કંઈપણ સમજવા માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હોવો જરૂરી છે તો જ તે વધુ સારી રીતે જાણી શકાય પરંતુ વિશ્વમા કેટલીક વસ્તુઓ એવી છે જે વૈજ્ઞાનિકોના સમજની બહારની છે. આ પૃથ્વી ઉપર અજાયબીઓની કમી નથી. આજે અમે તમારી સામે આવી જ એક અજીબ ઘટનાનો ઉલ્લેખ કરવા જઈ રહ્યા છીએ જેને જાણીને દરેક દંગ થઈ જશે.
જેમ તમે જાણો છો કે ભગવાન શિવને મૂર્તિ અને શિવલિંગ બંને સ્વરૂપમા પૂજા કરવામા આવે છે. તમે અત્યાર સુધી શિવજીના ઘણા મંદિરો જોયા હશે પરંતુ છત્તીસગઢના ગારીબંદ જિલ્લામા સ્થિત ભૂતેશ્વરનાથ શિવલિંગની વાત જ કઈક અલગ છે. સૌ પ્રથમ જણાવી દઈકે તે વિશ્વનુ સૌથી મોટુ શિવલિંગ છે.
આ કુદરતી રીતે બનેલ શિવલિંગની બીજી વિશેષતા એ છે કે તેનુ કદ દર વર્ષે વધતુ રહે છે.તે જમીનથી લગભગ ૧૮ ફુટ ઉચી અને ૨૦ ફૂટ ગોળાકાર છે .આ શિવલિંગનુ કદ વર્ષે-વર્ષે વધતુ જાય છે. દર વર્ષે શિવલીંગની ઉચાઇ માપવામા આવે છે ત્યારે તે ૬ થી ૮ ઇંચ જેટલુ વધેલુ હોય છે.
૧૨ જ્યોતિર્લિંગની જેમ ભૂતેશ્વરનાથ પણ અર્ધનારીશ્વર શિવલિંગ તરીકે ઓળખાય છે. દર વર્ષે આ શિવલિંગની મુલાકાત લેવા અને જળઅભિષેક કરવા માટે સેંકડો ભક્તો અહી પગપાળા આવે છે. આ અનન્ય શિવલિંગ વિશે પ્રચલિત દંતકથા અનુસાર સો વર્ષો પહેલા અહી જીમીનદારની એક વાડી હતી.
શોભા સિંહ નામનો આ જમીનદાર રોજ સાંજે પોતાના ખેતરમા જતો. એક દિવસ શોભા સિંહે ખેતર નજીક ખાસ આકારના ટેકરામાંથી બળદનો અવાજ અને સિંહનો અવાજ સાંભળ્યો. જ્યારે આ અંગે ગ્રામજનોને જાણ કરવામા આવી ત્યારે બધાએ સાથે મળીને ઘણુ શોધ્યુ પણ ક્યાંય કોઈ મળ્યુ નહી. જો કે ત્યા તેને એક નાનુ શિવલિંગ મળ્યુ.
લોકો તેને ત્યા રાખીને તેની ઉપાસના કરવા લાગ્યા. દર વર્ષે તે શિવલિંગનો આકાર વધતો જ રહ્યો. લોકોએ શ્રધા સાથે તેની પૂજા શરૂ કરી દીધી. તે દિવસથી આજ સુધી તે સતત વધતુ જાય છે. આ શિવલિંગની લંબાઈ વધવા પાછળનુ કારણ શું છે તે હજી જાણી શકાયુ નથી. આજે પણ દેશના ખૂણે ખૂણેથી ભક્તો અહી શિવના દર્શન કરવા અને પૂજા કરવા આવે છે.