સમય જતા ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ છે. ડ્રેસથી માંડીને મશીનરી સુધીની દરેક બાબતમા કેટલાક ફેરફાર કરવામા આવ્યા છે. પરંતુ એક વસ્તુ એવી છે જે આજદિન સુધી બદલાઈ નથી. આજથી સો વર્ષ પહેલા તે જે સ્વરૂપ અને આકારમા હતી તે હજી પણ એક સમાન છે અને હવે લોકોએ પણ તેને અપનાવ્યુ છે.
અમે અહી બ્લેડ વિશે વાત કરી રહ્યા છીએ. નખ કાપવાથી લઈને દાઢી બનાવા સુધીની ઘણી બાબતોમા આપણે તેનો રોજિંદા ઉપયોગ કરીએ છીએ. આ બ્લેડ આપણી રોજીંદી ક્રિયાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. રોજિંદા જીવનમા કોઈના કોઈ કામમા તેનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે ક્યારેય એવો સવાલ કર્યો છે કે જ્યા રોજિંદા જીવનમા વસ્તુઓમા પરિવર્તન આવે છે તેમ આમા કેમ કોઈ ફેરફાર થયો નથી. તો ચાલો આપણે જાણીએ.
વર્ષ ૧૯૦૧ મા સયુક્ત રાજ્ય અમેરિકામા સૌથી પહેલા પ્રખ્યાત બ્લેડ નિર્માતા કંપની જીલેટની સ્થાપના થઈ હતી. આ પછી વર્ષ ૧૯૦૪ સુધીમા જીલેટ દ્વારા બનાવેલ બ્લેડ ખૂબ પ્રખ્યાત બની. લોકો તેના વિશે જાણી ચુક્યા હતા.
જીલેટ કંપની હવે એકદમ પ્રખ્યાત થઈ ગઈ હતી.
આમા સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે તે સમયે બ્લેડનુ કદ અને ડિઝાઇન જે રીતનુ હતુ તે આજે પણ એમનામ જ છે. ખાસ કરીને બ્લેડની વચ્ચેનો ભાગ. હવે સવાલ એ આવે છે કે આવુ કેમ છે? તમને જણાવી દઈએ કે સેંકડો વર્ષો પહેલા જ્યારે લોકો બ્લેડનો ઉપયોગ દાઢી કરવા માટે ઉપયોગમા લેતા હતા ત્યારે તેની દાંડી એક નટ-બોલ્ટની મદદથી ફીટ કરવામા આવતી હતી.
આ કારણોસર બ્લેડની વચ્ચે એક ગેપ અથવા જગ્યા મૂકવામા આવી હતી જેથી દાંડી સરળતાથી ફિટ થઈ શકે અને લોકો તેને પકડીને દાઢી બનાવી શકે. જ્યારે તેણે બ્લેડ બનાવવાનુ શરૂ કર્યું ત્યારે જિલેટે આ બાબતનુ ધ્યાન રાખ્યુ હતુ તે દિવસોમા આ પેટન્ટ માત્ર જીલેટ પાસે જ હતી.
આ પેટન્ટ ૨૫ વર્ષ પછી સમાપ્ત થઈ ગયા પછી અન્ય કંપનીઓએ પણ આવી બ્લેડ બનાવવાનુ શરૂ કર્યું. પાછળથી તે એક વલણ બની ગયુ અને આ વલણને કારણે તેની ડિઝાઇન આજે પણ એક સમાન છે.