Homeસ્ટોરીનાનપણમાં બળદગાડું ચલાવનાર આજે બન્યો ભારતનો સૌથી સફળ એરલાઇન્સનો કેપ્ટન...

નાનપણમાં બળદગાડું ચલાવનાર આજે બન્યો ભારતનો સૌથી સફળ એરલાઇન્સનો કેપ્ટન…

બળદ ગાડુ ચલાવનાર વ્યક્તિ તેના જીવનમાં ક્યાં સુધી આગળ પહોંચી શકે છે? તે એક સારો ખેડૂત હોઈ શકે, કદાચ ઉદ્યોગપતિ પણ હોઈ શકે, પરંતુ શું કોઈ એવી અપેક્ષા કરી શકે છે કે બળદગાડું ચલાવનાર સાધારણ છોકરો એક દિવસ દેશની સસ્તી એરલાઇન્સ કંપની નો માલિકી પણ બની શકે? ખરેખર, તો આપણે બળદ ગાડીના બહાને કેપ્ટન ગોપીનાથનને યાદ કરીએ છીએ. આ તે વ્યક્તિ છે જેણે દેશના સામાન્ય માણસ માટે હવાઈ મુસાફરી સસ્તી કરી હતી. પરંતુ તેની આ સફળતા તરફની યાત્રા એટલી સરળ નહોતી.

દક્ષિણ ભારતીય ફિલ્મ સ્ટાર સૂર્યા એમેઝોન પ્રાઇમ પર કેપ્ટન ગોપીનાથનના જીવન પર આધારિત સોરારઈ પોટરુ  ફિલ્મ લાવ્યા છે. મૂળરૂપે આ ફિલ્મ સસ્તા ભાડા વાળી એરલાઇન્સ કંપની એર ડેક્કનના , નિવૃત્ત સૈન્ય કેપ્ટન જી.આર. ગોપીનાથની આત્મકથા ‘સિમ્પલી ફ્લાય’ પર આધારીત છે.

કેપ્ટન ગોપીનાથ એ એવી વ્યક્તિ છે કે જેમણે સામાન્ય માણસને હવાનું સ્વપ્ન પૂર્ણ કરવામાં મદદ કરી. આ મહત્વને ફક્ત તે જ વ્યક્તિ સમજી શકે છે જે પોતે સ્વપ્ન જોતો હોય, જે જાણતો હોય કે સપના જોવું એ કેટલું ખાસ છે.

ગોરુર રામાસ્વામી અયંગર ગોપીનાથનો જન્મ 1951 માં કર્ણાટકના ગોરુરમાં એક નાનકડા ગામમાં થયો હતો. પરિવારમાં 8 ભાઇ-બહેન હતાં. આવી સ્થિતિમાં, દરેક બાળકના ઉછેર માટે બરાબર ધ્યાન આપવું મુશ્કેલ હતું અને જરૂરિયાતો પૂરી કરવી પણ મુશ્કેલ હતી. તેમના પિતા ખેડૂત, શાળાના શિક્ષક અને કન્નડ નવલકથાકાર હતા. તેથી જ ગોપીનાથનો પ્રારંભિક અભ્યાસ ઘરે જ થયો. આ પછી, ધોરણ 5 થી પહેલી વાર, ગોપીનાથ કન્નડ શાળામાં ગયો.

ભણતરની સાથે સાથે તે તેમના પિતાને પણ તેમના કામમાં મદદ કરતા. તેમના પિતાને આર્થિક મદદ કરવા માટે ગોપીનાથ બાળપણમાં બળદગાડું ચલાવતા હતા. તેઓ કહેતા હતા કે ખેડૂત ના ઘરે કાં તો ખેડૂત જન્મે છે અથવા સૈનિક. ગોપીનાથે ખેતી કરી હતી, હવે સૈનિક બનવાનો વારો હતો. તેમણે વર્ષ 1962 માં બીજાપુરમાં આવેલી સૈનિક સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. આ પછી, રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમીની પરીક્ષા પાસ કરી.

ગોપીનાથે ભારતીય સૈન્યમાં 8 વર્ષ સેવા આપી હતી અને 1971 ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધમાં પણ ભાગ લીધો હતો. તે ફક્ત 28 વર્ષની વયે સૈન્યમાંથી નિવૃત્ત થયા.

તેના પછી શરૂ થયો સાચો સંઘર્ષ. તેણે નોકરી છોડી દીધી હતી, પરંતુ તેની પાસે કુટુંબ ચલાવવાની આર્થિક જવાબદારી તો હતી જ , તેમજ સપના પણ હતા…જેને તેને ક્યારે પણ એકલો નથી મુક્યો. ગોપીનાથે ડેરી ઉદ્યોગ , રેશમ ઉત્પાદન, મરઘાં ઉછેર, હોટલ, એનફિલ્ડ બાઇક ડીલ, સ્ટોક બ્રોકર જેવા ઘણા ક્ષેત્રો અજમાવ્યાં પરંતુ તેમાં ક્યાંય કોઈ ખાસ સફળતા મળી નહી.

ગોપીનાથે તેમના પુસ્તકમાં એક સ્થાનનો ઉલ્લેખ કર્યો છે જ્યાં તેઓ વર્ષ 2000 માં ફિનિક્સમાં પરિવાર સાથે રજા પર હતા. આ સમય દરમિયાન, બાલ્કની પર બેઠા, તેઓ ચા પી રહ્યા હતા અને તેમના માથા ઉપરથી વિમાન પસાર થયું. ટૂંક સમયમાં બીજું વિમાન પસાર થયું અને પછી એક કલાકમાં 4-5 વિમાન પસાર થયા. આ તેમના માટે આશ્ચર્યજનક હતું કારણ કે તે દિવસોમાં ભારતમાં હવાઈ સેવા એટલી મજબૂત નહોતી.

ફિનિક્સમાં, તેમણે એક સ્થાનિક વિમાનમથક શોધી કાઢ્યું, જે અમેરિકાના ટોચના વિમાનમથકોમાં શામેલ ન હતું, તેમ છતાં ત્યાં એક હજાર ફ્લાઇટ્સ હતી અને દરરોજ લગભગ એક લાખ મુસાફરો ને સેવા આપવામાં આવતી હતી. જો ભારતીય દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો તે સમયે, ભારતમાં 40 એરપોર્ટ્સ મળીને પણ એટલી ફ્લાઇટ્સ ના  હતી.

તે સમયગાળામાં, યુ.એસ. માં એક દિવસમાં 40000 વ્યાપારી વિમાન ઉડતા હતા જ્યારે ભારતમાં ફક્ત 420. ગોપીનાથને વિચાર આવ્યો કે જો બસો અને ટ્રેનોમાં મુસાફરી કરનારા કરોડો લોકોમાંથી માત્ર પાંચ ટકા લોકો હવાઇ મુસાફરી કરવાનું શરૂ કરશે, તો ઉડાન  વ્યવસાયને એક વર્ષમાં 53 કરોડ ગ્રાહકો મળશે. ગોપનાથે આ ગણતરી પર વિચાર્યું કે જો ત્યાં 53 કરોડ લોકો એટલે કે 200 કરોડ મધ્યમ વર્ગના લોકો દર વર્ષે ઓછામાં ઓછા 2 વાર હવાઇ મુસાફરી કરશે.

બસ, આ વિચાર તેમને ઉડ્ડયન ક્ષેત્રમાં લાવ્યો. સૌથી મુશ્કેલ કામ પૈસાની વ્યવસ્થા કરવાનું. ગોપીનાથની પત્નીએ તેમને તેમની બધી બચત આપી દીધી, મિત્રોએ એફડીમાંથી પૈસા આપ્યા અને પરિવાર પાસે જે હતું તે બધું જ આપી દીધું. કેપ્ટન ગોપીનાથે 1996 માં ડેક્કન એવિએશન નામની ચાર્ટર્ડ હેલિકોપ્ટર સેવા શરૂ કરી, હવે ઉડાનનું સ્વપ્ન પૂરું થવાનું હતું. ઓગસ્ટ 2003 માં, કેપ્ટન ગોપીનાથે 48 સિટો અને બે એન્જિનવાળા છ ફિક્સ-વિંગ ટર્બોપ્રોપ વિમાન સાથે એર ડેક્કનની સ્થાપના કરી. પ્રથમ ઉડાન દક્ષિણ ભારતના શહેર હુબલીથી બેંગ્લોરની હતી.

જ્યારે કંપની શરૂ કરવામાં આવી હતી, ત્યારે ફક્ત 2000 લોકો જ કંપનીના વિમાનોમાં સફર કરતા હતા, પરંતુ 4 વર્ષમાં, 25,000 લોકો દરરોજ સસ્તા ભાવે સફર કરવા લાગ્યા. વર્ષ 2007 માં, દેશના 67 એરપોર્ટથી આ કંપનીની 380 ફ્લાઇટ ઉડી રહી હતી અને કંપની પાસે પોતાના 45 વિમાન હતા. નો-ફ્રિલ્સ અભિગમ અપનાવતાં, તેમણે અન્ય એરલાઇન્સની તુલનામાં તેના ગ્રાહકોને અડધા ભાવે  ટિકિટ આપી. તેમાં એક સમાન બેઠક વ્યવસ્થા અને ખાવા-પીવાની સવલતોનો પણ સમાવેશ હતો. તેઓએ લોકો પાસેથી ઓછું ભાડું લીધું, પરંતુ કંપનીએ જાહેરાત દ્વારા સારી આવક મેળવી.

તેમણે તેમના મુસાફરોને 24 કલાક કોલ સેન્ટર સેવા પૂરી પાડી હતી, જેથી તેઓ કોઈપણ સમયે ટિકિટ બુક કરાવી શકે. આ બધું ભારતમાં પહેલીવાર બન્યું. બધું બરાબર ચાલતું હતું, જમીન ખાલી હતી અને ગોપીનાથના વિમાન હવા સાથે વાતો કરી રહ્યા હતા, પણ 2007 ના અંત સુધીમાં, ઘણી બીજી કંપનીઓ ઉડ્ડયન ક્ષેત્રે આવી ગઈ હતી. એમ કહેવામાં કોઈ નુકસાન નથી કે તેણે પણ શરૂઆતમાં ગોપીનાથના ફોર્મ્યુલાને અપનાવ્યું અને સામાન્ય નાગરિકોના ખિસ્સા પ્રમાણે હવાઈ મુસાફરી કરાવી.

એર ડેક્કને અન્ય એરલાઇન્સ સાથે સ્પર્ધા શરૂ કરી. કંપનીનું નુકસાન સતત વધતું ગયું અને કંપની માટે વધતી કિંમત સાથે તાલમેલ બનાવી રાખવું મુશ્કેલ બની રહ્યુ હતું. બધું સમાપ્ત થાય તે પહેલાં, ગોપીનાથે એર ડેક્કનની ડીલ દારૂના વેપારી વિજય માલ્યાની કંપની કિંગફિશર સાથે કરી લીધો. માલ્યાએ એર ડેક્કનનું નામ બદલી  કિંગફિશર રેડ રાખ્યું. ગોપીનાથને વિશ્વાસ હતો કે તેઓ ભલે એર ડેક્કન સાથે નથી છતાં પણ તેમનું સ્વપ્ન હવાઈ ઉડાન ભરતું રહેશે. તે બીજી બાબત છે કે માલ્યા ગોપીનાથના સ્વપ્નને સાચવી શકયો નહીં અને કંપની 2013 માં બંધ થઇ ગઈ. 2012 માં કેપ્ટન જી.આર.ગોપીનાથે બીબીસી સાથે વાત કરતા કહ્યું હતું કે “માલ્યા પાસે ક્યારેય કંપની માટે સમય જ નહોતો.

હું માનું છું કે જો તેણે કંપની તરફ થોડું ધ્યાન આપ્યું હોત તો આ ક્ષેત્રમાં તેમના કરતા શ્રેષ્ઠ કોઈ બીજું કોઈ હોટ જ નહીં. જો કે, ગોપીનાથ કશુંક નવું કરવાનો પ્રયત્ન કરતા ડરતા નથી. કંપની બંધ થયા બાદ તેમણે 2014 માં લોકસભાની ચૂંટણી લડી હતી, તે બીજી બાબત છે કે તે સફળ થયા નહીં. ઘણા મીડિયા માટે કોલમ લખ્યા પછી, વર્ષ 2017 માં, તેમણે પોતાનું બીજું પુસ્તક “યુ મિસ નોટ ધીસ ફ્લાઇટ: અસેજ ઓન ઇમઝીગ ઇન્ડિયા” લખ્યું. આજે તે તેના પરિવાર સાથે બેંગાલુરુમાં રહે છે અને કહે છે કે “એર ડેક્કનનું સ્વપ્ન હજી જીવંત છે અને સસ્તી ફ્લાઇટ સર્વિસ માટે હજી પણ ક્રાંતિ ચાલી રહી છે.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments