આ ગુફા (patal bhuvaneshwar cave tempal)વિશેની સૌથી વિશેષ બાબત એ છે કે અહી એક શિવલિંગ છે જે સતત વધી રહ્યું છે. અહી શિવલિંગ વિશે એક માન્યતા છે કે જ્યારે તે શિવલિંગ ગુફાની છતને સ્પર્શ કરશે ત્યારે પૃથ્વીનો અંત આવશે. સનાતન ધર્મમા ભોલેને સૌથી દયાળુ માનવામા આવે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે આ ત્રણ દેવતાઓ વિશે ઘણા રહસ્યો રહે છે. પુરાણો અનુસાર જ્યાં બ્રહ્માની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુની નાભિથી થયુ હોવાનુ માનવામા આવે છે ત્યાં ભગવાન શિવની ઉત્પત્તિ વિશે વિવિધ માન્યતા છે. આ સાથે દરેક ભગવાનના સ્થળે એક મંદિર છે. પરંતુ આજે અમે તમને એક એવી ગુફા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યા હિન્દુ ધર્મના ૩૩ કરોડ દેવી-દેવતા એક સાથે વાસ કરે છે. આ સિવાય આ ગુફા વિશે ઘણી વસ્તુઓ હજી પણ એક રહસ્ય જ છે.
આ ગુફાનુ નામ પાતાળ ભુવનેશ્વર ગુફા મંદિર છે. જે ઉત્તરાખંડના ગાંગોલીહાટ ગામની નજીક સ્થિત છે. આ ગુફાએ પોતાની છાતીમા ઘણા રહસ્યો દફનાવયા છે. આ ગુફાનો ઉલ્લેખ ઘણા પુરાણોમા પણ કરવામા આવ્યો છે. આ ગુફા વિષે કહેવામા આવે છે કે તેમા વિશ્વના અંતનુ રહસ્ય છુપાયેલુ છે. આ ગુફાનુ નામ પાતાળ ભુવનેશ્વર છે. પુરાણમા પાતાળ ભુવનેશ્વર ગુફાને ભગવાન શિવનો વાસ માનવામા આવે છે.
બધા દેવી દેવતા આવીને ભગવાન શિવની પૂજા કરે છે. પુરાણો અનુસાર બધા દેવી-દેવતા અહી આવીને ભગવાન શિવની પૂજા કરે છે. ગુફાની અંદરનો દેખાવ ખૂબ જ અલગ છે. જે આ ગુફામા જાય છે તે બહારની દુનિયા ભૂલી જાય છે અને તેના રહસ્યોમા ખોવાઈ જાય છે. અંદર જતા જ તમે જોશો કે ગુફાની અંદર એક અલગ જ દુનિયા વસેલી છે.
માન્યતાઓ અનુસાર આ ગુફાની શોધ આદિ જગત ગુરુ શંકરચાર્યએ કરી હતી. આ સિવાય એવુ પણ કહેવામા આવે છે કે દ્વાપર યુગમા પાંડવોએ અહી ભગવાન શંકર સાથે ચૌપાટ રમ્યા હતા. કળયુગમા જ્યારે જગત ગુરુ શંકરાચાર્ય દ્વારા ઈ.સ ૭૭૨ આસપાસ મુલાકાત લેવામા આવી હતી ત્યારે તેમણે અહી એક તાંબાનુ શિવલિંગ સ્થાપિત કર્યું હતુ.
ગુફાની અંદર જવા માટે લોકોને લોખંડની સાંકળોનો આશરો લેવો પડે છે.
આ ગુફા પત્થરોથી બનેલી છે. તેની દિવાલોમાથી પાણી ટપકતુ રહે છે જેના કારણે અહી જવાનો રસ્તો ખૂબ જ ચીકણો છે. ગુફામા એક પથ્થર સાપના સ્વરૂપનો છે તેને પૃથ્વીને પકડી રાખી હોય તેવુ જોઇ શકાય છે. આ ગુફાની સૌથી વિશેષ વાત એ છે કે અહી એક શિવલિંગ છે જે સતત વધી રહ્યુ છે. અહી શિવલિંગ વિશે એક માન્યતા છે કે જ્યારે તે શિવલિંગ ગુફાની છતને સ્પર્શે છે ત્યારે જગતનો અંત આવશે. આ ઉપરાંત આ ગુફા વિશે એકરૂપતા એ છે કે ભગવાન શિવએ ગણેશજીનુ માથુ કાપ્યા પછી ગણેશનુ માથુ અહી રાખવામા આવ્યુ છે જે આજે પણ પૂજાય છે.