ધર્મિક માન્યતા અનુસાર ગ્રહણ થવાનુ કારણ છાયા ગ્રહ રાહુ-કેતુ છે. આ સંબંધોમાં શાસ્ત્રમા એક પૌરાણિક વાર્તાનુ વર્ણન છે. જે આ પ્રકારની છે.
પૌરાણિક માન્યતા મુજબ દેવાસુર સંગ્રામમા જ્યારે દરિયા મંથન થયુ હતુ તે પછી તેમાથી ૧૪ રતન નીકળ્યા હતા. તેમા અમૃત કળશ પણ હતો. હવે દેવતાઓ અને દાનવોની વચ્ચે અમૃત પાન માટે વિવાદ શરૂ થાય છે. આ વિવાદને સુલજાવવા માટે ભગવાન વિષ્ણુ મોહિનીનુ રૂપ ધારણ કરે છે.
મોહિનીના રૂપમાં બધા દેવતાઓ અને રાક્ષસો તેમનાથી મોહિત થઈ ગયા. પછી ભગવાન વિષ્ણુએ દેવો અને દાનવોને અલગ બેસાડ્યા. પરંતુ તે પછી એક અસુરને ભગવાન વિષ્ણુની આ યુક્તિ ઉપર શંકા ગઈ. તે રાક્ષસ કપટથી ભગવાનની લાઇનમા બેસીને અમૃત પીવા લાગ્યો.
દેવતાઓની હરોળમા બેઠેલા ચંદ્ર અને સૂર્યએ આ રાક્ષસને ઓળખી લીધો .બંનેએ ભગવાન વિષ્ણુને માહિતી આપી જેના પછી ભગવાન વિષ્ણુએ રાક્ષસનુ માથુ તેના સુદર્શન ચક્રથી અલગ કર્યું. પરંતુ તે રાક્ષસ અમૃતને પી ગયો હતો, જેના કારણે તે મરી ન શક્યો અને તેના માથાનો ભાગ રાહુ તરીકે ઓળખાતો હતો અને ધડનો ભાગ કેતુ તરીકે જાણીતો હતો.
આ કારણોસર રાહુ અને કેતુ સૂર્ય અને ચંદ્રને પોતાનો દુશ્મન માને છે. પૂર્ણિમા ચંદ્ર અને અમાવસ ચંદ્રના દિવસોમા સૂર્ય અને ચંદ્ર ગ્રહણ દ્વારા શાપિત કરે છે. પૂર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણ અને અમાવસ્યાના દિવસે સૂર્ય ગ્રહણ થાય છે.