ઉનાળાની ઋતુમા લોકો જરૂર પડે ત્યારે જ ઘરની બહાર નીકળે છે. ગરમીનો પારો વધતાં લોકોની મુશ્કેલીમા વધારો થાય છે. કેટલાક લોકો ગરમીને ટાળવા માટે ઘરોમા એર કંડિશનરનો ઉપયોગ કરે છે જેથી ઠંડી હવામા થોડી ક્ષણો શાંતિથી પસાર કરી શકે. જો કે જો તમે ઉનાળાની ઋતુમા ઠંડી અને એકદમ તાજી હવાનો આનંદ માણવા માંગતા હો તો પછી તમે ઓડિશાના ટીટલાગઢમાએક મંદિરની મુલાકાત લઈ શકો છો.
અહી શિવ-પાર્વતીનુ એવુ ચમત્કારિક મંદિર છે કે જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. ઓડિશા એક ગરમ રાજ્ય છે. ઉનાળાની ઋતુમા અહીંનુ તાપમાન ચરમસીમાએ પહોચી જાય છે. પરંતુ ટિટલાગઢ નામનુ સ્થાન હંમેશા ઠંડુ રહે છે. આને કારણે ઉનાળાની ઋતુમા અહી શાંતિ મળે છે.
શિવ-પાર્વતીનુ આ મંદિર ઓડિશાના બાલાંગીર જિલ્લાના ટિટલાગઢમા હાજર છે. કુમ્હારા પર્વતની ખડકાળ પથ્થરોને કારણે તાપમાન ખૂબ ઉચુ રહે છે. પર્વતની ઉચાઇએ પણ ૫૫ ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોચી જાય છે પરંતુ આ મંદિર જ્યા બનેલુ છે તેની આસપાસનુ સ્થાન એકદમ ઠંડુ રહે છે.
મંદિરમા અંદર દાખલ થતા એવુ લાગે છે કે જાણે અહી એરકન્ડીશન સ્થાપિત કરેલ હોય . લોકો કહે છે કે શિવ-પાર્વતીની આ મૂર્તિઓમાંથી ફક્ત ઠંડી હવા જ આવે છે જે આ સ્થાનને એકદમ ઠંડુ રાખે છે. કેટલીકવાર ઠંડી એટલી વધી જાય છે કે ઉનાળાની બપોરે પણ પૂજારીએ ધાબળો ઓઢવો પડે છે. તે લગભગ ૩૦૦૦ વર્ષ જૂનુ મંદિર છે. અહી બનતી ઘટનાઓ ભક્તોની સમજણ બહારની છે.