ભીમની શક્તિ જોઈને દુર્યોધનને નફરતની લાગણી થઈ ગઈ હતી તેબદલો લેવા માંગતો હતો. ભોજનમા વિષ ભેળવીને ભીમને મારવા માટે રચવામા આવ્યુ હતુ ષડ્યંત્ર ,નાગલોકમા મળ્યુ હતુ નવુ જીવનદાન. ભીમને પાંડવોમાં સૌથી શક્તિશાળી માનવામા આવે છે. તેમની પાસે ૧૦,૦૦૦ હાથી જેટલી શક્તિ હતી. તેમને જોઈને મોટા-મોટા યોદ્ધાઓ મેદાન છોડીને ભાગી જતા.પણ શું તમે જાણો છો ભીમના આ બળનું રહસ્ય શું છે. ખરેખર મહાભારતમા આપવામાં આવેલા વર્ણન મુજબ નાગલોકામા ભીમની શક્તિનુ રહસ્ય છુપાયેલુ છે. અહીં તે ૮ દિવસ સૂઈને શક્તિશાળી બની ગયો હતો.
પૌરાણિક શાસ્ત્રો અનુસાર ભીમ નાનપણથી ખૂબ શક્તિશાળી હતા. દોડ, નિશાનેબાજી અથવા કુસ્તી જેવી બધી રમતોમા ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવોને હરાવી દેતો હતો. આને કારણે દુર્યોધનને ભીમથી ધ્રુણા થતી હતી. તેણે બદલો લેવા માટે ઉદક્ક્રીડન નામના સ્થળે એક શિબિરનુ આયોજન કર્યું. રમતગમત સાથે જમવાની પણ વ્યવસ્થા હતી.
પાંડવોએ પણ તેમા ભાગ લીધો હતો. તક શોધીને દુર્યોધને ભીમના ખોરાકમા ઝેર ઉમેર્યું અને ગંગા નદીમાં ફેંકી દીધો હતો. ભીમ બેભાન થઈને પાણીમા ગરકાવ થઈને સીધા નાગલોક પહોચી ગયા. અહીં ઝેરી સાંપ ભીમને ડંખ મારી દીધો હતો જેના કારણે તેમના શરીરમા રહેલ ઝેરની અસર ઓછી થઈ ગઈ.
જ્યારે ભીમને હોશ આવ્યો ત્યારે તેણે સાપોને જોયા અને તેમને મારવા માંડ્યા. ભીમનો ક્રોધ જોઈને સાપ ડરી ગયા અને તેઓ નાગરાજના આશ્રયમા ગયા. નાગરાજ વાસુકી આર્યક નાગ સાથે જાતે ભીમ પાસે ગયા . આર્યક નાગે ભીમને ત્યાં જતાની સાથે ઓળખી લીધો. નાગરાજાએ ભીમને એવા ૮ કુંડનો રસ આપ્યો જેમા આશરે ૧૦ હજાર હાથીઓની શક્તિ હતી. તે પીધા પછી ભીમ ૮ દિવસ સૂઈ રહ્યો હતો. જ્યારે તે ભાનમા આવ્યા ત્યારે તે પહેલા કરતા વધુ મજબૂત બની ગયો હતો.