એવુ કહેવામા આવે છે કે ૮૦૦ વર્ષ પહેલા આ ગામ એક રાક્ષસના ક્રોધથી પીડાઈ રહ્યુ હતુ. લોકો માને છે કે આ વાસણનુ પાણી રાક્ષસ પી જાય છે. રાજસ્થાનના પાલી જિલ્લામા માતા શીતળા નુ એક ખૂબ પ્રખ્યાત મંદિર સ્થાપવામા આવ્યું છે. આ મંદિરના પ્રખ્યાત થવાનુ કારણ આ મંદિરનો ચમત્કારિક ઘડો છે. એવુ માનવામા આવે છે કે આ ઘડો લગભગ ૮૦૦ વર્ષોથી આ મંદિરમા છે. આ ઘડો વર્ષમાં બે વાર ભક્તો સામે લાવવામા આવે છે. વર્ષમાં બે વાર ખોલવામા આવતો આ ઘડો અડધો ફૂટ ઉડો અને અડધો ફૂટ પહોળો હોવાનુ કહેવામા આવે છે.
અહી શીતળા સપ્તમી અને જ્યેષ્ઠ મહિનાની પૂનમ પર આ ઘડાને બહાર કાઢવાનો રિવાજ છે. આ બંને પ્રસંગોએ ગામ અને આસપાસના ગામોની મહિલાઓ આ ચમત્કારીક ઘડાને ભરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આશ્ચર્યની બાબત એ છે કે તે આ પવિત્ર ઘડામા ગમે તેટલુ પાણી ભરવામા આવે પણ તે ક્યારેય ભરતો નથી.
માન્યતા અનુસાર ગામની તમામ મહિલાઓ આ ઘડામા માટલુ ભરી ભરીને પાણી રેડે છે પરંતુ આ ચમત્કારિક ઘડો ૮૦૦ વર્ષથી ક્યારેય ભરાયો નથી. પૂજાના અંતે મંદિરના પુજારીઓ શીતળા માતાના ચરણોમા દૂધ અર્પણ કરે છે અને આ પછી ચમત્કારિક ઘડાને બંધ કરવામા આવે છે.
માહિતી અનુસાર આ ઘડામા અત્યાર સુધીમા ૫૦ લાખ લિટરથી વધુ પાણી ભરવામા આવ્યુ છે. લોકો માને છે કે આ વાસણનુ પાણી રાક્ષસ પી જાય છે. તેથી તેમા ક્યારેય પાણી ભરાતુ નથી. એવુ કહેવામા આવે છે કે ૮૦૦ વર્ષ પહેલા આ ગામ રાક્ષસના ક્રોધનો સામનો કરી રહ્યુ હતુ.
ત્યારે લોકોએ શીતળા માતાની તપસ્યા કરી. એવુ કહેવામા આવે છે કે તપસ્યાથી ખુશ થઈ માતા શીતળા એક બ્રાહ્મણના સ્વપ્નમા આવ્યા અને કહ્યુ કે જે દિવસે તેના લગ્ન થશે તે દિવસે તે રાક્ષસનો વધ થશે. તે દિવસે માતા એક નાનકડી છોકરી તરીકે દેખાયા અને ઘૂંટણ નીચે રાક્ષસને દબોચીને અંત લાવ્યા. રાક્ષસ મૃત્યુ સમયે વરદાન માગ્યુ કે તેને તરસ લાગે છે. તેણે વરદાન માગ્યુ કે વર્ષમા બે વાર પાણી પીવડાવામા આવે. માતાએ તેમને વરદાન આપ્યુ ત્યારથી આ ગામમા આ પરંપરા ચાલે છે.