જાણો ભારતની આ 5 પવિત્ર નદીઓના ધાર્મિક મહત્વ વિશે…

295

ભારતમાં ગંગા, યમુના, બ્રહ્મપુત્ર, નર્મદા અને કાવેરી નદીઓનું ખુબ જ ધાર્મિક મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ નદીઓમાં સ્નાન કરવાથી બધા પાપોમાંથી મુક્તિ મળે છે. ભારતમાં આ નદીઓની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આજે અમે તમને આ પવિત્ર નદીઓ વિશે માહિતી આપીશું. આ લેખ દ્વારા, અમે તમને જણાવીશું કે ભારતની આ પવિત્ર નદીઓ ક્યાંથી ઉદ્ભવે છે અને કયા રાજ્યોમાંથી આ નદીઓ પસાર થાય છે. આ ઉપરાંત એ પણ જણાવીશું કે, આ નદીઓ જુદા જુદા સ્થળોએ કયા નામથી જાણીતી છે.

1) ગંગા નદી :-

ભરતમાં ગંગા નદીનું સૌથી વધારે ધાર્મિક મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ગંગા નદીમાં સ્નાન કરવાથી તમામ પાપો નષ્ટ થઈ જાય છે. ગંગા નદી હિમાલયથી નીકળે છે અને વારાણસી, પ્રયાગ અને હરિદ્વાર થઈને બંગાળની ખાડીમાં ભળી જાય છે. ગંગા એ માત્ર ભારતની નદી નથી. ભારતમાં ગંગાને માત્ર નદી જ નથી માનવામાં આવતી, પરંતુ ભારતમાં ગંગા નદીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ભારતમાં ગંગા નદીને માતા ગંગા, ગંગા જી, ગંગા મયા, દેવી ગંગા જેવા અનેક નામોથી ઓળખવામાં આવે છે. ગંગા ભારતની ત્રીજી સૌથી મોટી નદી છે અને ગંગા નદીની લંબાઈ આશરે 2525 કિલોમીટર છે.

2) યમુના નદી :-

પૌરાણિક કથા અનુસાર, યમુના નદીને ભગવાન શ્રીકૃષ્ણની સંગની કહેવામાં આવે છે. ભારતમાં યમુના નદીને માતાનો દરજ્જો આપવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, યમુના નદી ભક્તિનું પ્રતીક છે. યમુનોત્રીથી પસાર થઈ યમુના નદી દિલ્હી, આગ્રા અને ઇટાવા થઈને પ્રયાગરાજમાં ગંગા નદીમાં મળી જાય છે. યમુના નદીને “યમુના મૈયા” તરીકે પણ ઓળખવામાં આવે છે અને યમુના નદીની લંબાઈ 1376 કિલોમિટર છે.

3) નર્મદા નદી :-

નર્મદા નદીનું ધાર્મિક મહત્વ ખુબ જ વધારે છે. મહાકાલ પર્વતના અમરકંટક સ્થળેથી નીકળી નર્મદા નદી પશ્ચિમ દિશા તરફ વહીને ખંભાતના અખાતની ખાડીમાં મળી જાય છે. નર્મદા નદી મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં વહે છે અને આજે પણ મધ્ય પ્રદેશમાં નર્મદા નદીની વિશેષ પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, નર્મદા નદીનું પરિભ્રમણ કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત થાય છે. નર્મદા નદીને “રેવા નદી” તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં નર્મદા નદીને માતાનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. નર્મદા નદીની લંબાઈ 1312 કિલોમિટર છે.

4) કાવેરી :- 

કાવેરી એ દક્ષિણની સૌથી પ્રખ્યાત નદી છે. બ્રહ્મગિરિ પર્વતમાંથી નીકળતી કાવેરી નદી, કર્ણાટક અને તમિલનાડુમાંથી પસાર થઈ બંગાળની ખાડીમાં ભળી જાય છે. કાવેરીને દક્ષિણ ભારતની પવિત્ર નદી માનવામાં આવે છે. કાવેરીને “દક્ષિણ ભારતની ગંગા” તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ લોકોનું એક મુખ્ય તીર્થસ્થાન “તિરુચિરાપલ્લી”, જે કાવેરી નદીના કાંઠે આવેલું છે. ભારતમાં કાવેરી નદીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. કાવેરી નદીની લંબાઈ આશરે 800 કિલોમીટર છે.

5) બ્રહ્મપુત્રા નદી :- 

બ્રહ્મપુત્રા નદીને ભારતની સૌથી જૂની નદીઓમાંની એક માનવામાં આવે છે. તિબેટના માનસરોવર તળાવથી નીકળી બ્રહ્મપુત્રા નદી ભારતના અરુણાચલ પ્રદેશ અને આસામમાંથી પસાર થઈ બંગાળની ખાડીમાં ભળી જાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર બ્રહ્મપુત્રા નદીને ભગવાન બ્રહ્માનો પુત્ર માનવામાં આવે છે. બ્રહ્મપુત્રા નદી જુદા જુદા નામોથી જાણીતી છે. બ્રહ્મપુત્રા નદી તિબેટમાં ‘સાંપો’, અરુણાચલમાં ‘ડીહ’ અને આસામમાં ‘બ્રહ્મપુત્ર’ અને ચીનમાં ‘યા-લૂ-ત્સાંગ-પૂ’, ‘ચિયાંગ’ અને ‘યેરલંગ જૈગામ્બો જિયાંગ’ તરીકે ઓળખાય છે. બંગાળમાં બ્રહ્મપુત્રા નદીને ‘જામુન નદી’ અને આસામમાં ‘શોક નદી’ પણ કહેવામાં આવે છે. બ્રહ્મપુત્રા નદીએ ભારતની બીજી સૌથી મોટી નદી છે, અને તેની લંબાઈ લગભગ 2900 કિલોમિટર છે.

Previous articleજાણો ગાયના દૂધમાં ઘી મિક્સ કરીને પીવાથી થતા ફાયદાઓ વિષે, જે તમને સાંધાના દુખાવાથી રાહત આપે છે.
Next articleજાણો કીવીના ફાયદાઓ વિષે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા સાથે આરોગ્યને માટે પણ છે ખુબ જ ફાયદાકારક…