપણે કોઈ પરિસ્થિતિમાં લાચારી અનુભવીએ છીએ ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. અથવા જ્યારે કોઈએ આપણને દુ:ખ પહોંચાડ્યુ હોય ત્યારે ભગવાનને ફરિયાદ કરીએ છીએ. ઘણી વાર એવો સમયે આવે છે જ્યારે આપણને સર્વત્ર બાજુથી દુ:ખ મળે છે. તમામ સંભવિત પ્રયત્નો છતા આપણે તે દુ:ખમાંથી બહાર આવતા નથી. જ્યારે ચારે બાજુથી પરાજયનો સામનો કરવો પડે છે ત્યારે લોકો ભગવાનની સામે હાથ લંબાવે છે અને જ્યારે ભગવાન દ્વારા કોઈ લાચાર વ્યક્તિની મદદ ન કરવામા આવે ત્યારે લોકો દુ:ખને કારણે ભગવાનને શ્રાપ આપવાનુ શરૂ કરે છે.

આજે અમે તમને ભારતના એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યા ભગવાનને સજા આપવા માટે અદાલત ભરાય છે. આ અદાલતમા ભગવાન ઉપર ગુનાની સુનાવણી થાય છે અને તેને અદાલતમા રજૂ કરવામા આવે છે અને ભગવાન સામે ગુનો સાબિત થયા પછી તેને યોગ્ય સજા પણ આપવામા આવે છે.

ભગવાનને મંદિરમાંથી હાંકી કાઢવાથી લઈને મ્રત્યુદંડ સુધીની કોઈપણ સજા સંભળાવવામા આવે છે. છત્તીસગઢ ના બસ્તર જિલ્લામા કેશકાલ નગરમા ભંગારામ દેવીનુ મંદિર છે. દર વર્ષે ભાદરવા મહિનામા એક જાત્રાનું આયોજન કરવામા આવે છે. આ પ્રદેશના નવ પરગણાના ૫૫ ગામોમા સ્થાપિત મંદિરોના સેંકડો દેવી-દેવતાઓની પૂજા કરવામા આવે છે.

દર વર્ષે યોજાતી આ જાત્રામા તમામ ગામના લોકો અનોખા દરબારમા ભગવાનને રજૂ કરે છે. અહીંના લોકો ભંગારામ દેવીને ન્યાય મળે તે માટે વિનંતી કરે છે. આ પછી ભાંગારામ દેવીના પૂજારી અસંવેદનશીલ બને છે. અહીંના લોકોનુ માનવુ છે કે ભંગારામ દેવી પોતે પૂજારીમા પ્રવેશ કરે છે અને ત્યારબાદ પુજારી દ્વારા ચુકાદો આપવામા આવે છે. તમને જણાવીએ કે સજામા દેવી-દેવતાઓને ૬ મહિના સુધી મંદિરમાંથી બરતરફ થી લઈને જેલમા ધકેલી દેવામા આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments