Homeધાર્મિકભગવાન ગણેશનો જન્મ કેવી રીતે થયો હતો, જાણો તેમના જન્મસ્થળ વિષે...

ભગવાન ગણેશનો જન્મ કેવી રીતે થયો હતો, જાણો તેમના જન્મસ્થળ વિષે…

ભગવાન ગણેશને પ્રથમ પૂજ્ય દેવતા માનવામાં આવે છે. ગણેશજીની પૂજા કર્યા વિના કોઈ શુભ કાર્ય શરૂ આવતું નથી. બધા માંગલિક કાર્યોમાં પહેલા ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે અને પછી તેની પૂજા કરવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રો મુજબ બુધવારનો દિવસ ગણપતિ બાપ્પાને સમર્પિત છે. તેથી ભગવાન ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવા માટે બુધવારે તેમની પૂજા કરવી જોઈએ. આ દિવસે તેમની પૂજા કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે. ચાલો અમે તમને જણાવીએ કે, ભગવાન ગણેશનો જન્મ કેવી રીતે થયો હતો અને તેનું જન્મસ્થળ ક્યુ છે.

એવું કહેવામાં આવે છે કે, માતા પાર્વતી દ્વારા પવિત્ર વ્રતના પરિણામ રૂપે ગણેશજીનો જન્મ થયો હતો. પુરાણોમાં, તેમના જન્મના સંબંધમાં એવું કહેવામાં આવ્યું છે કે, માતા પાર્વતીએ તેમની સખી જયા અને વિજ્યાના કહેવા પર એક ગણની ઉત્તપત્તિ કરી હતી. માથુર બ્રાહ્મણોના ઇતિહાસ મુજબ, 9938 વિક્રમ સંવત પૂર્વના ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિના દિવસે ભગવાન ગણેશનો જન્મ મધ્યાહ્ન સમયે થયો હતો. પૌરાણિક કથા અનુસાર તેનો જન્મ સતયુગમાં થયો હતો.

ઉત્તરકાશી જિલ્લાના “ડોડિતાલ”ને  ભગવાન ગણેશનું જન્મસ્થળ માનવામાં આવે છે. અહીં માતા અન્નપૂર્ણાનું પ્રાચીન મંદિર છે જ્યાં ગણેશજી તેમની માતા સાથે બિરાજમાન છે. ડોડિતાલ, જે મૂળ રૂપે ‘બુગ્યાલ’ની મધ્યમાં ખૂબ જ વિશાળ તળાવ છે, ત્યાં જ ગણેશનો જન્મ થયો હતો. એવું પણ કહેવામાં આવે છે કે, કેલસૂ જે મૂળરૂપે એક પટ્ટી છે (પહાડોમાં ગામડાંઓના સમૂહને પટ્ટી કહેવામાં આવે છે), તેનું મૂળ નામ કૈલાશુ છે. સ્થાનિક લોકો કૈલાશુને ભગવાન શિવનું કૈલાશ કહે છે. કૈલાશુ પ્રદેશ અસી ગંગા નદીની ખીણના સાત ગામોથી બનેલો છે. ભગવાન ગણેશને સ્થાનિક બોલીમાં ‘ડોડી રાજા’ કહેવામાં આવે છે. કેદારખંડમાં ગણેશજીનું પ્રચલિત નામ ‘ડુંડિસર’ છે.

માન્યતા અનુસાર, ડોડિતાલ ક્ષેત્ર કૈલાશની મધ્યમાં આવેલું છે અને ડોડિતાલ ભગવાન ગણેશની માતા અને શિવની પત્ની પાર્વતીનું સ્નાન સ્થળ હતું. સ્વામી ચિહ્મયાનંદના ગુરુ સ્વામી તપોવનએ મુદ્ગ્લ ઋષિ દ્વારા લખાયેલા મુદ્ગલ પુરાણ દ્વારા પોતાનું પુસ્તક હિમગિરી વિહારમાં પણ ડોડિતાલ ગણેશજીનું જન્મસ્થળ હોવા વિશે લખ્યું છે. જોકે કૈલાસ પર્વત અહીંથી ઘણા માઇલ દૂર છે, પરંતુ સ્થાનિક લોકો માને છે કે અહીં એક સમયે માતા પાર્વતી વિહાર કરવા આવ્યા હતા, ત્યારે ગણેશજીનો જન્મ થયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments