કોરોના વાયરસે આખી દુનિયામા ભયંકર વિનાશ સર્જ્યો છે. રોગચાળો ફેલાયો છે જે અટકવાનુ નામ નથી લેતો. વિશ્વમાં અત્યાર સુધીમા આ રોગને કારણે ૭,૭૦,૦૦૦ થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૨.૧૫ કરોડથી વધુ છે. તમે એ હકીકતથી સારી રીતે વાકેફ છો કે લોકો આ રોગના ફેલાવાનુ કારણ ચામાચીડિયા છે. પરંતુ તમને જાણીને થોડુ આશ્ચર્ય થશે કે ભારતમા એક એવુ ગામ છે જ્યા લોકો ચામાચીડિયાની પૂજા કરે છે.
આ ગામ સરસઈ છે જે બિહારમા આવેલ છે. આ ગામના લોકોનુ માનવુ છે કે આ ચામાચીડિયા તેમને રોગચાળાથી બચાવે છે. અહી રહેતા લોકોનુ માનવુ છે કે ચામાચીડિયા રહે છે ત્યા પૈસાની કમી ક્યારેય હોતી નથી. ગામ લોકોમા એવી માન્યતા છે કે આ વિસ્તારમાં રહેતા ચામાચીડિયા તેમના આખા ગામની રક્ષા કરે છે.
ગામમા કોઈ શુભ કાર્ય કરતા પહેલા ચામાચિડીયાની પૂજા કરે છે જેથી તમામ કામ સારી રીતે થાય. આ સેંકડો ચામાચીડિયા આ ગામમા તળાવના કાંઠે આવેલા પીપળાના ઝાડની નજીક રહે છે. ગ્રામજનોના દાવા મુજબ જો કોઈ અન્ય વ્યક્તિ રાત્રે આ ગામ આવે તો પછી આ ચામાચીડિયા અવાજ કરવાનુ શરૂ કરી દે છે.
આ ચામાચીડિયા કેટલા સમયથી સરસઈમા રહે છે તે વિશે કોઈને ખબર નથી. પરંતુ એક વાર્તા મુજબ એકવાર મધ્યયુગના કાળમા વૈશાલીમા રોગચાળો ફેલાયો હતો, આ ચામાચીડિયા અહીંથી ઉડાન ભરીને કાયમ માટે અહી સ્થાયી થયા હતા ત્યારથી અહી કોઈ રોગચાળો ફેલાયો નથી.