Tuesday, September 28, 2021
Homeજાણવા જેવુંશું તમે ભૂતિયા રેલ્વે સ્ટેશન વિષે સાંભળ્યું છે જો નહિ તો જાણો...

શું તમે ભૂતિયા રેલ્વે સ્ટેશન વિષે સાંભળ્યું છે જો નહિ તો જાણો ભારતના 5 સૌથી વધુ ભૂતિયા રેલ્વે સ્ટેશનો કે જ્યાં લોકો વિચિત્ર વસ્તુઓ પણ જુએ છે.

ભારતમા એવી ઘણી જગ્યાઓ છે જેને ભૂતિયા તરીકે જાહેર કરવામા આવી છે. આવી જગ્યા પ્રસિદ્ધ છે કે ક્યાંક આત્મા, ચૂડેલ અથવા કોઈ ખરાબ શક્તિ જોવા મળી છે. ઘણીવાર મોડી રાતની ચર્ચામા ભારતીય શહેરોના ભૂત વિશે વાર્તાઓ કહેવામા આવે છે. હવે આ સ્થિતિમા આપણી ભારતીય રેલ્વે કેવી રીતે પાછળ રહી શકે. એક તરફ ભારતીય રેલ્વેનો ઇતિહાસ ૨૦૦ વર્ષ જૂનો છે તો બીજી તરફ ઘણા રેલ્વે સ્ટેશનોને ભૂતિયા જાહેર કરવામા આવ્યા છે. આ કારણ છે કે લોકોએ અહી અસાધારણ પ્રવૃત્તિઓ થતી જોઈ છે. તો ચાલો આજે એવા ૫ રેલ્વે સ્ટેશન વિશે વાત કરીએ જેને લોકો ભૂતિયા ગણાવે છે.

૧) રવિન્દ્ર સરોવર મેટ્રો સ્ટેશન, કોલકાતા :- આ મેટ્રો સ્ટેશનને ભૂતિયા માનવામા આવવાનુ મુખ્ય કારણ એ છે કે અહી ઘણા લોકોએ આત્મહત્યા કરી છે. જો આવી કોઈ જગ્યા છે તો તે પહેલેથી ભૂતિયા સ્થળ તરીકે જાહેર કરવામા આવશે. કોલકાતાનુ આ મેટ્રો સ્ટેશન આત્મહત્યાનુ સ્વર્ગ તરીકે પણ ઓળખાય છે. લોકોનો દાવો છે કે મોડી રાત્રે અહીં પડછાયાઓ જોઇ શકાય છે અને ઘણા લોકોએ ચીસો પાડી છે. હવે તમે જ કલ્પના કરો કે રાત્રે આ મેટ્રો સ્ટેશન કેટલુ નિર્જન હશે.

૨) બેગુનકોડર ટ્રેન સ્ટેશન, પશ્ચિમ બંગાળ :- ભલે તમને આ સ્ટેશનનુ નામ વાંચવામાં થોડી તકલીફ થતી હોય પણ મારા પર વિશ્વાસ કરો. આ ટ્રેન સ્ટેશન વધુ પ્રખ્યાત બન્યુ છે. એટલું જ નહી કે તે એક મોટુ સ્ટેશન છે એટલા માટે લોકો અહી ભૂત જુએ છે.

લોકોનુ માનવુ છે કે સફેદ સાડી પહેરેલી સ્ત્રી અહી અવારનવાર રેલ્વે ટ્રેક ઉપર ચાલતી જોવા મળે છે. લોકોનુ માનવુ છે કે કદાચ મહિલાનુ મોત અહી થઈ ગયુ હશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે લોકો માને છે કે અહી આ મહિલાને જોવાને કારણે રેલ્વે કર્મચારીની મૃત્યુ થઈ ગયું હતું.

જો કે સરકારે આ દાવાને ફગાવી દીધો હતો. જો કે સ્ટેશન ૪૨ વર્ષ સુધી બંધ રહ્યુ હતુ અને ૨૦૦૯ મા જાહેરમા ખુલ્લુ મુકાયુ હતુ. આ જાણીને થોડુ વિચિત્ર લાગશે પરંતુ તે એકદમ સાચુ છે. આ અનોખુ રેલ્વે સ્ટેશન ૪૨ વર્ષથી લોકો માટે બંધ હતુ.

