વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરે કહ્યું કે વિશ્વના આ 16 દેશોમાં ભારતીય પાસપોર્ટ પર વિઝા વગર મુસાફરી થઈ શકે છે. એટલું જ નહીં, વિદેશ રાજ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, 43 દેશો એવા છે જ્યાં, ભારતીયોને વિઝા વગર જઈ શકાતું નથી, જ્યારે 36 દેશો એવા છે જે પાસપોર્ટ્સ ધરાવતા લોકોને જ ઈ-વિઝાની સુવિધા પૂરી પાડે છે.
માલદીવ – ટાપુઓનો દેશ માલદીવ પણ ભારતીય પ્રવાસીઓને વિઝા વગર મુસાફરીની સુવિધાઓ આપે છે.
મોરિશસ – ભારતીય પાસપોર્ટ ધારકોને મોરિશસ પણ વિઝા વગર પ્રવેશ આપે છે અને 90 દિવસ માટે જ આ સુવિધા આપવામાં આવી છે. પ્રવાસીઓ પાસે રીટર્ન ટિકિટ અને બેંકનું પૂરતું બેલેન્સ હોવું જરૂરી છે.
ભુતાન – ભારતનો પડોશી દેશ ભુતાન પ્રવાસીઓનું પ્રિય સ્થળ છે. ભારતીયોને ભૂતાન ફરવા જવા માટે વિઝાની જરૂર પડતી નથી.
બારબાડોસ – બારબાડોસ એક સુંદર દેશ છે. અહીં ભારતીયોને વિઝા વગર ફરવાની સુવિધા આપવામાં આવે છે.
હોંગકોંગ એસએઆર- હોંગકોંગ એસએઆરમાં ઘણા એવા સુંદર સ્થળો છે જેને જોવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે. ભારતીઓ માટે અહી વિઝા વગર ફરવા માટે સુવિધા આપે છે.
ડોમિનિકા – ડોમિનિકા પણ વિશ્વના સૌથી સુંદર દેશોમાંથી એક છે. આ દેશ કેરેબિયન સમુદ્રમાં આવેલો છે.
સર્બિયા – ભારતીયોને સર્બિયા જવા માટે ફક્ત પાસપોર્ટ અને ફ્લાઇટ ટિકિટની જ જરૂર પડે છે.
ગ્રેનાડા – ગ્રેનાડા ઘણા નાના ટાપુઓથી બનેલો છે. આ સુંદર દેશમાં ભારતીયોની વિઝા વગર મુસાફરી કરવા દેવામાં આવે છે.
હૈતી – હૈતી કેરેબિયન દેશોમાં એક દેશ છે. આ દેશ તેની પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાઓના કરણે જાણીતો છે.
મોંટેસેરાટ – મોંટેસેરાટએ વિશ્વના લોકપ્રિય સ્થાનોમાંનું એક સુંદર સ્થળ છે.
નેપાળ – હિમાલયમાં આવેલ નેપાળમાં ફરવા માટે વિઝા જરૂરી નથી. નેપાળમાં ભારતીયો વિઝા વગર ફરવા જઈ શકે છે.
નિઉએ આઇલેન્ડ- આ સ્થાન સ્વર્ગથી પણ સુંદર છે. દૂર-દૂરથી લોકો આ શાંત અને સુંદર જગ્યાએ ફરવા માટે આવે છે.
સેન્ટ વિસેન્ટે – સેન્ટ વિસેન્ટએ ભારતીયોને ફરવા માટે છે. તમે અહીં એક મહિના રહી સુધી શકો છો.
સમોઆ – અહીં ભારતીયોને વિઝા વગર પ્રવેશ આપવામાં આવે છે. સમોઆ તેની સુંદરતા સાથે સ્વાદિષ્ટ વાનગીઓ માટે પણ જાણીતું છે.
સેનેગલ- તમારે સેનેગલની મુલાકાત લેવા માટે વિઝાની જરૂર પડતી નથી અને તમે અહીં 90 દિવસ માટે રહી શકો છો. ફક્ત એક વાતને ધ્યાનમાં રાખવી કે તમારો પાસપોર્ટ તમારા આવવાની તારીખથી 3 મહિના માટે માન્ય હોવો જોઈએ.
ત્રિનિદાદ અને ટોબેગો – પાર્ટી કરનારાઓ માટે ત્રિનિદાદ અને ટોબેગો શ્રેષ્ઠ સ્થળ છે. ભારતીયોને અહીં પણ ફરવા માટે વિઝાની જરૂર પડતી નથી.