Tuesday, September 28, 2021
Homeજાણવા જેવુંજાણો ભારતના સૌથી અનોખા રેલમાર્ગ વિશે કે જે જ્યાં સમુદ્ર ઉપર બનેલ...

જાણો ભારતના સૌથી અનોખા રેલમાર્ગ વિશે કે જે જ્યાં સમુદ્ર ઉપર બનેલ 100 વર્ષ જુના પુલ ઉપરથી ટ્રેન પસાર થાય છે.

સમુદ્ર ઉપર બ્રિજ બનવવામા આવ્યો હોય ને તમારી ટ્રેન ત્યાથી પસાર થાય તે વિચારીને કેટલુ સારુ લાગે. ભારતમાં એક આવો જ અનોખો રેલ માર્ગ આવેલ છે. કલ્પના કરો કે તમે સમુદ્ર વચ્ચેના પુલ ઉપરથી મુસાફરી કરી રહ્યા છો અમુક પુલ જહાજ આવે ત્યારે ખુલે છે અને જાય ત્યારે તે પહેલા જેવો થઈ જાય છે. આ પુલ હજી વધારે વિશેષ છે કારણ કે તે ૧૦૦ વર્ષ પહેલા બનાવવામા આવ્યો હતો. ૧૯૮૮ સુધી આ પુલ રામેશ્વરમને અન્ય સ્થળો સાથે જોડવાનો એકમાત્ર રસ્તો હતો. રામેશ્વરમ-પમ્બન બ્રિજ રેલમાર્ગ ભારતનો સૌથી અનોખો રેલ્વે રૂટ છે.

આને એન્જિનિયરિંગનો અનોખો ભાગ કહેવામા આવે છે. ૨૦૦૯ સુધીમાં તે ભારતનો સૌથી લાંબો દરિયાઇ પુલ હતો. આ ટ્રેન ખુબ નીચી ઉચાઇ ઉપર ચાલતી હતી. હવે બાંદ્રા-વરલી સીલીંક સૌથી લાંબો દરિયાઇ બ્રિજ બની ગયો છે. આ રેલ્વે રૂટની વિશેષતા એ છે કે તે ખૂબ જ સુંદર છે. સાથે-સાથે તેને ભારતનો સૌથી ખતરનાક પુલ માનવામા આવે છે. જો સમુદ્ર તોફાની હોય તો તેની લહેરો ઉપર સુધી આવી જાય છે.

તમારી આંખો જોઈ શકે ત્યા સુધી તમે ફક્ત વાદળી પાણી જોશો. તમને આ ટ્રેનમા કરેલી મુસાફરી હંમેશા યાદ આવશે. આ બ્રિજ ૨.૫ કિલોમીટર લાંબો અને ૧ મીટર પહોળો છે. કારણ કે આ પુલ ખૂબ જ સાંકડો છે. તેથી તમે અનુભવશો કે ટ્રેન પાણીમા દોડી રહી છે. આ એક સાહસ ભરેલી મુસાફરી હોઈ શકે છે. આ પુલ ૧૪૩ પીલરોની મદદથી સમુદ્ર પર ટકેલ છે.

રામેશ્વરમ પહોંચવા માટેનો તે એક સૌથી પ્રખ્યાત માર્ગ છે. આ રેલ્વે રૂટ ઉપર ઘણી ટ્રેનો જતી નથી તેને કારણે તમારે મુસાફરીનુ અગાઉથી પ્લાનિંગ કરવુ પડશે. ટિકિટ બુક કરતા પહેલા કાળજી રાખો. આ રેલ્વે રૂટ ઉપર મુસાફરી કરવાની શ્રેષ્ઠ રીત રામેશ્વરમ ચેન્નઈ એક્સપ્રેસ છે.તે દરરોજ સાંજે ૫ કલાકે રામેશ્વરમ સ્ટેશનથી પસાર થાય છે. પમ્બન જંકશન બીજુ રેલ્વે સ્ટેશન છે જ્યાંથી તમે આ ટ્રેનમાં ચડી શકો છો.

આ રેલ્વે રૂટના અનોખા તથ્યો :-

૧) આ પુલનુ નિર્માણ ૧૯૧૧ મા શરૂ થયુ હતુ અને પ્રથમ ટ્રેન ૧૯૧૪ મા ૨૪ ફેબ્રુઆરીએ ચાલી હતી. ૨૦૦૭ મા તેને મીટર-ગેજથી બ્રોડગેજમા બદલવામા આવ્યુ છે.

૨) આને જર્મન એન્જિનિયર શેર્ઝર દ્વારા ડિઝાઇન કરવામા આવેલ છે. આ પુલ નીચે દર મહિને લગભગ ૧૦ થી ૧૫ બોટ પસાર થાય છે. તે જોવાનો એક મહાન અનુભવ છે.

૩) આ પુલે ૧૯૬૪ ના ચક્રવાતનો સામનો કર્યો હતો. આ તે સમય હતો જ્યારે લોકોએ વિચાર્યું હતુ કે આ બ્રિજ ન તો ટકી રહેશે કે ન તો ટ્રેન અહીંથી પસાર થશે .આ ચક્રવાતને કારણે નજીકનુ ગામ ધનુષકોડી સંપૂર્ણ પણે નાશ પામ્યુ હતુ.

૪) આ જ ચક્રવાત દરમિયાન ટ્રેનનો ખરાબ અકસ્માત થયો હતો. આ ભારે પવનને કારણે થયુ હતુ. આ પછી આ બ્રિજમા સેન્સર લગાવવામા આવ્યા હતા જે હવાને માપે છે. જ્યારે પણ ૫૮કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુકાઇ રહ્યો હોય ત્યારે ત્યારે ટ્રેનને અટકાવી દેવામા આવે છે.

આ રેલ્વે માર્ગ ખૂબ જ વિશેષ છે અને તે તમિલનાડુ મા પર્યટનનુ એક અનોખુ માધ્યમ છે. વિદેશથી પ્રવાસીઓ તેને જોવા માટે આવે છે અને ટ્રેનમા મુસાફરી કરે છે. જ્યારે પુલ ખોલવામા આવે છે અને બોટ તેની નીચેથી બહાર આવે છે, ત્યારે તે એક પિકનિક સ્થળ જેવુ લાગે છે. જો તમે લોકડાઉન પછી તમિલનાડુની સફરની યોજના કરી રહ્યા છો તો આ પુલ તમારા માટે અલગ અનુભવ હોઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments