Homeઅજબ-ગજબજાણો ભારતના એક એવા અનોખા અને રહસ્યમય મંદિર વિષે, જ્યાં કૂતરાનું મંદિર...

જાણો ભારતના એક એવા અનોખા અને રહસ્યમય મંદિર વિષે, જ્યાં કૂતરાનું મંદિર બનાવીને તેની પૂજા કરવામાં આવે છે.

હજી સુધી તમે ફક્ત દેવી-દેવતાઓના મંદિર વિશે જ સાંભળ્યું હશે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં એક એવું મંદિર છે, જ્યાં કૂતરાઓની પૂજા કરવામાં આવે છે. આ મંદિર ‘કુકુરદેવ’ મંદિર તરીકે ઓળખાય છે. તમને અહીંની વિચિત્ર માન્યતા જાણીને આશ્ચર્ય થશે.

કુકુરદેવનું મંદિર છત્તીસગના રાયપુરથી 132 કિમી દૂર દુર્ગ જિલ્લાના ખપરી ગામમાં આવેલું છે. આ મંદિરના ગર્ભગૃહમાં કૂતરાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવેલી છે, અને તેની બાજુમાં એક શિવલિંગ પણ છે.શ્રાવણ મહિના દરમિયાન આ મંદિરમાં આવતા ભક્તોની સંખ્યામાં ખુબ જ વધારો થાય છે. લોકો શિવજીની સાથે કૂતરા (કુકુરદેવ) ની પૂજા પણ કરે છે. તેવી જ રીતે શિવ મંદિરોમાં નંદીની પૂજા કરવામાં આવે છે.

આ મંદિર 200 મીટરની ત્રિજ્યામાં ફેલાયેલું છે. મંદિરના ગર્ભગૃહ ઉપરાંત અહીંના પ્રવેશદ્વારની બંને બાજુએ કૂતરાઓની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે, કુકુર દેવના દર્શન કરવાથી ઉધરસ કે કૂતરા કરડવાથી કોઈ ડર રહેતો નથી.

ખરેખર, કુકુરદેવ મંદિર એક સ્મારક છે. તે વિશ્વાસુ કૂતરાની યાદમાં બનાવવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવે છે કે સદીઓ પહેલા એક વણજારો તેના પરિવાર સાથે આ ગામ આવ્યો હતો. તેની સાથે એક કૂતરો પણ હતો. એકવાર ગામમાં દુકાળ પડ્યો હતો, ત્યારે વણજારાએ ગામના શાહુકાર પાસેથી લોન લીધી હતી, પરંતુ વણજારો તે લોન પાછી આપી શક્યો ન હતો. આવી સ્થિતિમાં, તેણે પોતાના વફાદાર કૂતરાને સાહુકાર પાસે ગીરવે મુક્યો હતો.

એવું કહેવામાં આવે છે કે, એકવાર સાહુકારને ત્યાં ચોરી થય હતી. ચોરોએ તમામ માલ જમીનની નીચે દફનાવી દીધો અને વિચાર્યું કે તે પછીથી તે ત્યાંથી બહાર કાઢી લેશે, પરંતુ ચોરેલા માલ વિશે કૂતરોને ખબર પડી ગઈ હતી. તેથી તે કૂતરો સાહુકારને તે જગ્યાએ લઈ ગયો. કૂતરાની બતાવેલી જગ્યાએ જયારે સહુકારે ખાડો ખોદ્યો ત્યારે તેને તેનો તમામ માલ સામાન પાછો મળી ગયો હતો.

કૂતરાની વફાદારીથી ખુશ થઈને સાહુકારે તેને મુક્ત કરવાનો નિર્ણય કર્યો. આ માટે તેણે વણજારાને એક પત્ર લખ્યો અને કૂતરાના ગળા પર લટકાવીને તેના માલિકની પાસે તેને મોકલ્યો. કૂતરો વણજારા પાસે તે કૂતરો પહોંચ્યો એટલે વણજારાણે લાગ્યું કે તે સાહુકાર પાસેથી ભાગી ગયો છે. તેથી તે ગુસ્સે થયો અને કૂતરાને ખુબ જ માર માર્યો. તેનાથી કૂતરો મરી ગયો.પછી પાછળથી જ્યારે કૂતરાના ગળામાં લટકાવેલા સાહુકારના પત્રને જોયા પછી વાંચીને વણજારો ચોંકી ગયો હતો. પછી તેને ખુબ જ પછતાવો થયો. ત્યારબાદ તેણે કૂતરાને તેજ સ્થળે દફનાવી અને તેના પર સ્મારક બનાવ્યો. બાદમાં આ સ્મારકને મંદિરનો આકાર આપવામાં આવ્યો હતો, જે આજે કુકુર મંદિર તરીકે ઓળખવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments