ભારત મંદિરોનો દેશ છે. અહી હજારો મંદિરો છે. પ્રાચીન કાળથી મંદિરોનુ પૂજા સ્થાન તરીકે વિશેષ મહત્વ છે. અહી ઘણા મંદિરો છે જ્યા ચમત્કાર થતા હોવાનું કહેવાય છે. આવા સ્થાનો માટે ચમત્કાર દેવીની કૃપા હોય છે. અન્ય લોકો માટે તે જિજ્ઞાસા અને આશ્ચર્યની બાબત છે. ચાલો આપણે જાણીએ આવા બે ચમત્કારિક મંદિરો વિશે જેના રહસ્યો પાછળ વૈજ્ઞાનિક સંશોધન પછી જાણી શકાયુ નથી.
૧) જ્વાલાદેવી મંદિર :-
ઘણા વર્ષોથી આ મંદિરમા જ્યોત સળગી રહી છે. આ જ્યોત કેમ સળગી રહી છે તેનુ રહસ્ય હજી જાણી શકાયુ નથી. આમાં વૈજ્ઞાનિકોએ પણ હાર માની લીધી છે. વૈજ્ઞાનીકોએ પણ સ્વીકાર્યું છે કે આ મંદિરમા ચમત્કારો ખરેખર થાય છે.
આ મંદિરમા સદાકાળથી જ્યોત સળગી રહી છે તેથી જ તેને જ્વાલાદેવીનુ મંદિર કહેવામા આવે છે.મંદિર હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામા કાલીધાર ટેકરીની વચ્ચે સ્થિત છે.
દેવીની શક્તિપીઠોમાના આ મંદિર વિશે કહેવામા આવે છે કે અહી માતા સતીની જીભ પડી ગઈ હતી. તેથી ત્યા જ્યોત હમેશા સળગે છે. આ સિવાય અહી એક બીજો ચમત્કાર પણ થાય છે. મંદિરના સંકુલ પાસે એક જગ્યા છે જેને ” ગોરખ ડીબ્બી ” કહેવામા આવે છે જે પાણીની ટાંકી છે. આ ટાંકીમા ગરમ ઉકળતુ પાણી દેખાય છે જ્યારે ટાંકીનુ પાણી સ્પર્શ કરવામા આવે ત્યારે તે ઠંડુ લાગે છે.
૨) પદ્મનાભસ્વામી મંદિર :-
પદ્મનાભસ્વામી મંદિર કેરળમા છે. એવુ માનવામા આવે છે કે ભગવાન વિષ્ણુની પ્રથમ મૂર્તિ આ મંદિરમા આવી હતી. હવે જ્યાંથી આ મૂર્તિ આવી હતી તે આજદિન સુધી તે કોઈ શોધી શક્યુ નથી. આ મંદિરના ગર્ભગૃહમા ભગવાન વિષ્ણુની વિશાળ પ્રતિમા છે જેને જોવા માટે હજારો ભક્તો અહીંથી દૂર-દૂરથી આવે છે.
આ પ્રતિમામા ભગવાન વિષ્ણુ શેષનાગ પર નિંદ્રા મુદ્રામા બેઠા છે. પરંતુ આ મંદિર ઘણા રહસ્યોથી ભરેલુ છે. એવુ કહેવુ ખોટુ નહી થાય કે આ વિશ્વનુ સૌથી ધનિક મંદિર છે. પ્રાચીન સમયથી આ મંદિરની ત્રાવણકોર પરિવાર દ્વારા દેખરેખ રાખવામા આવે છે. ૨૦૧૧ મા આ મંદિર સમાચારમા હતુ. આ સમય દરમિયાન સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આ મંદિરમા હાજર ગુપ્ત ભોંયરાઓ ખોલવામા આવ્યા હતા.
હા આ મંદિરની નીચે ૬ ભોંયરાઓ છે. સંપત્તિ અને રહસ્ય જોઈને ઘણા લોકોએ તેના દરવાજા ખોલવાની માંગ કરી હતી જેને સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી હતી. ૭ સભ્યોની દેખરેખ હેઠળ અત્યાર સુધીમા ૬ દરવાજા ખોલવામા આવ્યા છે જેમાંથી લગભગ ૧,૩૨,૦૦૦ કરોડનુ સોનુ અને ઝવેરાત મળી આવ્યા છે. પરંતુ સૌથી રસપ્રદ વાત સાતમો દરવાજો છે. તે આખા વિશ્વ માટે એક રહસ્ય બની રહ્યુ છે જેનો પર્દાફાશ થવાનો બાકી છે. આ સાતમા દરવાજા ઉપર કોઈ કડી નથી પરંતુ દરવાજા ઉપર ૨ સાપના પ્રતિબિંબ છે. જે આ દરવાજાની રક્ષા કરે છે. આ દરવાજો ખોલવા માટે કોઈ ચાવીની આવશ્યકતા નથી. તેને ફક્ત મંત્ર બોલવાની સહાયથી ખોલી શકાય છે.