૩) ડોમ્બીવલી રેલ્વે સ્ટેશન, મુંબઈ :- મુંબઇના ખૂબ ગીચ સ્ટેશનોમા નુ એક ડોમ્બિવલી રેલ્વે સ્ટેશન વિસે પ્રસિદ્ધ છે કે અહી આત્માનો વાસ છે. મુંબઈમા જોવા માટે ઘણી જગ્યાઓ છે પરંતુ આ ટ્રેન સ્ટેશનને ખ્યાતિ મળી છે કારણ કે તે મુંબઈનું સૌથી વ્યસ્ત સ્ટેશન છે.

લોકોનો દાવો છે કે અહી એક મહિલા રાત્રે ટ્રેનની રાહ જોતી જોવા મળી છે. અહીં એક વાર્તા પ્રખ્યાત છે. એક વ્યક્તિ રાત્રે તેની ટ્રેન પકડવા માટે નીકળી રહ્યો હતો અને ત્યાં એક મહિલા રડતી હતી. તે વ્યક્તિ મહિલા પાસે ગયો અને પૂછ્યું કે તે કેમ રડી રહી છે તેણે જવાબ આપ્યો કે તે તેના ઘરે જવા માટે ટ્રેન પકડવા માંગે છે પરંતુ પકડી શક્તિ નથી. જ્યારે તે માણસને મોડુ થઈ રહ્યુ હતુ અને તે ત્યાંથી ચાલ્યો ગયો. બીજા દિવસે તેણે ફરીથી એક સ્ત્રીને તે જ સ્થળે બેઠેલી જોય પરંતુ તેનો મિત્ર તે સ્ત્રીને જોઈ શક્યો નહીં.

૪) બેરોગ સ્ટેશન, સિમલા :- બેરોગ સ્ટેશન અને સિમલાની બેરોગ ટનલ બંને વિશેની વાર્તા પ્રખ્યાત છે કે તે ભૂતિયા જગ્યા છે. શિમલા રેલ્વે માર્ગ એકદમ મોહક છે. પરંતુ આ રેલ્વે માર્ગને લગતી ઘણી સમસ્યાઓ છે. વાર્તા કહે છે કે કર્નલ બેરોગ (બ્રિટીશ રેલ્વે એન્જિનિયર) આ ટનલ પાછળનો મુખ્ય સૂત્રધાર હતો.

પરંતુ ઘણો સમય અને પૈસા ખર્ચ્યા પછી પણ તે આ ટનલ બનાવવામા અસમર્થ રહ્યો. આવી સ્થિતિમાં તેના સાથીઓએ તેની મજાક ઉડાવી. સરકારે તેને દંડ પણ કર્યો હતો કારણ કે તેણે ઘણો સમય અને નાણાંનો વ્યય કર્યો હતો. આને લીધે તે હતાશામા ડૂબી ગયો અને અડધી બનેલી ટનલની નજીક પોતાને ગોળી મારી દીધી.તેના મૃતદેહને આ જગ્યાએ દફનાવવામા આવ્યા હતો અને બીજે જગ્યાએ બીજુ સ્ટેશન બની ગયુ હતુ. એવુ કહેવામા આવે છે કે તેની આત્મા હજી પણ તેની આજુબાજુ જોઇ શકાય છે.

૫) દ્વારકા સેક્ટર 9 મેટ્રો સ્ટેશન, દિલ્હી :- એવુ માનવામા આવે છે કે આ સ્ટેશન ઉપર ક્રોધિત મહિલાની આત્મા ફરતી હોય છે. રાતના સમય ગાળા દરમ્યાન આત્મા ઘણી ટ્રેનોની પાછળ દોડે છે અને ઘણી ટ્રેનોની બારીઓ ખખડાવે છે. એવુ પણ કહેવામા આવે છે કે આ આત્માએ એક બાળકની હત્યા કરી છે. મોડી રાત્રે મુસાફરી કરતા ઘણા લોકોએ આ આત્માને જોઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments