Homeજાણવા જેવુંશું તમે ભારતની આ 5 શ્રેષ્ઠ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ ની મુલાકાત લીધી...

શું તમે ભારતની આ 5 શ્રેષ્ઠ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ ની મુલાકાત લીધી છે, જો ન લીધી હોય તો ભૂલતા નહિ તેની મુલાકાત લેવાનું.

વિશ્વની સાંસ્કૃતિક ધરોહરની ઉજવણી કરવા માટે વર્લ્ડ હેરિટેજ ડે દર વર્ષે ૧૮ એપ્રિલના રોજ ઉજવવામા આવે છે. આ દિવસની ઉજવણીની શરૂઆત આંતરરાષ્ટ્રીય કાઉન્સિલ ઓન સ્મારકો અને સાઇટ્સ (આઇકોમોસ) ના પ્રયત્નોથી થઈ. આપણા દેશમાં ઘણા ઐતિહાસિક સ્થળો છે જે વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની સૂચિમા શામેલ છે. આ દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે જેથી આપણે આપણા સાંસ્કૃતિક વારસાના જતન માટે જાગૃત રહીએ.ભારતમા હમ્પીથી તાજમહેલ સુધીની આવી ૩૯ જગ્યા છે જે વર્લ્ડ હેરિટેજ લિસ્ટમા શામેલ છે. તો ચાલો જાણીએ દેશના આવા ૫ શ્રેષ્ઠ ઐતિહાસિક સ્થળો વિશે.

૧) નાલંદા મહાવીર, બિહાર :- નાલંદા ૫ મી સદીમા ભારતની એક લોકપ્રિય યુનિવર્સિટી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ કેન્દ્ર ૮૦૦ વર્ષ સુધી ચાલ્યુ હતુ અને વિશ્વભરના વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરુ પાડ્યુ હતુ. યુનેસ્કોની વેબસાઇટ અનુસાર એવા પ્રમાણ મળ્યા છે જે સૂચવે છે કે બૌદ્ધ ધર્મ અહી ફેલાયો હતો અને અહીં શૈક્ષણિક પરંપરાઓ વિકસિત થઈ હતી.

૨) કાઝીરંગા વાઇલ્ડ લાઇફ અભયારણ્ય, આસામ :- આસામના કાજીરંગા વન્યપ્રાણી અભયારણ્ય બ્રહ્મપુત્ર નદીના કાંઠે ૪૨,૯૯૬ એકરમા પથરાયેલુ છે. ૧૯૭૪ મા તેને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કર્યું હતુ.અહી મોટી સંખ્યામા એક શીંગી ગેંડા જોવા મળે છે. ૧૯૮૮ મા આ સ્થાનને વર્લ્ડ હેરિટેજ સાઇટમા સમાવવામા આવ્યુ હતુ.

૩) હુમાયુની કબર, દિલ્હી :- હુમાયુના મકબરાનો ઇતિહાસ ઈ.સ ૧૫૭૨ નો છે. મોગલ બાદશાહ હુમાયુ બાબરનો પુત્ર હતો. બાબરે ભારત ઉપર અનેક હુમલા કર્યા હતા અને તમામ જીત્યા હતા. પાછળથી બાબર અહી સ્થાયી થયો હતો. હુમાયુને તેના પિતાનો વારસો મળ્યો હતો અને તેના પુત્ર અકબરે ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી વિસ્તાર કર્યો હતો.

હુમાયુના સમયની પ્રખ્યાત સમાધિ વિશે વાત કરીએ તો આ ઇમારત તાજમહલ પહેલા બની હતી અને આના ૧૦૦ વર્ષ પછી તાજમહેલ બન્યો હતો. આ સમાધિના ઐતિહાસિક મહત્વને ધ્યાનમા રાખીને ૧૯૯૩ મા તેને વર્લ્ડ હેરિટેજ સ્મારકનો દરજ્જો આપવામા આવ્યો. હતો.

૪) ચાંપાનેર પાવાગઢ પુરાતત્ત્વીય ઉદ્યાન, ગુજરાત :- ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાનનો ઇતિહાસ ૮ મી સદીથી ૧૪ મી સદીનો છે. આ સાઇટને ૨૦૦૪ મા વર્લ્ડ હેરિટેજ સાઇટમા સમાવવામા આવી હતી. આ સ્થાન પોતાના ઇતિહાસ અને સાંસ્કૃતિકની ઓળખ માટે જાણીતુ છે.

૫) આગ્રાનો તાજમહેલ :- આગ્રાનો તાજમહેલ વિશ્વવિખ્યાત છે. આ સફેદ આરસની ઇમારત મોગલ શાસક શાહજહાંએ તેની પત્ની મુમતાઝ મહેલની યાદમા બનાવી હતી. ૧૭ હેકટરમા ફેલાયેલ આ સમાધિ પોતાની સ્થાપત્ય માટે જાણીતી છે.

આ બિલ્ડિંગના નિર્માણમા ૨૦,૦૦૦ થી વધુ કામદારો કાર્યરત હતા અને તે ૨૨ વર્ષમા પૂર્ણ થયુ હતુ. આ સમય દરમિયાન એક જગ્યાએથી બીજી જગ્યાએ આરસના પત્થરો લઈ જવા માટે ૧૦૦૦ હાથીઓનો ઉપયોગ થયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments