જાણો એવી ભારતીય કંપની વિષે કે જેને મોટાભાગના ભારતીયો વિદેશી કંપની માને છે પરંતુ તે વાસ્તવમાં ભારતીય કંપની જ છે.

862

આજે ભારત વેપારનુ સૌથી મોટુ કેન્દ્ર બન્યુ છે. દેશમા વધતા જતા ગ્રાહકો વિદેશી રોકાણકારોને ભારત આવવા મજબૂર કરી રહ્યા છે. આજે અમે તમને કેટલીક એવી બ્રાન્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને મોટાભાગના લોકો વિદેશી માને છે . જ્યારે તે ફક્ત ભારતીય છે. આ સૂચિમા ઘણી બ્રાન્ડ છે જેના નામ ઉપરથી લાગતુ નથી કે તેઓ ભારતીય કંપનીઓ હોઈ શકે.

૧) જેગવાર :- લક્ઝરી કાર ઉત્પાદક જેગવારની સ્થાપના વિલિયમ લિયન્સ દ્વારા ૧૯૩૩ મા કરવામા આવી હતી. કંપનીની સ્થાપના પછી તેના માલિકો હંમેશા બદલાતા રહ્યા પરંતુ તેનુ નામ ક્યારેય બદલાયુ નહોતુ અને આજે પણ તે જેગવારના નામથી સમગ્ર વિશ્વમા પ્રખ્યાત છે. હાલમા જેગવાર રતન ટાટાની માલિકીનુ છે. વર્ષ ૨૦૦૮ મા ભારતના ટાટા જૂથોએ આ કંપનીને ફોર્ડ મોટર કંપની પાસેથી ખરીદી હતી.

૨) કાફે કોફી ડે :- દેશની સૌથી મોટી પીણા કંપનીઓમાંની એક કાફે કોફી ડે સંપૂર્ણપણે ભારતીય છે. વી. જી. સિદ્ધાર્થ હેઠળની આ કંપનીનુ મુખ્ય મથક કર્ણાટકના બેંગલુરુમા સ્થિત છે. વર્ષ ૧૯૯૬ મા આવેલી આ કંપનીએ પોતાના વ્યવસાય અને અનોખી કોફી પરીક્ષણનો વિસ્તાર એટલો કર્યો કે લોકો તેના ચાહક બન્યા. એક રિપોર્ટ અનુસાર કંપની કુલ ૬ દેશોમા વાર્ષિક ૧.૮ અબજ કપ કોફીનુ વેચાણ કરે છે.

૩) એમ.આર.એફ. :– એમ.આર.એફ.નુ ફૂલ ફોર્મ – મદ્રાસ રબર ફેક્ટરી છે. આ કંપની મુખ્યત્વે વાહનના ટાયર બનાવે છે તે રબરના અન્ય ઘણા ઉત્પાદનો બનાવે છે. એમઆરએફ કંપનીનુ મુખ્ય મથક તમિલનાડુના ચેન્નાઇમા સ્થિત છે. આ કંપનીની સ્થાપના વર્ષ ૧૯૫૨ મા કે. એમ. મેમેન મેપ્પીલાઇ દ્વારા કરવામા આવી હતી.

૪) રેમન્ડ :- રેમન્ડ દેશની એક જાણીતી ફેબ્રિક કંપની છે જેનુ મુખ્ય મથક મુંબઇમા છે. ૧૯૨૫ મા સ્થપાયેલી કંપનીએ પોતાની ગતિ જાળવી રાખી અને આજના સમયમા સૌથી વધુ પસંદીતી ફેબ્રીક બ્રાન્ડ બની.

Previous articleઆ એક એવો દેશ છે કે જેમાં ફક્ત ૨૭.૪ ટકા વસ્તી જ હિન્દુ ની છે.
Next articleછુટાછેડા મેળવવા માટે આ દેશમાં કરવામાં આવે છે પૂજા જેની પાછળ નું કારણ જાણીને તમે ચોંકી જશો.