Homeહેલ્થછાશ સ્વાસ્થ્ય માટે છે ખુબ જ લાભદાયક, જાણો તેના 8 અદભુત ફાયદાઓ...

છાશ સ્વાસ્થ્ય માટે છે ખુબ જ લાભદાયક, જાણો તેના 8 અદભુત ફાયદાઓ…

જો કે બધા લકોને છાશ ખુબ જ ભાવતી હશે.  ઘણા લોકો છાશમાં મીઠું અને ધાણાજીરું નાખીને પીવે છે. છાશ શરીરમાં ઠંડક જાળવી રાખે છે અને ગરમીની આડઅસરથી બચાવે છે. છાશ પાચનમાં પણ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ છાશના ફાયદાઓ વિષે.

1) છાશનું સેવન કરવામાં આવે તો પાચન યોગ્ય રીતે થાય છે અને પેટની ગરમી અને અન્ય સમસ્યાઓથી બચી શકાય છે. તે ઉનાળામાં શરીરની પ્રવાહીતા જાળવવામાં પણ મદદગાર છે.

2) જો તમારે વજન ઘટાડવો હોય તો, છાશમાં મીઠું ઉમેરીને પીવાથી ફાયદો થાય છે. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં ગિલોયનું ચૂર્ણ છાશમાં નાખીને પીવું જોઈએ. છાશ અથવા દહીંની પાતળી લસ્સી પીવાથી યાદશક્તિમાં વધારો થાય છે.

3) જો વારંવાર હિચકી આવવાની સમસ્યા હોય તો છાશમાં એક ચમચી સુંઠ નાખી પીવાથી ફાયદો થાય છે. ઉલ્ટીની સમસ્યામાં છાશમાં જાયફળનો પાઉડર મિક્સ કરીને પીવાથી ફાયદો થાય છે.

4) સુંદરતા વધારવા માટે પણ છાશ ખૂબ ફાયદાકારક છે. છાશમાં લોટ મિક્સ કરીને તેની પેસ્ટ બનાવો અને તેને ચહેરા પર લગાવો તેનાથી ત્વચાની કરચલીઓ ઓછી થાય છે. આ સિવાય છાશમાં ગુલાબની પાંખડી પીસીને નાખી તેની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ખીલની સમસ્યા દૂર થાય છે.

5) જો શરીરના કોઈપણ ભાગમાં દાઝવાથી બળતરા થાય છે, તો છાશ લગાવવાથી ફાયદો થાય છે. આમળમનાં પાનને પીસીને છાશમાં નાખી તેને શરીર ઉપર ઘસવું. થોડા સમય પછી સ્નાન કરો. આનાથી શરીરમાં ખંજવાળ આવતી નથી.

6) છાશનો ઉપયોગ ઝેર ઉતારવા માટે પણ થાય છે. જો કોઈ વ્યક્તિ ઝેરી ચીજો ખાય ગયુ હોય, તો તેને છાશ પીવડાવવાથી ફાયદો થાય છે, પરંતુ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. જો કોઈ ઝેરી પ્રાણીઓ કરડે તો છાશમાં તમાકુ મિક્સ કરીને ડંખ પર આ પેસ્ટ લગાડવાથી ફાયદો થાય છે.

7) જો પગની પાની ફાટવાની સમસ્યા હોય તો, છાશ અથવા માખણ લગાવું. આ કરવાથી, ફાટેલી પાની ઝડપથી મટી જાય છે.

8) વાળ ખરવાની સમસ્યામાં પણ છાશ અસરકારક છે. આ માટે, અઠવાડિયામાં બે વાર છાશથી માથું ધોવું ફાયદાકારક છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments