Tuesday, September 28, 2021
Homeરસપ્રદ વાતોશું તમે જાણો છો કે ભારતના સૌથી ધનવાન વ્યક્તિ એ કેટલો અભ્યાસ...

શું તમે જાણો છો કે ભારતના સૌથી ધનવાન વ્યક્તિ એ કેટલો અભ્યાસ કર્યો હશે.

ભારતના ઘણા ધનિક ભણી શક્યા નથી પણ પોતાની ફિલ્ડમા સફળ થયા છે. ઘણા ધનિકોએ વિદેશમા અભ્યાસ કરીને પોતાની ફિલ્ડમા સફળ થયા છે. દેશના ઘણા જાણીતા સેલેબ્સ ભણી શક્યા નથી, તે અંગે ઘણીવાર સામે આવ્યુ છે. ઘણા સેલેબ્સ એવા છે, જે આજે પોતાના ફિલ્ડમા ઘણા સફળ છે પરંતુ અભ્યાસ મામલે ઝીરો રહ્યા છે. તેથી ઘણાએ અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો. ફિલ્મ સ્ટાર્સના અભ્યાસ વિશે ઘણીવાર ચર્ચા થતી રહેતી હોય છે. પરંતુ શું તમને દેશ અને વિશ્વના ધનિક લોકોમા સામેલ એવા મુકેશ અંબાણી અને અઝીમ પ્રેમજી જેવા બિઝનેસમેનના અભ્યાસની ખબર છે. ઘણા ભારતીય બિઝનેસમેન એવા છે જેમણે વિદેશમા અભ્યાસ કર્યો અને આજે દેશના સૌથી ધનિક લોકોમા સામેલ છે. તેથી આજે અમે તમારી સમક્ષ દેશના સૌથી ધનિક વ્યક્તિઓના અભ્યાસ અંગે જણાવી રહ્યા છીએ.

૧) અઝીમ પ્રેમજી :– વિપ્રો લિમિટેડના અધ્યક્ષ અઝીમ પ્રેમજી એક ભારતીય બિઝનેસ ટાઈકૂન, રોકાણકાર, એન્જિનિયર અને સાહિત્યકાર છે. તેમણે ભારતીય આઈટી ઊદ્યોગના Czar તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ પ્રેમજીને અભ્યાસ ના પૂર્ણ કરી શકવાનો અફસોસ છે. તેઓ સ્ટુડન્ટ તરીકે જ બિઝનેસ ફિલ્ડમાં આવી ગયા હતા. તેમણે ૧૯૯૫ માં ફરી અભ્યાસ શરૂ કર્યો અને કોરેસ્પોન્ડેન્સ ક્લાસિસ થકી સ્ટેન્ડફોર્ડ યુનિ.માંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી.

પ્રેમજીએ શિક્ષા ક્ષેત્રે ઘણું યોગદાન આપ્યું છે. અઝીમ પ્રેમજી ફાઉન્ડેશને ૨૦૧૦ માં અઝીમ પ્રેમજી યુનિવર્સિટીની સ્થાપ્ના કરી. આ નોન-પ્રોફિટ સંસ્થા છે. આ વર્ષે માર્ચમાં પ્રેમજીએ વિપ્રોના પોતાના 34 ટકા શેર પોતાના ફાઉન્ડેશનને દાનમાં આપ્યા. અત્યાર સુધી તેઓ આ ફાઉન્ડેશનને પોતાની ૬૭ ટકા સંપત્તિ એટલે કે ૧.૪૫ લાખ કરોડ રૂપિયા દાનમાં આપી ચૂક્યા છે.

૨) મુકેશ અંબાણી :- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સમગ્ર વિશ્વના અબજોપતિઓની લિસ્ટમાં સામેલ છે. ભારતમાં પણ તે નંબર-૧ છે. તેમના અભ્યાસની વાત કરીએ તો તેમણે સ્કૂલ શિક્ષણ મુંબઈની હિલ ગ્રેન્જ હાઈ સ્કૂલથી પૂર્ણ કર્યો. જ્યારે ગ્રેજ્યુએશનનો અભ્યાસ કેમિકલ એન્જિનિયરિંગ વિષયમાં મુંબઈના ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીથી પૂર્ણ કર્યો.

ગ્રેજ્યુએશન બાદ મુકેશ અંબાણીએ આગળ અભ્યાસ કરવા અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એડમિશન મેળવ્યું. જોકે તેમણે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો અને ભારત પરત આવી પિતાના બિઝનેસમાં જોડાઈ ગયા.

૩) રતન ટાટા :– રતન નવલ ટાટા. એક ભારતીય બિઝનેસમેન, રોકાણકાર, દાનવીર અને ટાટા સન્સના પૂર્વ અધ્યક્ષ છે. તે ટાટા સમૂહના અઘ્યક્ષ હતા. તેમને ભારતના ૨ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર- પદ્મ વિભૂષણ (2008) અને પદ્મ ભૂષણ (2000)માં એનાયત કરાયા હતા. તેઓ પ્રતિષ્ઠિત કેથેડ્રલ અને જ્હોન કાનોન સ્કૂલ, બિશપ કૉટન સ્કૂલ (શિમલા), કાર્નેલ યુનિવર્સિટી અને હાર્વડ યુનિવર્સિટીના સ્ટુડન્ટ રહી ચૂક્યા છે.

રતન ટાટાએ પ્રારંભિક અભ્યાસ મુંબઈની કેમ્પિયન સ્કૂલમાં કર્યો અને હાયર-સેકન્ડરી અભ્યાસ કેથેડ્રલ એન્ડ જ્હોન કાનોન સ્કૂલથી કર્યો. જે પછી તેમણે બી.એસ.વાસ્તુકલામાં સ્ટ્રક્ચરલ એન્જિયરિંગ સાથે કોર્નેલ યુનિવર્સિટીમાંથી ૧૯૬૨ માં પૂર્ણ કર્યો. જે પછી તેમણે હાર્વડ બિઝનેસ સ્કૂલથી ૧૯૭૫ માં એડવાન્સ મેનેજમેન્ટ પ્રોગ્રામ પૂર્ણ કર્યો.

૪) રાધાકૃષ્ણ દમાણી :- રાધાકૃષ્ણ દમાણી બીજા ધનિક ભારતીય અને વિશ્વના ૩૪ માં ધનિક વ્યક્તિ છે. મુંબઈના મોટા રોકાણકાર છે. ‘ભારતના રિટેલ કિંગ’તરીકે જાણીતા દમાણીની કુલ સંપત્તિ ૧૬.૬ અબજ ડૉલર છે. દમાણીએ મુંબઈ યુનિ.થી કોમર્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ તેઓ અભ્યાસ પૂર્ણ કરી શક્યા નહોતા. તેમને પ્રારંભથી જ એકાઉન્ટિંગમાં રસ હતો. તેમને હિન્દી અને અંગ્રેજી આવડે છે. તેમણે સફળતાથી એ સાબિત કર્યું કે, ડિગ્રી કરતા નવા વિચાર વધુ જરૂરી છે, જેના દમ પર ઓળખ બનાવી શકાય છે.

૫) શિવ નાદર :- ભારતના ત્રીજા ધનિક શિવ નાદર છે. શિવ નાદર એચસીએલના ફાઉન્ડર છે. તેમની કુલ સંપત્તિ ૧૨.૨ અબજ ડૉલર છે. જોકે વિશ્વમાં તેઓ ૧૪૪ માં ક્રમે છે. તામિલનાડુના થૂઠુકુડી જીલ્લાના નાનકડા ગામ મુલાઈપુજીમાં જન્મેલા શિવે કુમ્બકોનમના ટાઉન હાયર સેકન્ડરી સ્કૂલમાં પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કર્યો.

ધ અમેરિકન કોલજ, મદુરૈઈથી તેમણે પ્રિ-યુનિવર્સિટીની ડિગ્રી મેળવી. તે પછી પીએસજી કોલેજ ઓફ ટેકનોલોજી, કોઈમ્બતૂરથી ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગની ડિગ્રી પૂર્ણ કરી.

૬) લક્ષ્મી મિત્તલ :– લક્ષ્મી મિત્તલ ભારતમાં આઠમા ધનિક વ્યક્તિ છે. સ્ટીલ ટાઈકૂન લક્ષ્મી મિત્તલ ૮.૯ બિલિયન ડૉલરની સંપત્તિ સાથે ૧૭૦ માં ક્રમે છે. લક્ષ્મી નિવાસ મિત્તલે ૧૯૫૭ થી ૧૯૬૪ સુધી શ્રી દૌલતરામ નોપાની વિદ્યાલયથી પ્રારંભિક શિક્ષણ મેળવ્યું. તેમણે કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ કોલેજથી કોમર્સમાં બિઝનેસ એન્ડ એકાઉન્ટિંગની ડિગ્રી મેળવી.

વર્ષ ૨૦૦૩ માં લક્ષ્મી નિવાસ મિત્તલ અને ઉષા મિત્તલ ફાઉન્ડેશને રાજસ્થાન સરકાર સાથે મળી જયપુરમાં એલ.એન.એમ. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈનફોર્મેશન એન્ડ ટેકનોલોજીની સ્થાપ્ના કરી. જે એક એનજીઓ છે. લક્ષ્મી નિવાસ મિત્તલ ફાઉન્ડેશને એસ.એન.ડી.ટી વિમેન્સ યુનિવર્સિટીના ‘ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ફોર વિમેન’ને મોટી રકમ દાનમાં આપી હતી. જે પછી ઈન્સ્ટિટ્યૂટનું નામ બદલી ‘ઉષા મિત્તલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી’કરવામા આવ્યું.

૭) ડૉ. સાઈરસ પૂનાવાલા :- તેઓ ભારતના સાતમા ધનિક વ્યક્તિ છે. ડૉ.સાયરસ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ફાઉન્ડર છે. ૯.૨ બિલિયન ડૉલરની નેટવર્થ સાથે વિશ્વમાં ૧૬૧ માં ક્રમે છે. સાઈરસ પૂનાવાલાનો જન્મ એક એવા પરિવારમાં થયો હતો, જેમનો પરંપરાગત બિઝનેસ હોર્સ રાઈડિંગનો હતો અને પૂનાવાલા સ્ટડ ફાર્મના માલિક હતા. તેમણે પોતાનો પ્રારંભિક અભ્યાસ બિશપ સ્કૂલ, પુણેથી કર્યો અને ૧૯૬૬ માં BMCCથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમને ૧૯૮૮ માં પુણે યુનિ. દ્વારા પીએચડીની ડિગ્રીથી સન્માનિત કરાયા હતા.

૮) કુમાર બિરલા :- ભારતના નવમાં સૌથી ધનિક વ્યક્તિ છે. ભારતના સૌથી મોટા ગ્રૂપમાંથી એક આદિત્ય બિરલા ગ્રૂપના અધ્યક્ષ કુમાર બિરલા આ વર્ષની લિસ્ટમાં ૭.૬ ડૉલરની સંપત્તિ સાથે સ્થાન મેળવવામાં સફળ રહ્યાં છે. તેમણે લંડન બિઝનેસ સ્કૂલથી એમબીએ કર્યું છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેમને સીએના અભ્યાસમાં રસ નહોતો પરંતુ તેઓ પિતાની વાત ટાળી શક્યા નહીં. પિતાએ કહ્યું હતું કે, હાલનો સમય સીએ કરવા માટેનો યોગ્ય સમય છે, તો તેઓ ચૂપચાપ સીએના અભ્યાસ માટે વિદેશ જતા રહ્યાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments