આજના સમયમા લોકો પોતાની તંદુરસ્તી માટે વિશેષ કાળજી લે છે જેથી તેઓ લાંબા સમય સુધી જુવાન દેખાઈ શકે. યુવાન દેખાવાની ઇચ્છા ફક્ત સ્ત્રીઓમા જ નહી પુરુષોમા પણ સમાનરૂપે છે. જો તમે ૨૫ વર્ષની ઉંમરે વૃદ્ધ થશો તો શું થશે ? આ સાંભળવામા તદ્દન વિચિત્ર લાગે છે પરંતુ તે વાસ્તવિકતામા થઈ રહ્યુ છે. ખરેખર એક એવુ ગામ છે જ્યા રહેતા લોકો પોતાની યુવાનીમા વૃદ્ધ થઈ રહ્યા છે. આ ગામ તમને આશ્ચર્યચકિત કરશે કારણ કે અહી દરેક આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
ખરેખર આ વિચિત્ર ગામ કે જેની આપણે વાત કરી રહ્યા છીએ તે છત્તીસગઢના બીજાપુર જિલ્લાના મુખ્ય મથકથી આશરે ૬૦ કિમી દૂર ભોપાલપટ્ટનમમા સ્થિત છે. મળતી માહિતી મુજબ આ ગામના લોકો માત્ર ૨૫ વર્ષની વયે લાકડીઓ વડે ચાલવા મજબૂર છે અને તેમને જોતા એવુ લાગે છે કે જાણે તેમની ઉંમર ૫૦ થી ૬૦ વર્ષની છે.
આ ગામમા રહેતા ૨૫ થી ૪૦ વર્ષના પુરુષો અને સ્ત્રીઓને નાની ઉંમરે વૃદ્ધાવસ્થાનો સામનો કરવો પડે છે.
ખરેખર આ બનવા પાછળ કોઈ શારીરિક સમસ્યા કે કોઈ પણ પ્રકારની બીમારી જવાબદાર નથી. વૃદ્ધ થવા પાછળ આ ગામની જમીન નીચેથી નીકળતુ પાણી આ લોકોની આવી સ્થિતિ માટે જવાબદાર છે.
ખરેખર હેન્ડપમ્પ્સ અને કુવાઓમાંથી નીકળતા પાણીમા ફ્લોરાઇડનુ પ્રમાણ એટલુ વધારે છે જેના કારણે આ પાણી લાંબા સમય સુધી પીતા લોકોમા અપંગતા આવવા લાગી છે. તેમજ સામાન્ય લોકોની ઉંમરથી ઘણા સમય પહેલા આ લોકોનુ મોત થાય છે. ફક્ત આ ગામ જ નહી પરંતુ આ ગામની આસપાસનો વિસ્તાર પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે.
ફ્લોરાઇડથી ભરપુર પાણી પીવાને કારણે અહીંના મોટાભાગના લોકો અપંગતા શિકાર બને છે . તેમના શરીરમા અનેક પ્રકારના રોગો જન્મે છે પરંતુ ગરીબી અને વહીવટની બેદરકારીના કારણે આ ગામના લોકો આજે પણ આ ઝેરી પાણી પીવે છે.