Homeફિલ્મી વાતોબોલીવુડના રીઅલ લાઇફ આઇકોનિક કપલ્સ, જે ફિલ્મ શૂટિંગ દરમિયાન એકબીજા સાથે કરવા...

બોલીવુડના રીઅલ લાઇફ આઇકોનિક કપલ્સ, જે ફિલ્મ શૂટિંગ દરમિયાન એકબીજા સાથે કરવા લાગ્યા હતા પ્રેમ…

બોલીવુડમાં ઘણાં ફિલ્મી યુગલો ખુબ જ હિટ છે, જેને ચાહકો વારંવાર જોવા માંગે છે. ફિલ્મમાં આવતા ઘણા યુગલો વાસ્તવિક જીવનમાં પણ યુગલો બન્યા છે. આ લેખમાં, અમે તમને એવા બૉલીવુડ સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સેટ પર કામ કરતી વખતે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતાં.

1) રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ :- રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ વચ્ચેની નિકટતા ગોલિયન કી રાસલીલા રામલીલા ફિલ્મ દરમિયાન વધી હતી. આ પછી બંનેએ બાજીરાવ મસ્તાની અને પદ્માવત ફિલ્મમાં પણ એક સાથે કામ કર્યું હતું. રણવીર અને દીપિકાની બીજી એક ફિલ્મ 83 પણ રિલીઝ થવાની છે. આમ રણવીર અને દીપિકા વચ્ચે રિયલમાં પ્રેમ થઈ ગયો. અને બંનેએ લગ્ન કર્યા. 

2) અજય દેવગણ અને કાજોલ :- બોલીવુડના પ્રિય કપલ્સમાંના એક અજય દેવગણ અને કાજોલે 1995 માં ફિલ્મમાં હલચલમાં કામ કર્યું હતું. આ ફિલ્મ બાદ બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. પછી વર્ષ 1999 માં, બંનેએ લગ્ન કર્યા. ફિલ્મ દિલ ક્યા કરે, યુ મી ઔર હમ, તાનાજી ધ અનસંગ વોરિયર્સમાં અજય અને કાજોલે સાથે કામ કર્યું હતું.

3) સૈફ અલી ખાન અને કરીના કપૂર :- શાહિદ કપૂર સાથેના બ્રેકઅપ બાદ કરીના કપૂર સૈફ અલી ખાનના પ્રેમમાં પડી ગઈ હતી. તે સમયે, બંને ફિલ્મ ટશનમાં કામ કરી રહ્યા હતા, જ્યાં તેમને વધુ સમય પસાર કરવાનો મોકો મળ્યો હતો. આ પછી તેણે ફિલ્મ કુરબાનમાં પણ કામ કર્યું હતું.

4) અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય :- સલમાન ખાન સાથેના બ્રેકઅપ પછી એશ્વર્યા રાયના અફેરની ચર્ચા વિવેક ઓબેરોય સાથે થઈ હતી. પછી વર્ષ 2006 માં એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને ફિલ્મ ગુરુમાં સાથે મળીને કામ કર્યું હતું. શૂટિંગ દરમિયાન તેઓ એકબીજાના પ્રેમમાં પડી ગયા. આછી તેઓએ રાવણ, ઉમરાવ જાન અને ધૂમ 2 ફિલ્મમાં પણ સાથે કામ કર્યું હતું. આમ પછી બંનેએ લગ્ન કર્યા.  

5) રિતેશ દેશમુખ અને જેનીલિયા ડિસુઝા :- રિતેશ દેશમુખ અને જેનીલિયા ડિસુઝાની પહેલી ફિલ્મ તુઝે મેરી કસમ હતી. પહેલી જ ફિલ્મમાં બંનેએ એક બીજાને પ્યાર કરવા લાગ્યા. વર્ષ 2012 માં, આ બંનેએ  લગ્ન કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments