આ કિલ્લો માથેરાન અને પનવેલ સ્થળની વચ્ચે આવેલ છે. આ કિલ્લો ૨૩૦૦ ફૂટ ઉચી ટેકરી પર બનાવવામા આવ્યો છે. દેશમા રાજાઓ અને સમ્રાટો દ્વારા ઘણા કિલ્લા બનાવવામા આવ્યા છે. જે જોવા માટે એકદમ આકર્ષક છે પરંતુ ઘણા કિલ્લાઓ રહસ્યમય છે. તેમાંથી એક પ્રબલગઢ કિલ્લો છે. તે મહારાષ્ટ્રમાં માથેરાન અને પનવેલની વચ્ચે સ્થિત છે. આ કિલ્લો કલાવંતિ કિલ્લા તરીકે પ્રખ્યાત છે. રાત્રે આ કિલ્લામા વાતાવરણ બદલાય છે. એવુ કહેવામા આવે છે કે અહીંથી પડવાના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
૨૩૦૦ ફુટ ઉંચી ટેકરી પર બનેલા આ કિલ્લાની મુલાકાત લેતા લોકો સૂર્યાસ્ત પહેલા પાછા ફરે છે. બેહદ ઉચાંઈને લીધે માણસો અહી લાંબા સમય સુધી રોકાતા નથી. સાંજ થતાની સાથે અહી દૂર-દુર સુધી શાંતિ પથરાય જાય છે. અહીં ખડકો કાપીને દાદર બનાવવામા આવ્યા છે. પરંતુ આ સીડીઓ ઉપર દોરડાઓ કે કોઈ રેલિંગ નથી.
એવુ કહેવામા આવે છે કે પગ લપસવાને કારણે અહી ઘણા લોકોના મોત નીપજ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ કિલ્લો મનહુસ બની ગયો છે. સેંકડો લોકોનાં મોતને લીધે આ સ્થાન નકારાત્મકતાથી વસેલુ છે. આ સ્થાન લોકોને પોતાની તરફ આકર્ષે છે. એટલા માટે અહીં ઘણા લોકો આત્મહત્યા કરી લે છે.
આ કિલ્લો અગાઉ મુરંજન કિલ્લા તરીકે જાણીતો હતો પરંતુ તેનુ નામ છત્રપતિ શિવાજી મહારાજના શાસન હેઠળ નામ બદલી નાખવામા આવ્યુ હતુ. કલાવંતી દુર્ગના કિલ્લા પરથી ચંદેરી, માથેરાન, કરનાલ અને અર્શલ કિલ્લો પણ દેખાય છે. ઓક્ટોબર થી મે મહિના દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહી આવે છે.