Homeઅજબ-ગજબજાણો આ ભૂતિયા ઢીંગલી વિષે કે જેના કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા...

જાણો આ ભૂતિયા ઢીંગલી વિષે કે જેના કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા છે અને તેમાં દુષ્ટ આત્મા નો પણ વાસ છે.

રોબર્ટ નામની ઢીંગલીમા ભૂત પ્રેતનો વાસ હતો. હોલીવુડની ફિલ્મ ”ચકી” એ આ ઢીંગલી ઉપર બનાવવામા આવી હતી. ચકી ફિલ્મમા એક નિર્જીવ ઢીંગલી ઘણા લોકોના મૃત્યુનુ કારણ બન્યુ હતુ. ડોલ રોબર્ટ વિશે લોકો કહે છે કે તે અનેક અકસ્માતોમા સામેલ હતો. તે નિર્જીવ હોવા છતા તેણે ઘણા લોકોને નુકસાન પહોંચાડ્યુ હતુ. લોકો માને છે કે એક દુષ્ટ આત્મા તેનામા રહે છે. ઢીંગલી રોબર્ટ યુજેન ઓટ્ટો રોબર્ટ યુજેન ઓટ્ટોની હતી. આ ઢીંગલી ઓટોને તેના દાદા એ એક ભેટ સ્વરૂપે આપી હતી. આ ઢીંગલીને જર્મનીમા ૧૯૦૪ મા સ્ટિફ કંપની દ્વારા બનાવામા આવી હતી. ઘણા લોકો કહે છે કે આ ઢીંગલીને ઓટો પરિવારની એક કામવાળીએ ભેટ આપી હતી.

કામવાળીએ ઢીંગલી ઉપર કાળુ જાદુ કર્યું હતુ. યુજીને પોતાની ઢીંગલીનુ નામ રોબર્ટ રાખ્યુ હતુ. ઓટો પરિવારને આ ઢીંગલી ખુબ ગમતી હતી. યુજેને ઢીંગલીને તેના બાળપણનો એક ડ્રેસ પહેરાવ્યો હતો. યુજેન તેને બધી જગ્યાએ લઈ જતી હતી. જમવાના ટેબલ પર રોબર્ટ ડોલ માટે ખુરશી રાખતી હતી. પરંતુ ધીરે ધીરે બધુ બદલાવાનુ શરૂ થયુ.

ઓટો પરિવારે જે વ્યક્તિને ઢીંગલી વિશે કહ્યુ તે અકસ્માતમા મૃત્યુ પામવા લાગ્યા. જ્યારે લોકોએ તે તમામ મૃત્યુ માટે ઓટો પરિવારને જવાબદાર ગણવા લાગ્યા, ત્યારે તેઓએ તમામ વાક ઢીંગલીનો કાઢ્યો હતો. ઘણાએ કહ્યુ કે તેઓએ ઓટો પરિવારને વિવિધ અવાજોમા ઢીંગલી સાથે વાત કરતા સાંભળ્યા છે.

તે જ સમયે કેટલાક લોકોએ કહ્યુ કે ઓટો પરિવારે ગુનો કર્યો છે અને આક્ષેપ ઢીંગલી પર મૂક્યો છે. ઘણા કહે છે કે રોબર્ટને ચાલતા પણ જોયો હતો. યુજેન મોટી થઈ પછી ઓટો પરિવારનુ ઘર છોડી દીધુ અને ઢીંગલી રોબર્ટને ભોંયરામા મૂકી દીધી. નજીકમા રહેતા લોકોએ કહ્યુ કે ખાલી મકાનમા કોઈના ચાલવાનો અવાજ સંભળાતો રહેતો હતો.

જ્યારે આ મકાન કોઈએ ખરીદ્યુ ત્યારે તેમને એ ઢીંગલી મળી હતી. નવા માલિકની પુત્રીએ દાવો કર્યો હતો કે ઢીંગલીએ તેના પર હુમલો કર્યો હતો અને તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ૧૯૯૪ મા આ ઢીંગલીને એક સંગ્રહાલયને આપવામા આવી હતી. સંગ્રહાલયમા તેનુ નામ હોન્ટેડ ટોય રાખ્યુ હતુ.

લોકો પણ તેની મુલાકાત લેતા હતા. ઢીંગલીની શક્તિઓની ચકાસણી કરવા મ્યુઝિયમમા આવતા લોકોએ તેને પત્રો લખવાનુ શરૂ કર્યું. એવુ કહેવામા આવે છે કે જેણે પણ તેમને પત્ર લખ્યો તેને થોડુ ઘણુ નુકશાન થયુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments