વિશ્વની પ્રથમ અને એકમાત્ર એવી મહિલા પાયલોટ, જેને બંને હાથ ન હોવા છતાં પણ પગ વડે ચલાવે છે વિમાન…

350

જો હૃદયમાં કંઇક કરવાની ઉત્કટતા હોય, તો કોઈપણ કાર્ય કરવું અશક્ય નથી. ઘણા લોકો કેટલીય મુશ્કેલીઓનો સામનો કરીને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરે છે. આજે અમે તમને એવી જ એક સ્ત્રીની કહાની જણાવવા જઇ રહ્યા છીએ, આ મહિલાને બંને હાથ નથી, છતાં પણ તેણે તેનું સ્વપ્ન સાકાર કર્યું છે.

આ મહિલાના બંને હાથ ન હોવા છતાં તેણે તેનું સ્વપ્ન સાકાર કર્યું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ મહિલાએ કોઈ નાનું કાર્ય નથી કર્યું પરંતુ, આ મહિલા વિમાનમાં ઉડાન ભરે એટલે કે પાયલોટ છે, તે પણ તેના પગની મદદથી. એટલું જ નહીં, તેણે તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું છે. અમે વાત કરી રહ્યા છીએ અમેરિકામાં રહેતી “જેસિકા કૉક્સ” નામની સ્ત્રી વિશે. જેસિકા વિશ્વની પહેલી અને એકમાત્ર એવી મહિલા પાયલોટ છે કે, જેને બંને હાથ નથી.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, જેસિકા પાસે વિશ્વનું પહેલું એવું લાઇસન્સ છે જે આર્મલેસ પાયલટને આપવામાં આવ્યું હોય. જેસિકા માત્ર વિમાન જ નહીં, પરંતુ તે તેના પગ વડે કાર પણ ચલાવે છે. જેસિકા તેના પગ વડે સ્કુબા ડાઇવિંગ અને કીબોર્ડ પર ટાઇપ કરે છે. 36 વર્ષની જેસિકા તેના પગથી લખે પણ છે. તે તેના પગની મદદથી તમામ કાર્ય જાતે કરે છે. પછી ભલે તે આઈસ્ક્રીમ ખાઈ રહી હોય કે શૂઝની દોરી બાંધતી હોય, તે બધું જ કામ તેના પગથી કરે છે. ચોંકાવનારી વાત એ છે કે, તે ઘોડા સવારીની શોખીન છે.

જેસિકાના જન્મથી જ બંને હાથ નથી. 14 વર્ષની ઉંમરથી જ તેણે પગ વડે બધું જ કામ કરવાનું શરૂ કર્યું. આ પહેલા તે નકલી હાથની મદદથી તેનું કામ કરતી હતી. જ્યારે તે 22 વર્ષની હતી ત્યારે તેણીએ પગથી વિમાન ચલાવી ઉડાન ભરી હતી. જેસિકાએ અત્યાર સુધીમાં 23 દેશોમાં ઉડાન ભરી છે.

Previous articleજીવનની બધી મુશ્કેલીઓ દૂર કરવા માટે, જાણો ભગવદ્દ ગીતાની આ 5 વાતો વિષે, જેથી થશે તમારા બધા દુઃખો દૂર…
Next articleશા માટે ધનતેરશના દિવસે સૂકા ધાણા ખરીદવામાં આવે છે, જાણો તેના ધાર્મિક મહત્વ વિષે…