ભગવાન શ્રી ગણેશના દરેક અંગો સૂંઢથી માંડીને કાનમાં પણ છુપાયેલું છે એક ખાસ રહસ્ય…

ધાર્મિક

ગણપતિને ત્રણેય દેવો બ્રહ્મા વિષ્ણુ મહેશની જેમ આદિ દેવ માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ગણપતિને મંગલમૂર્તિ કહેવામાં આવે છે, કારણ કે તેના અંગ અંગમાં આશીર્વાદ અને વરદાનથી નિર્લિપ્ત છે, જે જીવનને યોગ્ય દિશામાં જીવવાનો સંદેશ આપે છે. ભગવાન ગણેશને શુભ દેવતા કહેવામાં આવે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે ભગવાન ગણેશના વિવિધ અંગોનું રહસ્ય શું છે.

ગણપતિનું મોટું માથું :- ભગવાન ગણેશ બુદ્ધિ  અને સમજદારીથી નિર્ણય લે છે. ગણપતિના મસ્તકના દર્શન કરવાથી ભગવાન ગણેશ બુદ્ધિ આપે છે. તેની પાસે એવી તાર્કિક શક્તિ પણ જેનાથી તે કોઈ ખોટા નિર્ણય લઈ લેતા નથી. 

શ્રીગણેશની કલ્યાણકારી સૂંઢ :- ગણપતિની સૂંઢ હંમેશા હરતી-ફરતી જ રહે છે. સૂંઢ હંમેશાં દરેક ક્ષણે સક્રિય રહેવાનું સૂચવે છે. શ્રીગણેશની સૂંઢના દર્શન કરવાથી દુ:ખ અને ગરીબીનો સામનો ક્યારેય કરવો પડતો નથી. ગણપતિની સૂંઢ ભક્તોને સજાગ અને સક્રિય રહેવાનું સૂચવે છે.

ભગવાન ગણેશનું મોટું પેટ :- ગણપતિનું પેટ ખૂબ મોટું છે. તેથી જ તેમને લંબોધર પણ કહેવામાં આવે છે. ગણપતિના મોટા પેટના દર્શનથી, ભક્તોમાં દરેક સારી અને ખરાબ વાતો સાંભળી લેવાનો ગન આવે છે. કોઈપણ વિષય પર નિર્ણય લેવામાં સમજની ભાવના સ્થાપિત થાય છે. અંગ વિજ્ઞાન મુજબ, મોટું પેટ ખુશાલીનું પ્રતીક છે.

ગણેશ નાની આંખો :- ભગવાન ગણેશની આંખો નાની છે. એવું કહેવામાં આવે છે કે, નાની આંખોવાળી વ્યક્તિ પ્રતિબિંબીત અને ગંભીર સ્વભાવની હોય છે. એટલે કે, ગણપતિની આંખો એ સંદેશ આપે છે કે, દરેક વસ્તુનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. આ કરીને જ યોગ્ય નિર્ણય લેવો જોઈએ.

એકાદંત :- ભગવાન ગણેશ અને પરશુરામ વચ્ચેની લડાઇમાં ભગવાન ગણેશનો એક દાંત તૂટી ગયો હતો અને આ કારણોસર તેમને એકાદંત કહેવામાં આવે છે. ભગવાન ગણેશે પોતાના તૂટેલા દાંતને પેન બનાવી અને તેવા વડે સંપૂર્ણ મહાભારત લખ્યું. તેના તૂટેલા દાંત આપણને એ શીખ આપે છે દરેક વસ્તુનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *